VIDEO: સુરત મહાનગરપાલિકાની કચેરીમાં વિજિલન્સની રેઇડ! લેટ લતીફ કર્મચારીઓ મોં છુપાવીને ભાગતા નજરે પડ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat SMC Office Vigilance Raid: સમયસર ઓફિસે ન આવતા અને કામચોરી કરતા કર્મચારીઓ સામે સુરત મ્યુનિસિપલ કમિશનરે લાલ આંખ કરી છે. કમિશનરના આદેશથી વિજિલન્સ ટીમે SMCની મુખ્ય કચેરી સહિત તમામ વિભાગોમાં આકસ્મિક દરોડા પાડ્યા હતા.
સુરત મહાનગરપાલિકાની કચેરીમાં વિજિલન્સની રેઇડ!
એક તરફ મુખ્ય દરવાજે વિજિલન્સ કડક ચેકિંગ કરી રહી હતી, ત્યારે બીજી તરફ પાલિકા કચેરી પાછળની ગલીમાં મોડા આવેલા અનેક કર્મચારીઓ છુપાઈને ઊભા હતા. પણ જેવા ત્યાં મીડિયાના કેમેરા પહોંચ્યા, કે તરત જ પકડાઈ જવાના ડરથી કર્મચારીઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી અને તેઓ મોં છુપાવીને ભાગવા લાગ્યા હતા.
લેટ લતીફ કર્મચારીઓ મોં છુપાવીને ભાગતા નજરે પડ્યા
સુરત મહા નગરપાલિકા કચેરીમાં કામ કરતા કર્મચારીઓ લેટ આવતા હોવાની અનેક ફરિયાદ બાદ નવા કમિશનર એક્શન મોડમાં આવ્યા હતા. જેમાં કચેરી ખાતે વિજિલન્સ તપાસ અને મોડા આવતા કર્મચારીને લઈને ડેપ્યુટી કમિશનરે સ્પષ્ટ ચેતવણી આપી કે, 'બાયોમેટ્રિક હાજરી સાથે ક્રોસ વેરિફિકેશન કરીને નિયમોનું ઉલ્લંઘન કરનારા તમામ કર્મચારીઓને મેમો અપાશે. વારંવાર મોડા આવનારની સીએલ કાપીને ગેરહાજર ગણવામાં આવશે, પછી તે નાનો કર્મચારી હોય કે એક્ઝિક્યુટિવ એન્જિનિયર. હાલ આ કડક તપાસથી મોડા આવતા કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.'




