સુરતમાં ટ્રકની અડફેટે વૃદ્ધાનું કમકમાટીભર્યું મોત, અડધો કિલોમીટર સુધી મોપેડને ઘસેડ્યું, 2 ગંભીર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Truck Accident: સુરતમાં ગમખ્વાર અકસ્માતની ઘટના ઘટી છે. જેમાં શહેરના અબ્રામા ચોક પાસે ટ્રકની અડફેટે આવતાં વૃદ્ધાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. અકસ્માતમાં ટ્રકે અડધો કિલોમીટર સુધી મોપેડને ઘસેડ્યું હોવાનુ જણાય છે. બનાવને પગલે આસપાસના લોકોનુ ટોળુ ઉમટી પડ્યુ હતુ. ઘટના અંગે જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં ટ્રકની અડફેટે વૃદ્ધાનું કમકમાટીભર્યું મોત
સુરતના અબ્રામા ચોક ખાતે ટ્રક ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી એક મોપેડ અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે વૃદ્ધાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાને લઈને પોલીસ સ્થળ પર પહોંચીને મૃતકના મૃતદેહને પીએમ અર્થે મોકલ્યો હતો અને અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યાવાહી હાથ ધરી છે.




