India

ઇ૨૦ ના જોઈતું હોય તો શુદ્ધ પેટ્રોલ ખરીદો અને વધુ કિંમત ચૂકવો : ગડકરી

By GS Team
16 Jul 20262 mins read
TukuTouch Logo
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નવી દિલ્હીમાં E20 ઇંધણનો બચાવ કર્યો. તેમણે કહ્યું કે, જેમને E20 ન ખરીદવું હોય, તેઓ 100% શુદ્ધ પેટ્રોલ વધુ ખર્ચે ખરીદી શકે છે. ગડકરીએ ઇથેનોલ, હાઇડ્રોજન અને ઇલેક્ટ્રિક વાહનો જેવા વૈકલ્પિક ઇંધણના ઉપયોગ પર ભાર મૂક્યો. તેમણે ક્રૂડ ઓઇલની આયાત ઘટાડવા શેરડી, મકાઈ કે ચોખામાંથી બનતા ઇથેનોલને સમર્થન આપ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇ૨૦ ના જોઈતું હોય તો શુદ્ધ પેટ્રોલ ખરીદો અને વધુ કિંમત ચૂકવો : ગડકરી

નવી દિલ્હી: ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ ઇ૨૦ અંગે સવાલો ઉઠી રહ્યા છે એવામાં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ ફરી આ ઇ૨૦ ઇંધણનો બચાવ કર્યો હતો. સાથે જ તેમણે વિરોધીઓને કહ્યું હતું કે જો તમારે ઇ૨૦ ના ખરીદવું હોય તો ૧૦૦ શુદ્ધ પેટ્રોલ ખરીદી શકો છો પરંતુ તેના માટે વધુ ખર્ચ કરવો પડશે. ગડકરીએ ઇથેનોલવાળા પેટ્રોલને લઇને સરકારના નિર્ણયનું સમર્થન કર્યું હતું.
ગડકરીએ કહ્યું હતું કે હું હંમેશા થનોલ, હાઇડ્રોજન અને ઇલેક્ટ્રિક વાહનો જેવા વૈકલ્પિક ઇંધણનું સમર્થન કરતો આવ્યો છું, માત્ર ઇથેનોલનું જ સમર્થન નથી કરી રહ્યો.
પોતાના પુત્રનો વેપાર વધી રહ્યો છે તેવા સવાલના જવાબમાં ગડકરીએ કહ્યું હતું કે અમારા પરિવારમાં વર્ષોથી શુગર મિલ છે, મારા પુત્રો આ બિઝનેસ ચલાવે છે. જ્યારે ઇથેનોલ બ્લેડિંગ પ્રોગ્રામ કેન્દ્ર સરકારનું પેટ્રોલિયમ મંત્રાલય ચલાવે છે તેથી હું પરિવારને વેપાર કે કેન્દ્રના ઇથેનોલ પ્રોગ્રામ બેમાંથી એકેય સાથે નથી સંકળાયેલો.
કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું હતું કે ભારત સૌથી વધુ ક્રૂડ ઓઇલની આયાત કરનારો દેશ છે, હું માત્ર શેરડીમાંથી બનતા ઇથેનોલનું સમર્થન નથી કરી રહ્યો, મકાઇથી પણ ઇથેનોલ બને છે, તો કેટલીક જગ્યાએ ચોખા અને બાંસમાંથી પણ બનાવાય છે. બ્રાઝીલ વર્ષોથી ઇથેનોલનો ઉપયોગ કરતુ આવ્યું છે અને ત્યાં કોઇ જ સમસ્યા નથી સામે આવી. ૧૦૦ ટકા શુદ્ધ પેટ્રોલ આપવાના સવાલ પર ગડકરીએ કહ્યું હતું કે જો માત્ર પેટ્રોલ જ ખરીદવું હોય તો વધુ રૂપિયા ચુકવવા પડશે. ઇ૮૫ની કિંમત ઇ૨૦ કરતા પણ ઓછી છે.