World

ભારતીય મહિલા હોકી ટીમે એશિયાડમાં 44 વર્ષ પછી ગોલ્ડ જીત્યો, ફાઇનલમાં ચીનને 1-0 થી હરાવ્યું, આજે ભારતને 6 ગોલ્ડ મળ્યા

By GS Team
2 Oct 20263 mins read
TukuTouch Logo
એશિયન ગેમ્સ 2026ના 13મા દિવસે ભારતીય મહિલા હોકી ટીમે ચીનને 1-0થી હરાવી 44 વર્ષ બાદ ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચ્યો છે. લાલરેમસિયામીએ એકમાત્ર ગોલ કર્યો. આ જીત સાથે ટીમ લોસ એન્જલસ ઓલિમ્પિક 2028 માટે ક્વોલિફાય થઈ ગઈ છે. બોક્સિંગ, કુશ્તી અને તીરંદાજીમાં પણ ભારતે 6 ગોલ્ડ મેડલ જીતી મેડલ ટેલીમાં પાંચમું સ્થાન મેળવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતીય મહિલા હોકી ટીમે એશિયાડમાં 44 વર્ષ પછી ગોલ્ડ જીત્યો, ફાઇનલમાં ચીનને 1-0 થી હરાવ્યું, આજે ભારતને 6 ગોલ્ડ મળ્યા
IMAGE SOURCE- @TheHockeyIndia

India Women Hockey Gold Medal: એશિયન ગેમ્સ 2026નો આજે 2 ઑક્ટોબરના રોજ 13મો દિવસ છે. ભારતીય વુમન્સ હોકી ટીમે એશિયન ગેમ્સમાં 44 વર્ષ પછી ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ટીમે ફાઇનલમાં ચીનને 1-0 થી હરાવ્યું છે. ભારત માટે એકમાત્ર ગોલ લાલરેમસિયામીએ કર્યો. આ પહેલાં ભારતે 1982માં સાઉથ કોરિયાને હરાવીને ગોલ્ડ જીત્યો હતો. આજની જીત સાથે જ ભારતીય વુમન્સ હોકી ટીમ ઓલિમ્પિક 2028 માટે ડાયરેક્ટ ક્વોલિફાય થઈ ગઈ છે. આજે ભારતીય ખેલાડીઓ બોક્સિંગ, તીરંદાજી, વોલીબોલ, સેલિંગ, કેનો સ્લેલમ, હોકી, કુશ્તી, સેપક ટકરા, રગ્બી સેવન્સ, ગોલ્ફ, તાએકવૉન્ડો અને સાયકલિંગની સ્પર્ધાઓમાં પોતાનું દમખમ બતાવી રહ્યા છે. એશિયન ગેમ્સના 13મા દિવસે ભારત માટે બોક્સિંગ, હોકી, આર્ચરી અને કુશ્તીમાં મેડલ્સનો વરસાદ થઈ રહ્યો છે. ભારતે શાનદાર પ્રદર્શન કરીને મેડલ ટેલીમાં આગળ વધવાનો પ્રયાસ કર્યો છે.

ભારતના ખાતામાં આવ્યા 6 ગોલ્ડ મેડલ

આ અગાઉ એશિયન ગેમ્સના 12મા દિવસે એટલે કે 1 ઓક્ટોબરે ભારતના ખાતામાં 6 મેડલ આવ્યા હતા, જેમાં બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ સામેલ હતા. રેસલર નિતેશ સિવાચે મેન્સ 87 કિલોગ્રામ ગ્રીકો-રોમન કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે પ્રિન્સ નોબલ અને મનુ ફ્રાન્સિસની જોડીએ સેલિંગ(સ્કિફ ઇવેન્ટ)માં રજત પદક મેળવ્યો હતો. સ્ક્વોશમાં ભારતની મહિલા અને પુરુષ ટીમોએ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આ સિવાય મહિલા સેલિંગ અને તીરંદાજીની કમ્પાઉન્ડ ઇન્ડિવિજ્યુઅલ સ્પર્ધામાં પણ એક-એક બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.

એશિયન ગેમ્સ 2026: દિવસ 13ના મુખ્ય અપડેટ્સ
44 વર્ષ પછી ભારતની દીકરીઓ બની એશિયન ગેમ્સ ચેમ્પિયન
મહિલા હોકીમાં ભારતે ઇતિહાસ રચી દીધો છે. ફાઇનલમાં 4 વખતની ચેમ્પિયન ચીનને 1-0થી હરાવીને ભારતે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. આ જીતની સાથે જ ભારતે લોસ એન્જલસ ઓલિમ્પિક્સ માટે પણ ક્વોલિફાય કરી લીધું છે.

ફાઇનલ મેચની રોમાંચક પળો
હાફ ટાઇમ સુધી ભારત 1-0થી આગળ: લાલરેમસિયામીના ગોલની મદદથી ભારતીય મહિલા હોકી ટીમે ફાઇનલના પહેલા હાફમાં 1-0ની લીડ જાળવી રાખી હતી. બીજા ક્વાર્ટરમાં ચીનને પેનલ્ટી સ્ટ્રોક મળ્યો હતો, પરંતુ ગોલકીપર સવિતા પુનિયાએ શાનદાર સેવ કરીને ભારતની લીડ બચાવી લીધી હતી.

ત્રીજા ક્વાર્ટરમાં શાનદાર ડિફેન્સ: 33મી મિનિટે ચીનના પેનલ્ટી કોર્નર પર નવનીત કૌરે ગોલલાઇન પર ઉત્કૃષ્ટ સેવ કર્યો હતો. ચીનના સતત હુમલાઓ સામે ભારતીય ડિફેન્સે મજબૂત દિવાલ બનીને રક્ષણ કર્યું હતું. સલીમા ટેટેએ ફર્સ્ટ રશર તરીકે બોલનો જોરદાર પ્રહાર ઝીલ્યો હતો.

સુવર્ણ ઈતિહાસ: અંતિમ ક્વાર્ટરમાં પણ ચીનને એક પણ ગોલ ન કરવા દઈને ભારતીય ટીમે 1-0થી ઐતિહાસિક વિજય મેળવીને ગોલ્ડ મેડલ પર કબજો કર્યો હતો.

ભારતને એશિયન ગેમ્સના 13મા દિવસે 6 ગોલ્ડ મળ્યા. બોક્સર અંકુશ પંઘાલે મેન્સ 80 કિગ્રા વેઇટ કેટેગરીમાં ગોલ્ડ જીત્યો, તેના પહેલાં સુજીત કલકલે રેસલિંગના મેન્સ 65 કિગ્રા ફ્રીસ્ટાઇલમાં ગોલ્ડ પોતાના નામે કર્યો.

શુક્રવારે બોક્સર પરવીન હુડાએ વુમન્સ 65 કિગ્રા અને લવલીના બોરગોહેને વુમન્સ 75 કિગ્રા વેઇટ કેટેગરીમાં ગોલ્ડ જીત્યો. આ સાથે પહેલીવાર 3 ભારતીય બોક્સરો એક જ એશિયન ગેમ્સમાં ચેમ્પિયન બન્યા.

સવારે ભારતીય મહિલા તીરંદાજી ટીમે રિકર્વ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. વુમન્સ હોકીના ગોલ્ડ સાથે ભારતના કુલ 16 ગોલ્ડ થઈ ગયા છે અને તે મેડલ ટેલીમાં પાંચમા નંબર પર છે.