Entertainment

ક્રિતી-કબીરનું બ્રેક અપ? વાઇરલ વિડિયોથી અનેક અટકળો

By GS Team
28 Jun 20262 mins read
TukuTouch Logo
મુંબઈ: ક્રિતી સેનોનની ફિલ્મ 'કોકટેઇલ 2' બોક્સઓફિસ પર નિષ્ફળ રહી છે. ₹150 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મે 8 દિવસમાં ફક્ત ₹74.75 કરોડનો જ વકરો કર્યો છે. હાલ ક્રિતી તેના બિઝનેસમેન કબીર બહિયા સાથેના સંબંધોને કારણે ચર્ચામાં છે. જોકે, કબીર અન્ય યુવતી સાથે દેખાયાની વાયરલ પોસ્ટ ખોટી નીકળી, તે કબીર જેવા દેખાતા આલિયા મોહનનો સ્ક્રીનશોટ હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્રિતી-કબીરનું બ્રેક અપ? વાઇરલ વિડિયોથી અનેક અટકળો
  • ક્રિતીની કોકટેઇલ ટુ બોક્સઓફિસ પર લથડી પડી
  • આ વર્ષની શરૂઆતમાં ક્રિતી સેનોનની બહેન નુપૂરના લગ્નમાં કબીર બહિયા હાજર રહ્યો હતો
    મુંબઈ : હાલ ક્રિતી સેનોનની ફિલ્મ કોકટેઇલ ટુ બોક્સ ઓફિસ પર લથડી રહી છે. દોઢસો કરોડ રૂપિયાના ખર્ચે બનેલી મનાતી આ ફિલ્મે આઠ દિવસમાં માંડ ૭૪.૭૫ કરોડ રૂપિયાનો વકરો કર્યો છે. ખેર, ક્રિતી હાલ તેના બિઝનેસમેન કબીર બહિયા સાથેના સંબંધોને કારણે ચર્ચામાં છે.
    કબીર અને ક્રિતી અનેકવાર જાહેરમાં એકસાથે જોવા મળ્યા છે. કબીરે આ વર્ષની શરૂઆતમાં યોજાયેલાં ક્રિતીની બહેન નુપૂરના લગ્નમાં પણ હાજરી આપી હતી. પણ હવે એક વાઇરલ પોસ્ટ પર દાવો કરવામાં આવ્યો છે કે કબીર બીજી એક છોકરી સાથે દેખાયો છે. આ વિડિયો વાઇરલ થવાની સાથે નેટીઝન્સમાં ચર્ચા ફાટી નીકળી હતી કે કબીર અને ક્રિતી વચ્ચે બ્રેક અપ થઇ ગયું છે કે શું? પણ સાચી વાત એ છે કે આલિયા મોહન નામના કબીર જેવા જ દેખાતાં માણસનો ઇન્સ્ટા પરનો સ્ક્રિન શોટ લઇને આ ખોટો દાવો કરવામાં આવ્યો હતો. વિડિયોમાં જે છોકરી દેખાય છે તે કબીરની બહેન છે.
    જો કે, નેટીઝન્સ રાબેતા મુજબ જાણે બ્રેક અપની રાહ જોઇ રહ્યા હોય તેમ કોમેન્ટ કરવા માટે તુટી પડયા હતા.
    એક જણે ડાહ્યા થઇ પૂછ્યું હતું કે શું ક્રિતીને આની જાણ છે? બીજા એકે કબીરને કાસાનોવા ગણાવી નાંખ્યો હતો. એક સાચી વાત એ છે કે હાલ ક્રિતી પાસે એક પણ ફિલ્મ નથી.