Surat

સુરતમાં નીકળી દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ઇસ્કોન રથયાત્રા, ભક્તોની ભારે ભીડ ઉમટતાં મહિલાઓ કચડાતાં બચી!

By GS Team
16 Jul 20262 mins read
TukuTouch Logo
સુરતમાં અષાઢી બીજના પાવન પર્વે 8 સ્થળોએથી રથયાત્રા નીકળી હતી. જેમાં ઇસ્કોન મંદિરની 18 કિલોમીટર લાંબી રથયાત્રા મુખ્ય આકર્ષણ હતી. મુંબઈથી મંગાવેલો લોખંડનો નવો રથ સુરતના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થયો. હજારો ભક્તોએ દર્શનનો લાભ લીધો. ભીડને કારણે મહિલાઓ કચડાતા બચી, જોકે મોટી દુર્ઘટના ટળી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ડ્રોન કેમેરાથી સુરક્ષા જાળવવામાં આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં નીકળી દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ઇસ્કોન રથયાત્રા, ભક્તોની ભારે ભીડ ઉમટતાં મહિલાઓ કચડાતાં બચી!

Surat ISKCON Rath Yatra 2026: અષાઢી બીજના પાવન પર્વે ડાયમંડ સિટી સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારે હર્ષોલ્લાસ સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. આ વર્ષે સુરત શહેરમાં વિવિધ 8 જગ્યાએથી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દક્ષિણ ગુજરાતની સૌથી લાંબી અને ભવ્ય એવી ઇસ્કોન મંદિરની રથયાત્રા ભક્તો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની હતી.



મુંબઈથી મંગાવાયો ખાસ લોખંડનો નવો રથ

સુરતમાં ઇસ્કોન મંદિર દ્વારા કાઢવામાં આવેલી આ રથયાત્રા અંદાજે 18 કિલોમીટર લાંબી હતી. આ વર્ષે ઇસ્કોન મંદિર દ્વારા એક નવો જ રથ મુંબઈથી ખાસ મંગાવવામાં આવ્યો હતો. આ નવા રથની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને પરંપરાગત લાકડાને બદલે સંપૂર્ણપણે મજબૂત લોખંડમાંથી તૈયાર કરવામાં આવ્યો છે.

આ ભવ્ય રથયાત્રા સુરતના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થઈ હતી, જેમાં સુરત રેલ્વે સ્ટેશન, રીંગરોડ, એશિયાની સૌથી મોટી ટેક્સટાઇલ માર્કેટ, ઉધના દરવાજા, મજુરાગેટ, અઠવાગેટ, અડાજન પાટીયા અને રાંદેર રોડ જેવા વિવિધ વ્યસ્ત વિસ્તારોનો સમાવેશ થાય છે. રથયાત્રાનું ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રા જહાંગીરપુરા ખાતે આવેલા ઇસ્કોન મંદિરે પહોંચીને સંપન્ન થઈ હતી. હજારો ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ભારે ભીડ વચ્ચે અફરાતફરી: મહિલાઓ કચડાતા બચી

રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના દર્શન કરવા માટે ભક્તોનું પ્રચંડ ઘોડાપૂર ઉમટ્યું હતું. ભક્તોની ભીડે ભગવાનના રથ સુધી પહોંચવા અને રથનું દોરડું ખેંચવા માટે પડાપડી કરી હતી. જેના કારણે અનેક મહિલા ભક્તો નીચે પડી ગઈ હતી. જો કે, સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી અને મહિલાઓ સહેજમાં બચી ગઈ હતી. ભક્તોની આ બેકાબૂ બનેલી ભીડ અને ભારે ઉત્સાહને સંભાળવામાં ત્યાં હાજર સુરક્ષાકર્મીઓને નાકે દમ આવી ગયો હતો.

Gujarat Samachar - 2026-07-16T182809.360.jpg

આ પણ વાંચો: ધોળકામાં 'જય રણછોડ'ના નાદ સાથે 2 ભવ્ય રથયાત્રા નીકળી: ભીડ વચ્ચે મહિલા બેભાન, લોકોએ દાખવી અનોખી માનવતા

ડ્રોન કેમેરા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત

રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સુરત પોલીસ દ્વારા સમગ્ર રૂટ પર હજારો પોલીસ જવાનો, એસઆરપી (SRP), હોમગાર્ડ અને ઉચ્ચ અધિકારીઓનો ચુસ્ત કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. ખાસ કરીને સુરતના સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે ડ્રોન કેમેરા અને સીસીટીવી (CCTV) નેટવર્ક દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી હતી.