Sports

VIDEO: વર્લ્ડકપ જીત્યા બાદ કેપ્ટન હરમનપ્રીતે કોની માફી માંગી? જુઓ ભાવુક વીડિયો

By GS TEAM
3 Nov 20252 mins read
TukuTouch Logo
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે (બીજી નવેમ્બર, ૨૦૨૫) નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને પહેલીવાર ICC મહિલા ODI વર્લ્ડ કપ જીતીને પોતાનું અને દેશનું સપનું સાકાર કર્યું. આ ઐતિહાસિક જીત બાદ ટીમની ઉજવણીમાં એક અત્યંત ભાવનાત્મક ક્ષણ જોવા મળી, જ્યારે કેપ્ટન હરમનપ્રીત કૌરે આ ટ્રોફી પૂર્વ દિગ્ગજ ખેલાડીઓને અર્પણ કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: વર્લ્ડકપ જીત્યા બાદ કેપ્ટન હરમનપ્રીતે કોની માફી માંગી? જુઓ ભાવુક વીડિયો

Women’s World Cup Final: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે (બીજી નવેમ્બર, ૨૦૨૫) નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને પહેલીવાર ICC મહિલા ODI વર્લ્ડ કપ જીતીને પોતાનું અને દેશનું સપનું સાકાર કર્યું. આ ઐતિહાસિક જીત બાદ ટીમની ઉજવણીમાં એક અત્યંત ભાવનાત્મક ક્ષણ જોવા મળી, જ્યારે કેપ્ટન હરમનપ્રીત કૌરે આ ટ્રોફી પૂર્વ દિગ્ગજ ખેલાડીઓને અર્પણ કરી.

પૂર્વ ખેલાડીઓનું સન્માન: એક ભાવનાત્મક વીડિયો વાઈરલ

વર્લ્ડ ચેમ્પિયન ટ્રોફી મેળવ્યા બાદ ભારતીય ટીમે જોરદાર ઉજવણી કરી હતી. આ ઉજવણીનો સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા એક વીડિયોમાં કેપ્ટન હરમનપ્રીત કૌર અને તેના સાથી ખેલાડીઓ ડ્રેસિંગ રૂમની બહાર પૂર્વ ભારતીય દિગ્ગજ ખેલાડીઓનું સન્માન કરતા જોવા મળ્યા હતા.


હરમનપ્રીત કૌરે આ ટ્રોફી અંજુમ ચોપરા, મિતાલી રાજ અને ઝુલન ગોસ્વામી જેવી પૂર્વ ખેલાડીઓને અર્પણ કરી હતી. આ યાદગાર ક્ષણે હરમનપ્રીત કૌરે મિતાલી રાજ અને ઝુલન ગોસ્વામીને ભેટીને ભાવુક અંદાજમાં કહ્યું, 'દીદી, આ તમારા માટે છે.'  આ દરમિયાન ભારતીય કેપ્ટને એક ખાસ માફી પણ માંગી. તેણે ઉમેર્યું, 'ગઈ વખતે તમારા માટે વર્લ્ડ કપ ન જીતી શક્યા તે બદલ હું માફી માંગુ છું.'

આ પણ વાંચો: BCCIએ ચાલુ સીરિઝ વચ્ચે કુલદીપ યાદવને ભારતીય ટીમમાંથી રીલીઝ કર્યો, જાણો કારણ

આ પળોએ ક્રિકેટ ચાહકોને ભાવુક કરી દીધા હતા, કારણ કે આ પૂર્વ ખેલાડીઓ લાંબા સમયથી ભારતને વર્લ્ડ કપ જીતાડવાનું સપનું જોતા હતા અને તે તેમના નિવૃત્તિ પછી સાકાર થયું. ટીમની આ ઉજવણીએ પૂર્વ અને વર્તમાન પેઢી વચ્ચેના મજબૂત બંધનને દર્શાવ્યું હતું.