Astro

વાંચો તમારું 12 ઓગસ્ટ 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
12 Aug 20261 min read
TukuTouch Logo
આજનું રાશિફળ મેષથી મીન રાશિના જાતકો માટે વિવિધ ભવિષ્યવાણીઓ લઈને આવ્યું છે. મેષ રાશિના જાતકોને શાંતિ નહીં મળે, જ્યારે વૃષભ રાશિને સહકાર મળશે. કર્ક રાશિના અગત્યના કામનો ઉકેલ આવશે. સિંહ રાશિને મુશ્કેલીઓ નડશે, જ્યારે મીન રાશિને ધંધામાં આકસ્મિક ઘરાકી મળશે. અગ્નિદત્ત પદમનાભે આ ભવિષ્યવાણીઓ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 12 ઓગસ્ટ 2026નું રાશિ ભવિષ્ય

મેષ : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. જમીન-મકાન-વાહનના કામમાં સંભાળવું.
વૃષભ : આપના કામમાં ઉપરીવર્ગ - સહકાર્યકર વર્ગ- નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
મિથુન : કૌટુંબિક-પારિવારીક કામકાજ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય. પરંતુ આનંદ રહે. કામનો ઉકેલ આવતો જાય.
કર્ક : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. રાજકીય-સરકારી કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.
સિંહ : આપને કામમાં કોઈ ને કોઈ રૂકાવટ-મુશ્કેલી અનુભવાય. કોર્ટ-કચેરીના કામમાં આપે વાદ-વિવાદ-ગેરસમજથી સંભાળવું.
કન્યા : આપના કાર્યની સાથે ઘર-પરિવાર - સગા-સંબંધી વર્ગ-મિત્રવર્ગના કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. ખર્ચ જણાય.
તુલા : નોકરી-ધંધાની સાથે સામાજિક-વ્યવહારિક કામકાજમાં વ્યસ્ત રહેવાનું બને. આપના દોડધામ-શ્રમમાં વધારો થાય.
વૃશ્ચિક : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે.
ન : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતા રહે. કામ કરવાની ઈચ્છા થાય નહીં.
મકર : આપને જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર મળી રહેવાથી કામનો ઉકેલ લાવી શકો.
કુંભ : સીઝનલ ધંધામાં આપે ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું. માલનો ભરાવો કરવો નહીં. મોસાળપક્ષ-સાસરી પક્ષનું કામકાજ જણાય.
મીન : આપની બુદ્ધિ- અનુભવ- આવડત-મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
અગ્નિદત્ત પદમનાભ