નુસરત ભરૂચાને બાલીમાં એક્સિડેન્ટ થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nusharat Bharucha Accident : એક અઠવાડિયા અગાઉ સોશ્યલ મિડિયા પર પોતાના વેકેશનની તસવીરો મુકનારી નુસરત ભરૂચાને બાલીમાં અકસ્માત થવાને પગલે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોવાના સમાચાર જાણવા મળ્યા છે. નુસરતને કેવી અને કેટલી ઇજા થઇ છે તેની વિગતો મળી નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર નુસરત બાલીમાં કોઇ પ્રોફેશનલ એસાઈનમેન્ટ માટે ગઇ હતી. કામ પુરૂ થયા બાદ તેણે પોતાનો સ્ટે લંબાવ્યો હતો. આ દરમ્યાન તેને અકસ્માત થતાં હવે તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આમ, નુસરતનો બાલીમાં રહેવાનું લંબાવવું પડયુ છે.
બે દાયકાથી લાંબી કરિઅર ધરાવતી નુસરતે 2006માં 'જય સંતોષી મા'ફિલ્મ સાથે હિન્દી ફિલ્મોમાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. અગાઉ એપ્રિલ 2023માં 'અકેલી' ફિલ્મના શૂટિંગ દરમ્યાન પણ તે આરસની ફરસ પર ઉંધે માથે પટકાઇ હતી. જાન્યુઆરી 2023માં પણ તેણે પોતાના ચહેરા પર ટાંકા લેવામાં આવી રહ્યા હોય તેવી સોશ્યલ મિડિયા પર પોસ્ટ મુકી ફિલ્મ 'છોરી ટુ'નો સીન કરતાં ઇજા થઇ હોવાનું જણાવ્યું હતું.




