World

જાપાનમાં વાવાઝોડાંના લીધે 200થી વધુ ફ્લાઇટ્સ રદ

By GS Team
28 Jun 20261 min read
TukuTouch Logo
જાપાનમાં બે ટ્રોપિકલ વાવાઝોડાં અને ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. હવામાન વિભાગે ભૂસ્ખલન અને પૂરની ચેતવણી આપી છે. સરકારે 10 લાખ લોકોને સલામત સ્થળોએ ખસી જવા અપીલ કરી છે. પશ્ચિમી અને પૂર્વીય જાપાનમાં સતત વરસાદથી નદીઓમાં જળસ્તર વધ્યું છે. આ કારણે 200થી વધુ ફ્લાઇટ્સ રદ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જાપાનમાં વાવાઝોડાંના લીધે 200થી વધુ ફ્લાઇટ્સ રદ

ટોક્યો : જાપાનમાં વાતાવરણે જબરદસ્ત પલટો લીધો છે. અહીં આવેલા બે ટ્રોપિકલ વાવાઝોડાંએ જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. હવામાન વિભાગે ભૂસ્ખલન અને પૂરને લઈને ચેતવણી જારી કરી છે. સરકારો તરફથી જારી કરવામાં આવેલી એડવાઇઝરી મુજબ ૧૦ લાખ લોકોને સલામત સ્થળોએ લઈ જવાની અપીલ કરવામાં આવી છે. કેટલાય વિસ્તારોમાં ઇમરજન્સી એલર્ટ છે. જાપાનના પશ્ચિમી અને પૂર્વી હિસ્સામાં સતત તેજ વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના લીધે કેટલાય વિસ્તારોમાં ભૂસ્ખલનની સંભાવના છે અને નદીઓમાં જળસ્તર વધતા પૂરનો ભય પણ છે. આના કારણે ૨૦૦થી વધારે ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી છે.