ગુજરાતમાં આગામી 3 દિવસ મેઘતાંડવની આગાહી: રેડ અને ઓરેન્જ ઍલર્ટ જાહેર, જાણો ક્યાં કેવો વરસાદ પડશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Weather Forecast Heavy Rain Alert: કચ્છ-સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વરસાદની મોટી ઘટ વચ્ચે ગુજરાતમાં ફરી વરસાદી હવામાન સક્રિય થયું છે. હવામાન વિભાગ અનુસાર, લો-પ્રેશર, મોનસૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિતની વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે 12થી 15 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં આગામી 3 દિવસ મેઘતાંડવની આગાહી વચ્ચે હવામાન વિભાગે દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં રેડ અને ઓરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે.
12 સપ્ટેમ્બરની આગાહી
શનિવારે(12 સપ્ટેમ્બર) દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપીમાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આવતીકાલે 20 જિલ્લામાં ઍલર્ટ
રેડ ઍલર્ટ: નવસારી, વલસાડ.
ઓરેન્જ ઍલર્ટ: અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ.
યલો ઍલર્ટ: અમદાવાદ, પોરબંદર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, નર્મદા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર.
14 સપ્ટેમ્બરની આગાહી
ઓરેન્જ ઍલર્ટ: નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ.
યલો ઍલર્ટ: કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ભરૂચ, સુરત, તાપી, ડાંગ.
15 સપ્ટેમ્બરની આગાહી
આગામી 15 સપ્ટેમ્બરના રોજ જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરંબદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને પગલે હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
4 વરસાદી સિસ્ટમ સક્રિય
લો-પ્રેશર: ઉત્તરપશ્ચિમ-મધ્યપશ્ચિમ બંગાળની ખાડી અને તેને અડીને આવેલા દક્ષિણ ઓડિશા-ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠા પર સર્જાયેલું લો-પ્રેશર 12 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 08:30 વાગ્યે દક્ષિણ છત્તીસગઢ અને તેની આસપાસના વિસ્તાર પર સ્થિર થયું છે. તેની સાથે સંકળાયેલા ચક્રવાતી પરિભ્રમણ દરિયાઈ સપાટીથી 7.6 કિ.મી. ઊંચાઈ સુધી વિસ્તરેલું છે, જે ઊંચાઈ સાથે દક્ષિણ-પશ્ચિમ તરફ નમેલું છે. આગામી 24 કલાક દરમિયાન તે દક્ષિણ છત્તીસગઢ અને વિદર્ભ થઈને પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.
મોનસૂન ટ્રફ: સરેરાશ દરિયાઈ સપાટી પર મોનસૂન ટ્રફ હાલમાં જેસલમેર, રાજગઢ, બેતુલ, દક્ષિણ છત્તીસગઢ અને આસપાસના લો-પ્રેશરના કેન્દ્ર, ગોપાલપુરથી પસાર થઈને પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ મધ્ય-પૂર્વ બંગાળની ખાડી તરફ જાય છે અને દરિયાઈ સપાટીથી 1.5 કિ.મી. ઊંચાઈ સુધી વિસ્તરેલી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ: ઉત્તર પાકિસ્તાન અને તેને અડીને આવેલા જમ્મુ પર દરિયાઈ સપાટીથી 3.1 અને 4.5 કિ.મી.ની વચ્ચે ચક્રવાતી પરિભ્રમણ તરીકે 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ' સક્રિય છે.
પવનની સ્થિતિ: નીચલા સ્તરે નૈઋત્યથી પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે.








