BCCIએ ચાલુ સીરિઝ વચ્ચે કુલદીપ યાદવને ભારતીય ટીમમાંથી રીલીઝ કર્યો, જાણો કારણ

IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પહોંચેલી ભારતીય T20I ટીમમાંથી સ્ટાર સ્પિનર કુલદીપ યાદવને રીલીઝ કરી દેવામાં આવ્યો છે. ત્રીજી T20I માટે કુલદીપને પ્લેઈંગ ઇલેવનમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. હવે તે ભારત પાછો ફરશે. BCCI એ આની પાછળનું મોટું કારણ જણાવ્યું છે.
ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી T20I સીરિઝ માટે કુલદીપ યાદવને ભારતીય ટીમમાંથી રીલીઝ કરી દેવામાં આવ્યો છે. BCCI એ કુલદીપ યાદવને ટીમ ઈન્ડિયાની ટીમમાંથી રીલીઝ કરવા અંગે એક નિવેદન જારી કર્યું છે.
કુલદીપ યાદવને ભારતીય ટીમમાંથી કર્યો રીલીઝ
નિવેદન પ્રમાણે દેશમાં પરત ફર્યા બાદ કુલદીપ દક્ષિણ આફ્રિકા-A ટીમ સામેની બે મેચની અનઓફિશિયલ ટેસ્ટ મેચની સીરિઝની બીજી મેચમાં ટીમ ઈન્ડિયા-A ટીમ માટે રમશે. ભારતીય ટીમ આ મહિને દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે ટેસ્ટ સીરિઝ રમશે.
દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સીરિઝ
નોંધનીય છે કે, ભારતીય ટીમ 14 નવેમ્બરથી ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે બે ટેસ્ટ મેચની સીરિઝ રમશે. તેની તૈયારી પર BCCIનું ફોકસ છે. આને જ ધ્યાનમાં રાખીને કુલદીપને ટેસ્ટ સીરિઝની તૈયારી માટે પૂરતો સમય મળે તે માટે વહેલા ઘરે બોલાવી લેવામાં આવ્યો છે.
આ ખેલાડી પણ રમશે
ઈન્ડિયા-A ટીમની કેપ્ટનશીપ સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત કરી રહ્યો છે. ભારતીય ટીમે પહેલી મેચ 3 વિકેટથી જીતી હતી. બીજી તરફ હવે બીજી મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11માં કુલદીપ યાદવ ઉપરાંત મોહમ્મદ સિરાજ અને કેએલ રાહુલ પણ રમતા દેખાશે.
બીજી અનઓફિશિયલ ટેસ્ટ મેચ માટે ઈન્ડિયા-A ટીમ
રિષભ પંત (કેપ્ટન, વિકેટકીપર), કેએલ રાહુલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), સાઈ સુદર્શન (વાઈસ-કેપ્ટન), દેવદત્ત પડિક્કલ, ઋતુરાજ ગાયકવાડ, હર્ષ દુબે, તનુષ કોટિયાન, માનવ સુથાર, ખલીલ અહેમદ, ગુરનૂર બરાડ, અભિમન્યુ ઈશ્વરન, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ અને કુલદીપ યાદવ.

