Surat

'હિન્દુ ધર્મ પૂરો થઈ જશે, મુસ્લિમ બની જાઓ...', સુરત રેગિંગકાંડમાં સસ્પેન્ડેડ HOD ડૉ. સુમૈયા મુલ્લા પર ગંભીર આરોપો

By GS Team
20 Aug 20263 mins read
TukuTouch Logo
સુરતમાં ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં માઇક્રોબાયોલોજીના HOD ડૉ. સુમૈયા મુલ્લાને 90 દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે. જોકે, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ તેમના પર હિન્દુ વિરોધી માનસિકતા અને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાના ગંભીર આરોપો લગાવ્યા છે. એક વિદ્યાર્થિનીએ તેમને નમાજ પઢવા મજબૂર કરવા અને આત્મહત્યાનો વિચાર આવવા સુધીના માનસિક ત્રાસની વાત કરી હતી. વિદ્યાર્થીઓ કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'હિન્દુ ધર્મ પૂરો થઈ જશે, મુસ્લિમ બની જાઓ...', સુરત રેગિંગકાંડમાં સસ્પેન્ડેડ HOD ડૉ. સુમૈયા મુલ્લા પર ગંભીર આરોપો

Surat Ragging Case Dr. Sumaiya Mulla Allegations: સુરતમાં ડૉ. હર્ષ પંડ્યા આપઘાત અને રેગિંગ કેસમાં માઇક્રોબાયોલોજી વિભાગના HOD ડૉ. સુમૈયા મુલ્લાને 90 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો કે, આ નિર્ણય બાદ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ડૉ. સુમૈયા મુલ્લા વિરુદ્ધ અત્યંત ગંભીર અને ચોંકાવનારા ખુલાસાઓ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે, HOD હિન્દુ વિરોધી માનસિકતા ધરાવતા હતા અને વિદ્યાર્થીઓ પર કલમા પઢવા તથા નમાજ અદા કરવા દબાણ કરતા હતા.

રૂમમાં લઈ જઈ નમાજ પઢાવાતી, માનસિક ત્રાસથી આત્મહત્યાનો વિચાર આવ્યો: ભૂતપૂર્વ વિદ્યાર્થિની

એક ભૂતપૂર્વ રેસિડેન્ટ વિદ્યાર્થિનીએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, "રેસિડેન્સી દરમિયાન મને એક રૂમમાં લઈ જઈને નમાજ પઢવાની ફરજ પાડવામાં આવી હતી. જે રીતે તેઓ હાથ-મોઢું ધોવે (વઝૂ કરે) તે જ રીતે મને કરવા કહેવામાં આવતું હતું. મને એટલી હદે માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હતો કે મેં આત્મહત્યા કરવાનો વિચાર કરી લીધો હતો. પરંતુ મારા માતા-પિતા, મિત્રો અને સપોર્ટિવ સ્ટાફના કારણે હું આ કદમ ઉઠાવતા બચી ગઈ."

પરીક્ષામાં વીડિયો શૂટિંગ અને કરિયર બગાડવાનો પ્રયાસ

પીડિત વિદ્યાર્થિનીએ વધુમાં ઉમેર્યું કે, 'ડૉ. સુમૈયાના કારણે જ તેનું MD એક વર્ષ મોડું પૂરું થયું હતું. પરીક્ષા વખતે અન્ય સ્ટાફને બહાર કાઢીને તેઓ જાતે બેસતા અને વિદ્યાર્થિનીના વીડિયો ઉતારતા હતા. એક તબક્કે છ મહિના માટે ડિટેઇન કરીને નાપાસ પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ડૉ. સુમૈયા વિદ્યાર્થીઓ પાસે પોતાની પ્રાઇવેટ લેબના કામ પણ કરાવતા હતા.'

હિન્દુ ધર્મ પૂરો થઈ જશે, મુસ્લિમ બની જાઓ: ધર્મ પરિવર્તન માટે દબાણ

અન્ય એક કિસ્સાનો ઉલ્લેખ કરતા વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, ડૉ. સુમૈયા અવારનવાર હિન્દુ ધર્મ વિશે અણછાજતી ટિપ્પણીઓ કરતા હતા. એક કાર્યક્રમ દરમિયાન તેમણે અન્ય એક મેડમને કહ્યું હતું કે, "તમે ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ બની જાઓ, હિન્દુ ધર્મમાં કંઈ રાખ્યું નથી અને તે ટૂંક સમયમાં પૂરો થઈ જવાનો છે."

90 દિવસનું સસ્પેન્શન નિરાશાજનક, કડક કાર્યવાહીની માગ

વિદ્યાર્થીઓનો આરોપ છે કે, ભૂતકાળમાં પણ ડૉ. સુમૈયા વિરુદ્ધ અનેક ફરિયાદો કરવામાં આવી હતી, પરંતુ દર વખતે કોઈ અગમ્ય કારણોસર તેઓ તપાસમાંથી નિર્દોષ છૂટી જતા હતા. માત્ર 90 દિવસનું સસ્પેન્શન ખૂબ જ નિરાશાજનક છે. પીડિત વિદ્યાર્થીઓએ સવાલ ઉઠાવ્યો છે કે, તેમની પાછળ કોનો હાથ છે અને તેઓએ માગ કરી છે કે આવા માનસિક ત્રાસ આપનાર સામે આકરામાં આકરી કાર્યવાહી થવી જોઈએ.

આ પણ વાંચો: સુરત મેડિકલ કોલેજ રેગિંગ પ્રકરણ: માઇક્રોબાયોલોજીના પ્રોફેસર ડૉ. સુમૈયા મુલ્લા 90 દિવસ માટે સસ્પેન્ડ

મળતી માહિતી મુજબ, ડૉ. સુમૈયા મુલ્લાએ પેહલા હિન્દુ હતા અને તેમનું નામ વીણા હતું. તેમણે મુલ્લાજી સાથે લગ્ન કર્યા બાદ તેઓએ મુસ્લિમ ધર્મ અંગીકાર કરી ધર્મપરિવર્તન કર્યું હતું અને વીણા માંથી સુમેયા બન્યા હતા. હિન્દુ હોવા છતાં પણ તેઓને હિન્દુ ધર્મ પ્રત્યે ખૂબ જ ધૃણા હતી. તેમની માનસિકતા હંમેશા હિન્દુ વિરોધી રહી હોવાનું વિદ્યાર્થીઓનું જણાવવું છે.