સુરતમાં ખાડીઓ ભયજનક સપાટી વટાવી ગઈ! ભેદવાડ અને સીમાડા ખાડી ઓવરફ્લો થતાં સોસાયટીઓમાં પૂર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat heavy Rain: સુરતમાં ભારે વરસાદથી જ્યાં જુઓ ત્યાં જળપ્રલય જેવા દૃશ્યો સર્જાયા છે. શહેરમાંથી પસાર થતી ખાડીઓ બંને કાંઠે વહેતી થતાં આજુબાજુના વિસ્તારોમાં પરિસ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે.
સુરતની ખાડી ઓવરફ્લો
સુરતના ઉમરપાડા, અંબિકા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અતિભારે વરસાદને લઈને શહેરની મીઠી ખાડી, ભેદવાડ અને સીમાડા ખાડી ઓવરફ્લો થઈ જતાં ખાડીના પાણી આસપાસના રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યા છે. જેમાં ભેદવાડ ખાડી 7.60 મીટરે અને સીમાડા ખાડી 4.70 મીટરની ભયજનક સપાટી વટાવીને ઓવરફ્લો થઈ રહી છે, જેના કારણે સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મૂકાયા છે.
સુરતમાં ક્યાં કેટલો વરસાદ (સવારે 6થી રાત્રે 8 વાગ્યાના આંકડા અનુસાર…)
ઓલપાડમાં 4.76 ઇંચ
ઉમરપાડામાં 15 ઇંચ
અંબિકામાં 8 ઇંચ
કામરેજમાં 7 ઇંચ









