Surat

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગ કેસમાં નવો વળાંક: આગ લગાવતો ઇસમ CCTVમાં કેદ, અકસ્માત નહીં પણ કાવતરાની આશંકા

By GS Team
11 Sep 20261 min read
TukuTouch Logo
સુરતના સારોલીના શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગે ચોંકાવનારો વળાંક લીધો છે. 35 કલાકની જહેમત બાદ કાબૂમાં આવેલી આ આગ અકસ્માત નહીં, પરંતુ કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ઈરાદાપૂર્વક લગાવાઈ હોવાનું CCTV ફૂટેજમાં ખુલ્યું છે. પોલીસે 25 થી 30 કરોડના નુકસાન અંગે ગુનો નોંધી, આગ લગાવનારને શોધવા સઘન તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગ કેસમાં નવો વળાંક: આગ લગાવતો ઇસમ CCTVમાં કેદ, અકસ્માત નહીં પણ કાવતરાની આશંકા

Surat Fire News: સુરતના સારોલી વિસ્તારમાં આવેલા શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી ભયાનક આગની ઘટનામાં એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. આ આગ અકસ્માતે નહીં, પરંતુ કોઈ અજાણ્યા ઇસમ દ્વારા ઈરાદાપૂર્વક લગાવવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.પોલીસને તપાસ દરમિયાન સીસીટીવી (CCTV) ફૂટેજમાં આ અંગેના સ્પષ્ટ પુરાવા મળી આવ્યા છે.

આ વિકરાળ આગ પર કાબૂ મેળવવામાં ફાયર બ્રિગેડને 35 થી 36 કલાક જેટલો લાંબો સમય લાગ્યો હતો. આ આગના કારણે માર્કેટના વેપારીઓને આશરે 25 થી 30 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ આગ કોણે અને કયા કારણસર લગાવી હતી તે દિશામાં સઘન તપાસ હાથ ધરી છે.

10થી વધુ દુકાનો બળીને રાખ થઇ

ઉલ્લેખનીય છેકે, સુરતના સારોલી વિસ્તારમાં આવેલી પ્રસિદ્ધ શ્યામ સંગિની ટેક્સટાઇલ માર્કેટમાં નવમી સપ્ટેમ્બરના રોજ રાતે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. મોડી રાતે ફાયર કંટ્રોલ રૂમને આગ અંગેનો મેસેજ મળતાં જ તુરંત જ શરૂઆતમાં 6 ફાયર ફાઇટર વાહનો ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતી. જોકે, આગની ગંભીરતા અને ભયાનકતાને જોતાં તાત્કાલિક 'બ્રિગેડ કોલ' જાહેર કરવામાં આવ્યો હતો. અંદાજે 200થી વધુ ફાયર બ્રિગેડના કર્મચારીઓ પાણી મારો કરીને આગ પર કાબુ મેળવ્યો હતો. લગભગ 10થી વધુ દુકાનો બળીને રાખ થઇ ગયાના અહેવાલ સામે આવી રહ્યા છે.