સુરત: આઉટર રિંગ રોડ બ્રિજના કામમાં હલકી ગુણવત્તાનું મટિરિયલ વપરાયાનો આક્ષેપ, SUDA અને SMCની કામગીરી શંકાના ઘેરામાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Outer Ring Road Bridge Corruption Allegations: સુરતના આઉટર રીંગરોડ પર બની રહેલા પુલમાં વપરાયેલા બ્લોક નબળી અને હલકી ગુણવત્તા જણાતા ભ્રષ્ટાચાર આક્ષેપ થઈ રહ્યા છે. પાંચ લાખ જેટલાં વાપરવામાં આવેલા બ્લોક માંથી મોટાભાગના બ્લોક ડિફેક્ટીવ હોવાનું સ્થાનિકોનું કહેવું છે. આ મામલે બે દિવસ પહેલા અધિકારીને જાણ કરતાં ભ્રષ્ટાચાર ઢાંકવા માટે રાતોરાત ટુકડા થઈ ગયેલા બ્લોક પર થીગડા મારીને બેસાડવામાં આવ્યા હતા.
સુરતના આઉટર રીંગરોડ પરના બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચારની આક્ષેપ
સ્થાનિકોનો આક્ષેપ છે કે, સુરત મહાનગરપાલિકા અને SUDA(સુરત શહેરી વિકાસ સત્તામંડળ હેઠળ)ના સહિયારા પ્રયાસે કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવી રહેલા 500 મીટરના બ્રિજની કામગીરીને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે.
પુલમાં વપરાયેલા બ્લોકની નબળી અને હલકી ગુણવત્તા!
પુલની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ મામલે જ્યારે અધિકારી પાસે પુલનો સીસી ક્યુબ રિપોર્ટ માંગવામાં આવ્યો ત્યારે તેમણે ગોળ ગોળ વાતો કરી રહ્યા છે. તેમજ અધિકારી પાસે સ્ટ્રક્ચર માટે ડેન્સિટી રિપોર્ટ માંગવામાં આવ્યો ત્યારે વાત ફેરવવામાં આવી હતી.
SUDA અને SMCની કામગીરી સામે ગંભીર સવાલો
આ ભ્રષ્ટાચાર અને નબળા બ્લોકની વિવાદિત કામગીરી સુરત શહેરની ફરતે બની રહેલા SUDAના 66 મીટર પહોળા સિક્સ-લેન આઉટર રિંગરોડ પ્રોજેક્ટની છે. જો કે, આ આઉટર રિંગરોડનો એક મોટો અને મહત્ત્વનો હિસ્સો વરાછા, મોટા વરાછા, વાલક અને સરથાણા જેવા વિસ્તારોને જોડે છે, તેથી આ વિવાદ વરાછા-કાપોદ્રા કનેક્ટિવિટીના બ્રિજ કામો સાથે પણ સીધો સંકળાયેલો છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત તાજેતરમાં કરોડોના ખર્ચે બનેલા વાલક બ્રિજ અને તેની આસપાસના એપ્રોચ રોડના કામોમાં ક્ષતિઓ સામે આવી છે. આ પ્રોજેક્ટ સમગ્ર સુરત શહેરની ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે SUDA અને SMC દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી રહેલો 66 મીટરનો આઉટર રિંગરોડ છે.
વિવાદ ક્યાં થયો?
ખાસ કરીને વરાછા, વાલક અને અબ્રામા તરફ જતા રિંગરોડના જે સેક્શનમાં નવા ફ્લાયઓવર અને જંક્શન બ્રિજ બની રહ્યા છે, ત્યાં વપરાયેલા મટીરીયલ સામે વિપક્ષ અને સ્થાનિકોએ સવાલો ઉઠાવ્યા છે.




