Sports

એશિયન ગેમ્સમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ થવાની કેટલી શક્યતા? જાણો સમીકરણ

By GS Team
13 Aug 20262 mins read
TukuTouch Logo
જાપાનના આઈચી-નાગોયામાં યોજાનારી Asian Games 2026માં ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો ક્વાર્ટર ફાઇનલમાં આમને-સામને નહીં આવે. બંને ટીમોને અલગ-અલગ ક્વાર્ટર ફાઇનલમાં રખાઈ છે, જેથી ચાહકોને ફાઇનલ કે બ્રોન્ઝ-મેડલ પ્લે-ઓફ સુધી રાહ જોવી પડશે. 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર દરમિયાન યોજાનારી આ રમતોમાં ક્રિકેટ મેચો 17 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર દરમિયાન નાગોયાના પાલોમા મિઝુહો સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ શ્રેયસ અય્યરના નેતૃત્વમાં ભાગ લેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

એશિયન ગેમ્સમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ થવાની કેટલી શક્યતા? જાણો સમીકરણ

Asian Games 2026 : જાપાનના આઈચી-નાગોયામાં યોજાનારી એશિયન ગેમ્સમાં ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો વચ્ચે શરૂઆતના તબક્કામાં કોઈ મુકાબલો નહીં થાય. બંને ટીમોને અલગ-અલગ ક્વાર્ટર ફાઇનલમાં રાખવામાં આવી છે. જેના કારણે ફેન્સે સંભવિત મહામુકાબલા માટે નોકઆઉટ સ્ટેજ સુધી રાહ જોવી પડશે. એશિયન ગેમ્સનું આયોજન 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર દરમિયાન થવાનું છે. જ્યારે ક્રિકેટની મેચો 17 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર દરમિયાન રમાશે.

અલગ-અલગ ક્વાર્ટર ફાઇનલ

ભારતીય પુરુષ ટીમને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવી અન્ય એશિયન દિગ્ગજ ટીમો સાથે સીધી ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન આપવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર, ભારતને ક્વાર્ટર ફાઇનલ 2માં રાખવામાં આવ્યું છે. જ્યારે પાકિસ્તાન ક્વાર્ટર ફાઇનલ 1માં રમશે. બંને વચ્ચે મેચ 28 સપ્ટેમ્બરે યોજાશે. સેમિફાઇનલ ડ્રો મુજબ બંને પ્રતિદ્વંદ્વીઓ અંતિમ ચારમાં સામસામે નહીં આવી શકે. જો બંને ટીમો પોતપોતાની મેચ જીતી જશે, તો તેમની વચ્ચે માત્ર ફાઇનલ કે બ્રોન્ઝ-મેડલ પ્લે-ઓફમાં જ ટક્કર થઈ શકે છે.

નાગોયામાં રમાશે મેચ

તમામ ક્રિકેટ મેચ નાગોયાના પાલોમા મિઝુહો સ્ટેડિયમમાં ટી-20 ફોર્મેટમાં રમાશે. મહિલાઓની સ્પર્ધા 17 સપ્ટેમ્બરથી શરૂ થઈને 22 સપ્ટેમ્બરે ફાઇનલ સાથે પૂર્ણ થશે, ત્યારબાદ પુરુષોની મેચો શરૂ થશે. પુરુષ ઇવેન્ટમાં 10 ટીમો અને મહિલા ઇવેન્ટમાં આઠ ટીમો ભાગ લઈ રહી છે. બંને સેમિફાઇનલ 1 ઓક્ટોબરે યોજાવાની છે.

ભારતની ટીમ જાહેર

આ મહાટૂર્નામેન્ટ માટે ભારતે શ્રેયસ અય્યર અને હરમનપ્રીત કૌરની કેપ્ટનશિપ હેઠળ પોતાની ટીમો પહેલેથી જ જાહેર કરી દીધી છે. પુરુષ ટીમમાં શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, ઇશાન કિશન, શિવમ દુબે, તિલક વર્મા, નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વાશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને વૈભવ સૂર્યવંશીનો સમાવેશ થાય છે.