સુરતમાં યુવકે લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ આચર્યું, આરોપી વલ્લભીપુરથી ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat News: સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના ગુનો નોંધાયો હતો. આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ ટેકનિકલ સર્વેલાન્સના આધારે આરોપીને ભાવનગરના વલ્લભીપુરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું
મળતી માહિતી અનુસાર, આરોપી રમેશ મહીડા (ઉં.વ. 20, રહે. સત્યનારાયણ સોસાયટી, સુરત; મૂળ રહે. નાની જીંજુડા, અમરેલી) અને પીડિત પરિવાર એક જ સોસાયટીમાં રહેતા હતા. આરોપીએ સગીરાને મોબાઈલ નંબર આપ્યો હતો અને સગીરા તેની માતાના ફોન મારફતે ટેલિફોનિક તથા વોટ્સએપથી તેના સંપર્કમાં હતી. આરોપીએ સગીરાની અણસમજનો ગેરફાયદો ઉઠાવી, નાબાલિક હોવાનું જાણવા છતાં લગ્નની લાલચ આપી પોતાના રૂમ પર બોલાવી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.
કાપોદ્રા પોલીસ મથકે BNS અને POSCO હેઠળ ગુનો દાખલ
આ ઘટનાની જાણ સગીરાના પરિવારને થતા આ મામલે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની વિવિધ કલમો 137(2), 64(2)એમ, 65(1), 87 તથા પોક્સો (POCSO) એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
પોલીસ તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ વર્કઆઉટના આધારે સામે આવ્યું હતું કે, આરોપી સુરત બહાર ભાગી રહ્યો છે. આરોપી ભાવનગર જિલ્લાના વલ્લભીપુર ખાતે હોવાની ચોક્કસ માહિતી મળતાં જ ત્યાં હાજર પોલીસની ટીમે આ ઓપરેશન પાર પાડી આરોપીને ભાગી જાય તે પહેલાં જ વલ્લભીપુરથી ઝડપી લીધો હતો.









