સુરતની ખાડીમાં લાઇવ રેસ્ક્યૂ ઓપરેશન! બીમાર દર્દીનો અચાનક પગ લપસતાં ઊંડા પાણીમાં ખાબક્યો, ફાયર ટીમે જીવ બચાવ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Khadi Live Rescue Operation: સુરતના નાના વરાછા વિસ્તારમાં આજે એક હૃદયધબકારા વધારી દે તેવી ઘટના સામે આવી છે. ચીકુવાડી નજીક આવેલી રવિ પાર્ક સોસાયટી પાસે એક બીમાર વ્યક્તિનો અચાનક પગ લપસી જતાં તેઓ નજીકની ખાડીમાં ખાબક્યા હતા. જોકે, ઘટનાની જાણ થતાં જ કાપોદ્રા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને વ્યક્તિનો જીવ બચાવી લીધો હતો.

મળતી માહિતી મુજબ, રવિ પાર્ક સોસાયટી પાસેથી પસાર થઈ રહેલા આ બીમાર વ્યક્તિનો શારીરિક નબળાઈ કે અસાવધાનીના કારણે અચાનક પગ લપસ્યો હતો અને તેઓ સીધા ખાડીના ઊંડા પાણીમાં જઈ પડ્યા હતા. આ ઘટના જોઈને આસપાસના સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
ફાયર ટીમે દેખાડી ત્વરિતતા, જીવ બચાવ્યો
ઘટનાની ગંભીરતા જોઈ કાપોદ્રા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયરના જવાનોએ વગર કોઈ વિલંબે ખાડીમાં રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી અને આ વ્યક્તિને સુખરૂપ બહાર કાઢ્યો હતો.
વ્યક્તિ બીમાર હોવાની સાથે ખાડીમાં પડવાને કારણે તેને નાની-મોટી ઈજાઓ થઈ હોવાથી, પ્રાથમિક બચાવ બાદ ફાયર ટીમે તેને તાત્કાલિક અસરથી સારવાર અર્થે નજીકની હૉસ્પિટલમાં ખસેડ્યો છે. ફાયર બ્રિગેડની સમયસૂચકતાને કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી અને સ્થાનિકોએ ફાયર ટીમની કામગીરીને બિરદાવી હતી.









