ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, અમદાવાદ સહિત 20 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Weather Updates | ગુજરાતમાં મેઘરાજાએ જળબંબાકારની સ્થિતિ સર્જી છે. ગઈકાલથી વલસાડ, સુરત અને તાપી તથા બે કેન્દ્ર શાસિત પ્રદેશો દીવ-દમણ અને દાદરા નગર હવેલીનો તો જાણે વારો જ પાડી દીધો હોય એ રીતે ભયંકર વરસાદ પડી રહ્યો છે. વલસાડના ઉમરગામમાં તો રીતસરનું આભ ફાટ્યું છે અને 24 કલાકમાં જ 35 ઈંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. ત્યારે આગામી ત્રણ કલાક માટે નાઉકાસ્ટ હેઠળ હવામાન વિભાગે વધુ ડરામણી આગાહી કરી છે.
ક્યાં ક્યાં રેડ એલર્ટ?
અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, સુરત, વલસાડ, તાપી, ડાંગ, નવસારી, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ અને બે કેન્દ્રશાસિત પ્રદેશો દીવ-દમણ અને દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.









