Get The App

VIDEO: IPL 2026ની ફાઈનલમાં વોશિંગ્ટન સુંદરના કેચ પર વિવાદ, અમ્પયાર સાથે RCB કેપ્ટનની રકઝક

Updated: May 31st, 2026

GS TEAM

Google News
Google News
VIDEO: IPL 2026ની ફાઈનલમાં વોશિંગ્ટન સુંદરના કેચ પર વિવાદ, અમ્પયાર સાથે RCB કેપ્ટનની રકઝક 1 - image
Image: @starsportsindia /@jiohotstar

Washington Sundar Controversial Catch IPL 2026 Fi Match: IPL 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાયેલી હાઈ-વોલ્ટેજ મેચમાં એક મોટો વિવાદ સામે આવ્યો છે. મેચ દરમિયાન ગુજરાત ટાઇટન્સના ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરના એક વિવાદાસ્પદ 'નોટ આઉટ' નિર્ણયે મેદાન પર અને સોશિયલ મીડિયા પર ભારે ગરમાવો લાવી દીધો છે. RCBના બોલર જેકબ ડફી અને ફિલ્ડર રજત પાટીદાર સહિત આખી ટીમ અમ્પાયરના આ આશ્ચર્યજનક નિર્ણયથી સ્તબ્ધ થઈ ગઈ હતી. IPL 2026ની ફાઈનલમાં વોશિંગ્ટન સુંદરના કેચ પર વિવાદ થતા અમ્પયાર સાથે RCB કેપ્ટનની રકઝક જોવા મળી હતી.


શું છે સમગ્ર વિવાદ?

ગુજરાત ટાઇટન્સની ઇનિંગ્સ દરમિયાન ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર જેકબ ડફીની ઓવરમાં વોશિંગ્ટન સુંદરે એક શોટ હવામાં રમ્યો હતો. 30 યાર્ડના સર્કલની અંદર ઉભેલા રજત પાટીદારે ડાઇવ લગાવીને એક શાનદાર કેચ પકડી લીધો હોવાનો દાવો કર્યો હતો. RCBના ખેલાડીઓએ જોરદાર અપીલ કરી અને મેદાન પરના અમ્પાયરે સોફ્ટ સિગ્નલ અથવા નિર્ણય માટે મામલો થર્ડ અમ્પાયર સુધી પહોંચ્યો હતો.

થર્ડ અમ્પાયરે જ્યારે અલગ-અલગ એંગલથી રિપ્લે જોયો, ત્યારે એક ફ્રેમમાં એવું લાગતું હતું કે બોલ પાટીદારના હાથમાં આવતા પહેલા જમીનને અડી ગયો હોઈ શકે છે, જ્યારે બીજા એંગલથી કેચ એકદમ ક્લીન દેખાતો હતો. થર્ડ અમ્પાયરે લાંબી ચર્ચા અને વિઝ્યુઅલ્સ જોયા બાદ 'બેનિફિટ ઓફ ડાઉટ' બેટ્સમેન વોશિંગ્ટન સુંદરની તરફેણમાં આપ્યો અને તેને 'નોટ આઉટ' જાહેર કર્યો હતો.

રજત પાટીદાર અને જેકબ ડફીનો આક્રોશ

અમ્પાયર સ્ક્રીન પર 'NOT OUT' લખાઈને આવતા જ બોલર જેકબ ડફી માથું પકડીને બેસી ગયો હતો. કેચ પકડનાર રજત પાટીદાર પણ અમ્પાયરની નજીક જઈને પોતાનો અસંતોષ વ્યક્ત કરતો કેમેરામાં કેદ થયો હતો. RCBના કેપ્ટન અને અન્ય સિનિયર ખેલાડીઓએ પણ મેદાન પરના અમ્પાયરો સાથે આ અંગે ઉગ્ર ચર્ચા કરી હતી, પરંતુ નિયમ મુજબ થર્ડ અમ્પાયરનો નિર્ણય આખરી હોવાથી ટીમે ભારે નારાજગી સાથે મેચ આગળ વધારવી પડી હતી.

સોશિયલ મીડિયા પર અમ્પાયરિંગ ટ્રોલ

આ નિર્ણય બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ક્રિકેટ ફેન્સનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. RCBના ચાહકોએ આ નિર્ણયને 'બ્લિંડ અમ્પાયરિંગ' ગણાવીને આકરી ટીકા કરી છે. ક્રિકેટના ઘણા પૂર્વ દિગ્ગજોએ પણ અભિપ્રાય આપ્યો છે કે આ ટેકનોલોજીના યુગમાં પણ જો આવા સ્પષ્ટ કેચ પકડી ન શકાતા હોય, તો થર્ડ અમ્પાયરની ભૂમિકા સામે સવાલો ઉભા થવા સ્વાભાવિક છે.