VIDEO: 'દોષિતોએ ભારે કિંમત ચૂકવવી પડશે', ફ્લાયદુબઈની ઘટના બાદ ઈઝરાયલી PM નેતન્યાહૂનો એક્શન ઓર્ડર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Flydubai Cockpit Incident: ફ્લાયદુબઈ કોકપિટ ઘટના પર ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ એક્શન ઓર્ડર આપતા કહ્યું છે કે જે લોકો પણ આ ઘટના પાછળ છે, તેમણે તેની ભારે કિંમત ચૂકવવી પડશે. તપાસકર્તાઓનું માનવું છે કે ફ્લાયદુબઈ કોકપિટ ઘટનાના હુમલાખોરમાં ઈસ્લામિક કટ્ટરપંથની ભાવના આવી ગઈ હતી. તેનો ઈરાદો મુસાફરો સહિત વિમાનને ક્રેશ કરવાનો હતો.
નેતન્યાહૂએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક વીડિયો જાહેર કર્યો છે
નેતન્યાહૂએ પોતાના નિવેદનમાં કહ્યું-
જેમ-જેમ સમય વીતી રહ્યો છે, તેમ-તેમ ચિત્ર સ્પષ્ટ થતું જઈ રહ્યું છે. યાનીવ અને તેના બહાદુર મિત્રોએ 11 સપ્ટેમ્બર જેવી મોટી તબાહીને રોકી છે. હુમલાખોર ઈસ્લામિક કટ્ટરપંથથી પ્રભાવિત હતો. તે મુસાફરો સાથે વિમાનને ક્રેશ કરવા આવ્યો હતો. અમે હવે એ વાતની તપાસ કરી રહ્યા છીએ કે શું તેને મોકલવામાં આવ્યો હતો. જેણે પણ તેને મોકલ્યો છે, તેણે ભારે કિંમત ચૂકવવી પડશે.
યુએઈ અને ઇઝરાયેલ દ્વારા ત્રાસવાદી કૃત્ય ગણાવ્યું
આ પહેલાં યુએઈના પ્રેસિડેન્ટ એડવાઈઝર અન્વર ગર્ગશે બુધવારે થયેલી આ દુર્ઘટનાના પ્રયાસને આતંકવાદી કૃત્ય ગણાવ્યું હતું. આ પહેલીવાર હતું જ્યારે આ ઘટનાને લઈને કોઈ પણ પ્રકારે આતંકવાદી જોડાણ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ સિવાય કેપ્ટન સ્મિત મછારની પ્રશંસા કરતા ગર્ગશે કહ્યું કે પાયલટે એક સંભવિત મોટી દુર્ઘટના રોકીને સાહસ અને જવાબદારીનો સાચો અર્થ બતાવ્યો છે. આ સિવાય તેમણે અટકળો અને કાવતરાની થીયરીઓથી બચવાની પણ સલાહ આપી.
ઈરાની કનેક્શન સાથે જિહાદી એંગલથી તપાસ
બીજી તરફ ઇઝરાયેલના સંરક્ષણ મંત્રી કાત્ઝે આ ઘટનાને જિહાદી હુમલાનો પ્રયાસ ગણાવ્યો હતો. વળી, બેન્જામિન નેતન્યાહૂએ આ ઘટનાના તુરંત બાદ કહ્યું હતું કે તપાસકર્તાઓ એ વાતની પણ તપાસ કરી રહ્યા છે કે શું આ હુમલામાં ઈરાનનો કોઈ હાથ હતો. પરંતુ તેમણે એ પણ કહ્યું હતું કે અત્યારે કોઈ પણ તારણ પર પહોંચવું ખૂબ જ ઉતાવળિયું ગણાશે.
કોપાયલટ દ્વારા હુમલો અને વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ
યુએઈથી ઇઝરાયલના તેલ અવીવ જઈ રહેલી બોઇંગ 737 MAX 8 ફ્લાઇટમાં ઉડાન ભર્યાના અંદાજે 2.5 કલાક બાદ આ ગંભીર ઘટના બની હતી. કોપાયલટે (ઓમાની નાગરિક) અચાનક ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કર્યો હતો. જેના કારણે વિમાન 33,000 ફૂટની ઊંચાઈથી માત્ર 1 મિનિટમાં 17,000 ફૂટ પર આવી ગયું હતું. કોકપિટમાંથી કટોકટીના સંકેત માટે 7700 અને હાઇજેકિંગ માટે 7500 જેવા કોડ મોકલવામાં આવ્યા હતા. લોહીથી લથબથ હોવા છતાં કેપ્ટન સ્મિત મચ્છરે દરવાજો ખોલતા મુસાફરો અને ટ્રેઇની ક્રૂ સભ્યોએ હસ્તક્ષેપ કરીને કોપાયલટને કાબૂમાં લીધો હતો અને વિમાનનું સાઉદી અરેબિયાના તબુકમાં સુરક્ષિત પરંતુ ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું હતું.




