Baroda
વડોદરામાં સવારથી સતત વરસાદ : બપોરે 12 વાગ્યા સુધીમાં 1 ઈચ વરસાદ નોંધાયો
By GS Team
23 Jul 20261 min read
વડોદરામાં રેડ એલર્ટ વચ્ચે આજે સવારથી જ શ્રીકાર વરસાદ પડી રહ્યો છે, જેનાથી જનજીવન પ્રભાવિત થયું છે. ગઈ રાતથી સતત વરસી રહેલા વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને વિશ્વામિત્રી નદીમાં પાણીની આવક વધી છે. સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધીમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં 2 ઈંચ સુધી વરસાદ પડ્યો છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Rain: વડોદરામાં રેડ એલર્ટ વચ્ચે આજે સવારથી જ શ્રીકાર વરસાદ પડી રહ્યો છે. સતત પડતા વરસાદના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે. ગઈ રાત્રે પણ વડોદરામાં ધોધમાર વરસાદ નોંધાયો હતો ત્યારબાદ આજે સવારથી શરૂ થયેલ વરસાદ અવિરત ચાલુ રહ્યો છે.
સતત વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ સાથે વિશ્વામિત્રી નદીમાં પણ પાણીની આવક વધી છે. વડોદરામાં આજે સવારે 06:00 વાગ્યાથી બપોરે 12:00 વાગ્યા સુધી એક ઈચ વરસાદ ખાબક્યો છે આ સાથે જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ બે ઇંચ સુધી વરસાદ નોંધાયો છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડતા ધરતી પુત્રોએ રાહત અનુભવી છે.