Surat

સુરતના પાંડેસરામાં જ્વેલર્સને ત્યાં ચોરો ત્રાટક્યા, છતનું પતરું કાપી 30 લાખના દાગીનાની લૂંટ

By GS Team
28 Jun 20262 mins read
TukuTouch Logo
સુરતના પાંડેસરામાં ‘ક્રિષ્ના જ્વેલર્સ’ને નિશાન બનાવી તસ્કરોએ ફિલ્મી ઢબે ચોરી કરી. છતનું પતરું કાપી દુકાનમાં ઘૂસી, ₹30 લાખથી વધુના સોના-ચાંદીના દાગીના ઉઠાવી ગયા. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. 6 મહિના પહેલા પણ ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજ તપાસી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતના પાંડેસરામાં જ્વેલર્સને ત્યાં ચોરો ત્રાટક્યા, છતનું પતરું કાપી 30 લાખના દાગીનાની લૂંટ

Jewellery Theft In Surat: સુરતના પાંડેસરા વિસ્તારમાં તસ્કરોએ એક જ્વેલર્સની દુકાનને નિશાન બનાવીને અંદાજે 30 લાખ રૂપિયાથી વધુની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ફિલ્મી ઢબે થયેલી આ ચોરીને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

છતનું પતરું કાપી તસ્કરો દુકાનમાં ઘૂસ્યા

મળતી માહિતી અનુસાર, પાંડેસરાના ગીતા નગર ખાતે આવેલી ‘ક્રિષ્ના જ્વેલર્સ’ નામની દુકાનમાં મોડી રાત્રે આ ચોરીની ઘટના બની હતી. તસ્કરોએ ચોરી કરવા માટે એક અનોખો કીમિયો અપનાવ્યો હતો. આસપાસના લોકોને જરાય અવાજ ન આવે તે રીતે તસ્કરોએ જ્વેલર્સની દુકાનની ઉપરની છતનું પતરું કાપ્યું હતું. ત્યારબાદ તસ્કરો છતના રસ્તેથી દુકાનની અંદર પ્રવેશ્યા હતા અને તિજોરી-કાઉન્ટરમાં રાખેલા તમામ કિંમતી સોના-ચાંદીના દાગીના પર હાથફેરો કરી આસાનીથી રફુચક્કર થઈ ગયા હતા.

પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે

વહેલી સવારે જ્યારે ચોરીની આ ઘટના પ્રકાશમાં આવી ત્યારે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ ફંગોળવા સહિતની પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

6 મહિના પહેલાં પણ થયો હતો નિષ્ફળ પ્રયાસ

દુકાનના માલિકના જણાવ્યાનુસાર, આ જ્વેલર્સની દુકાનમાં અગાઉ છ મહિના પહેલાં પણ તસ્કરો દ્વારા ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ તસ્કરોનો મનસૂબો પાર પાડી શક્યા ન હતા અને ભાગી ગયા હતા. આ વખતે તસ્કરો પાકું આયોજન કરીને આવ્યા હોય તેમ પોતાનો પ્લાન પાર પાડવામાં સફળ રહ્યા હતા.

છેલ્લા 7 મહિનામાં 7થી 8 મોટી ચોરીઓ!

પાંડેસરા અને તેની આસપાસના વિસ્તારોમાં ગુનેગારોનો ગ્રાફ સતત વધી રહ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિક રહીશો અને વેપારીઓના જણાવ્યાનુસાર, છેલ્લા સાડા છ થી સાત મહિનાના ટૂંકા ગાળામાં જ આ પંથકમાં 7 થી 8 જેટલી મોટી ચોરીની ઘટનાઓ બની ચૂકી છે.