Surat

VIDEO: સુરતના ઉધના સ્ટેશને મુસાફરોનો 'મહાસાગર', હોલ્ડિંગ એરિયાથી લઈને પાર્કિંગ સુધી લાંબી લાઈનો, 2 દિવસમાં 60 હજાર લોકો વતન રવાના

By GS Team
8 Nov 20262 mins read
TukuTouch Logo
દિવાળી અને છઠ પૂજા માટે સુરતથી બિહાર-ઉત્તર પ્રદેશ જવા પરપ્રાંતિયોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ઉધના રેલવે સ્ટેશને શનિવારથી જ હજારો મુસાફરોની ભીડ જોવા મળી રહી છે, જે દિવાળીના દિવસે પણ યથાવત રહી. પાર્કિંગથી હોલ્ડિંગ એરિયા સુધી જગ્યા ન હોવાથી રેલવે તંત્રએ 3 યાત્રી સુવિધા કેન્દ્રો કાર્યરત કર્યા છે. પશ્ચિમ રેલવેએ 6 સ્પેશિયલ ટ્રેનો દોડાવી, જેથી 2 દિવસમાં 50-60 હજાર મુસાફરોએ વતન વાટ પકડી.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: સુરતના ઉધના સ્ટેશને મુસાફરોનો 'મહાસાગર', હોલ્ડિંગ એરિયાથી લઈને પાર્કિંગ સુધી લાંબી લાઈનો, 2 દિવસમાં 60 હજાર લોકો વતન રવાના
Surat Udhna Railway Station Passenger Rush : દિવાળી અને આગામી મહાપર્વ છઠ પૂજા નિમિત્તે સુરતથી બિહાર અને ઉત્તર પ્રદેશ જવા માટે પરપ્રાંતિય મુસાફરોનો અભૂતપૂર્વ ઘોડાપૂર ઉમટી પડ્યો છે. સુરતના ઉધના રેલવે સ્ટેશને શનિવારથી જ મુસાફરોની ભારે ભીડ જામવાની શરૂઆત થઈ ગઈ હતી, જે દિવાળીના દિવસે પણ યથાવત જોવા મળી છે.

પાર્કિંગથી લઈને હોલ્ડિંગ એરિયા સુધી લાંબી લાઈનો

ઉધના સ્ટેશનના હોલ્ડિંગ એરિયામાં પગ મૂકવાની પણ જગ્યા બચી નથી. રાતથી જ હજારોની સંખ્યામાં મુસાફરો સ્ટેશને પહોંચવા લાગ્યા હતા. સ્ટેશનના ત્રણેય વેટિંગ એરિયા પેક થઈ જતાં હજારો મુસાફરો બહારના પાર્કિંગ વિસ્તારમાં કલાકો સુધી લાંબી લાઈનો લગાવીને ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. રાત્રિના સમયે અચાનક વધતી ભીડને કાબૂમાં રાખવા માટે રેલવે તંત્ર દ્વારા 3 વિશાળ 'યાત્રી સુવિધા કેન્દ્રો' કાર્યરત કરવામાં આવ્યા છે.

પશ્ચિમ રેલવે દ્વારા 6 સ્પેશિયલ ટ્રેન, પાછલા તમામ રેકોર્ડ તૂટ્યા

આ સ્થિતિને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા શુક્રવારે 6 સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી હતી. તંત્રના આગોતરા આયોજન અને સઘન વ્યવસ્થાના કારણે ગત વર્ષો કરતાં બમણી ભીડ હોવા છતાં સ્ટેશન પર કોઈ અણબનાવ કે નાસભાગની સ્થિતિ સર્જાઈ નહોતી. રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વર્ષે માત્ર શનિ-રવિના 2 જ દિવસમાં 50 થી 60 હજાર મુસાફરો વતન જવા રવાના થતાં મુસાફરોના તમામ પાછલા રેકોર્ડ તૂટી ગયા છે.

બાળકી સાથે પરિવારનું મિલન
દિવાળી અને છઠ પૂજા પર સુરતના ઉધના સ્ટેશને ઉમટેલા મુસાફરોના મહાસાગર વચ્ચે એક એવી ઘટના બની, જેણે સૌ કોઈના દિલ જીતી લીધા. હજારોની ભીડ વચ્ચે માત્ર 5 વર્ષની એક નિર્દોષ બાળકી અચાનક પોતાના માતા-પિતાથી વિખૂટી પડી ગઈ હતી. બાળકીનો ચહેરો ગભરાયેલો હતો, પણ સદ્નસીબે સ્ટેશન પર તૈનાત રેલવે ક્રાઉડ મેનેજમેન્ટની ટીમની નજર તેના પર પડી. રેલવેની ટીમે બાળકીને ખોળામાં લીધી અને આખી ભીડ ખૂંદીને તેના માતા-પિતાની શોધખોળ શરૂ કરી. ભારે મહેનત બાદ આખરે તેના ચિંતિત માતા-પિતા મળી આવ્યા. યોગ્ય ખરાઈ કર્યા પછી જ્યારે બાળકીને તેના માતા-પિતાના હાથમાં સોંપવામાં આવી હતી. પરિવારનું બાળકી સાથે મિલન થયું ત્યારે ખુબ જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. આ હૃદયસ્પર્શી મિલન બાદ રેલવેની ટીમે તમામ મુસાફરોને અપીલ કરી કે તહેવારોની આવી ભીડમાં મુસાફરી કરતી વખતે પોતાના નાના બાળકો અને વૃદ્ધોનો હાથ ક્યારેય ન છોડો અને તેમનું ખાસ ધ્યાન રાખો.