Surat

સુરતના સરોલી સંગીની કાપડ માર્કેટમાં લાગી ભીષણ આગ: ફાયરની 22 ગાડીઓ વડે કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ, કારણ અકબંધ

By GS Team
28 Sep 20262 mins read
TukuTouch Logo
સુરતના સરોલી સંગીની કાપડ માર્કેટમાં આજે બપોરે ભીષણ આગ ફાટી નીકળતાં અફરાતફરી મચી ગઈ હતી. સંગીની હબ-2 ટેક્સટાઇલ માર્કેટના બીજા માળે અગમ્ય કારણોસર લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર બ્રિગેડની 22 ગાડીઓ અને ડેપ્યુટી સી.એફ.ઓ. સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. TTL અને હાઇડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ કરી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. સદનસીબે કોઈ જાનહાનિ નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતના સરોલી સંગીની કાપડ માર્કેટમાં લાગી ભીષણ આગ: ફાયરની 22 ગાડીઓ વડે કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ, કારણ અકબંધ

Surat Fire Incident: સુરતના સરોલી સંગીની કાપડ માર્કેટમાં ભીષણ આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. આગના બનાવને પગલે 20થી વધુ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. હાલ ફાયરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. જ્યારે માર્કેટમાં કયા કારણોસર આગ લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી.

સરોલી સંગીની કાપડ માર્કેટમાં લાગી ભીષણ આગ

મળતી માહિતી મુજબ, સુરતની કાપડ માર્કેટમાં આજે(28 સપ્ટેમ્બર) બપોરે અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠતાં ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. સંગીની હબ-2 ટેક્સટાઇલ માર્કેટના બીજા માળે કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી, જેણે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી પહોંચ્યો હતો.

ફાયરના ડેપ્યુટી સી.એફ.ઓ.ના જણાવ્યા અનુસાર, બપોરે 3:03 વાગ્યે આગનો કોલ મળતાની સાથે જ તાત્કાલિક ધોરણે 22 જેટલા ફાયર ટેન્ડરો અને ઝોનમાંથી વધારાના પાણીના ટેન્કરો ઘટનાસ્થળે રવાના કરી દેવાયા હતા. આગની તીવ્રતાને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા 'ટર્ન ટેબલ લેડર' (TTL) અને હાઇડ્રોલિક પ્લેટફોર્મ જેવા આધુનિક સાધનોની મદદથી આગ પર કાબૂ મેળવવાની કામગીરી પુરજોશમાં શરૂ કરવામાં આવી હતી. કાપડનો મોટો જથ્થો હોવાને કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા, પરંતુ ફાયર ફાઇટરોની કલાકોની ભારે જહમત બાદ આગને વધુ પ્રસરાતા અટકાવાના પ્રયાસો હાથ ધર્યા છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.