Surat

સુરત: શેર બજારમાં દેવું થતાં પુત્રએ માતાને ગળે ટૂંપો આપી જાતે ફાંસો ખાઈ આપઘાત

By GS Team
1 Aug 20262 mins read
TukuTouch Logo
સુરતના વરાછામાં અશ્વિનિકુમાર રોડ પર 30મી જુલાઈએ 36 વર્ષીય પુત્ર જતીને 63 વર્ષીય માતા ભાનુબહેનને ગળે ટૂંપો દઈ હત્યા કરી હતી. શેર બજારમાં લાખોનું દેવું થતાં તેણે આ પગલું ભર્યું હતું. માતાની હત્યા કર્યા બાદ જતીને પોતે પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ ઘટનાથી સોનાણી પરિવારમાં શોક છવાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત: શેર બજારમાં દેવું થતાં પુત્રએ માતાને ગળે ટૂંપો આપી જાતે ફાંસો ખાઈ આપઘાત

Surat News: સુરતના વરાછામાં અશ્વિનિકુમાર રોડ પર ગુરુવારે (30મી જુલાઈ)મોડી રાત્રે 36 વર્ષીય પુત્રએ માતાને ગળે ટૂંપો આપઈને જાતે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. શેર બજારમાં દેવું થઈ જતા પુત્રએ આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

63 વર્ષીય માતાને ગળે ટૂંપો આપ્યા બાદ પુત્રનો આપઘાત

મળતી માહિતી અનુસાર, મૂળ ભાવનગરમાં ગારીયાધરના વતની અને હાલમાં વરાછામાં અશ્વિનિકુમાર રોડ પર રૂપમ સોસાયટીમાં 63 વર્ષીય ભાનુબહેન સોનાણી અને તેનો 36 વર્ષીય પુત્ર જતીન સાથે રહેતા હતા. શુક્રવારે (31મી જુલાઈ) સવારે સાડા દસ વાગ્યા સુધી તેના ઘરનો દરવાજો ખોલ્યો ન હતો. જેથી તેમના પડોશી અને સંબંધીએ દરવાજો ખખડાવતા અંદરથી જવાબ નહીં આપતા ચિંતામાં મુકાયા હતા. આ અંગે પોલીસને જાણ થતા ત્યાં પહોંચીને દરવાજો ખોલીને અંદર ગયા હતા. આ દરમિયાન બેડરૂમમાં જતીન લોખંડના હૂક સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. માતા ભાનુબહેન સેટી ઉપર મૃત હાલતમાં મળ્યા હતા અને નજીકમાં વાયર કે પ્લાસ્ટીક જેવી દોરી જેવું મટીરિયલ મળી આવ્યું હતું.

દરમિયાન પોલીસે માતા અને પુત્રના મૃતદેહ સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ત્યાં બંનેના ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ ડોક્ટરના જણાવ્યાનુસાર, ભાનુબહેનનું મૃત્યુ દોરી અથવા વાયર જેવા મટીરિયલ વડે ગળા ઉપર ટૂંપો આપવાના લીધે થયાનું માલૂમ પડ્યું છે. જે હત્યા હોવાનું જણાય છે. જ્યારે જતીનનું મૃત્યુ જાતે ગળે ફાંસો ખાવાથી થયું હોવાનું જણાય છે.

પોલીસના જણાવ્યાનુસાર, જતીન શેરબજારનો ધંધો કરતો હતો. જોકે તેને ધંધામાં લાખો રૂપિયાનું દેવું થઈ જતા સતત ટેન્શનમાં રહેતો હોવાથી તેણે માતાની હત્યા કરીને જાતે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ભાનુબહેનના પતિનું ઘણાં સમય પહેલા અવસાન થયું હતું. ત્યારથી ભાનુબહેન અને જતીન ઘરમાં એકલા રહેતા હતા.

જતીન છ માસનો હતો ત્યારે ભાનુબેને દત્તક લીધો હતો

ભાનુબહેનના પતિ જગદીશને લગ્ન ઘણાં સમય પહેલા થયા હતા. પણ તેને સંતાન સુખ મળ્યું નહોતું. જેથી જતીન છ મહિનાનો હતો ત્યારે દત્તક લીધો હતો. જગદીશના અવસાન બાદ જતીને માતાની હત્યા કરીને જાતે જીવન ટૂંકાવી લેતા સોનાણી પરિવારમાં માતમ છવાયો છે.