Surat

સુરતમાં રથયાત્રા પૂર્વે ક્રાઈમ બ્રાન્ચનું 'ઓપરેશન રેમ્બો': 70થી વધુ અસામાજિક તત્વો તીક્ષ્ણ હથિયારો સાથે ઝડપાયા

By GS Team
11 Jul 20262 mins read
TukuTouch Logo
સુરત ક્રાઈમ બ્રાન્ચે આગામી જગન્નાથજીની રથયાત્રા પૂર્વે સુરક્ષા જાળવવા 'ઓપરેશન રેમ્બો' હાથ ધર્યું. આ ઓપરેશન અંતર્ગત, શહેરમાંથી હત્યા, લૂંટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા 70થી વધુ અસામાજિક તત્ત્વોને તીક્ષ્ણ હથિયારો સાથે ઝડપી પાડવામાં આવ્યા. પોલીસે કાયદો હાથમાં લેનારાઓને પાસા અને તડીપાર જેવી કડક કાર્યવાહીની ચેતવણી આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં રથયાત્રા પૂર્વે ક્રાઈમ બ્રાન્ચનું 'ઓપરેશન રેમ્બો': 70થી વધુ અસામાજિક તત્વો તીક્ષ્ણ હથિયારો સાથે ઝડપાયા

Surat Crime Branch Operation Rambo: આગામી પવિત્ર અષાઢી બીજના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે સુરત શહેર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ એક્શન મોડમાં આવી ગઈ છે. શહેરમાં શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ જાળવી રાખવા માટે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

'ઓપરેશન રેમ્બો' અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચનો મોટો સપાટો

સુરત ક્રાઈમ બ્રાન્ચે ગુનેગારો અને અસામાજિક તત્ત્વોને ડામી દેવા માટે ખાસ 'ઓપરેશન રેમ્બો' લોન્ચ કર્યું હતું. આ ઓપરેશન અંતર્ગત પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડીને ભૂતકાળમાં હત્યા, લૂંટ, મારામારી જેવા અલગ-અલગ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા છે.

70થી વધુ અસામાજિક તત્ત્વો હથિયારો સાથે ઝડપાયા

આ મેગા ઓપરેશન દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે કુલ 70થી વધારે અસામાજિક તત્ત્વોની અટકાયત કરી છે. ચોંકાવનારી વાત એ છે કે પકડાયેલા આ તત્ત્વો પાસેથી મોટી સંખ્યામાં તીક્ષ્ણ હથિયારો મળી આવ્યા છે. રથયાત્રા જેવા મોટા તહેવાર પહેલા આટલી મોટી સંખ્યામાં હથિયારો પકડાતા પોલીસે કોઈ મોટી અનિચ્છનીય ઘટના બને તે પહેલા જ તેને નિષ્ફળ બનાવી દીધી છે.

કાયદો હાથમાં લેનારાઓને પોલીસની ખુલ્લી ચેતવણી

આ મોટી કાર્યવાહી સાથે જ સુરત પોલીસે અસામાજિક તત્ત્વોને કડક શબ્દોમાં ખુલ્લી ચેતવણી આપી દીધી છે કે, જો કોઈ પણ વ્યક્તિ ગેરકાયદેસર હથિયાર સાથે પકડાશે કે કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરશે, તો તેની સામે સહેજ પણ ચલાવી લેવામાં નહીં આવે. આવા તત્ત્વોને સીધા જેલ ભેગા કરવામાં આવશે અને તેમની વિરુદ્ધ પાસા (PASA) તેમજ તડીપાર જેવી કડક કાનૂની કાર્યવાહી કરીને જેલના સળિયા પાછળ ધકેલી દેવાશે.