વિરાટ કોહલીએ યશસ્વીને શીખવ્યો ડાન્સ: જાડેજા હસી-હસીને લોટપોટ, મેચનો ફની વીડિયો વાઈરલ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Virat Kohli Dances With Jaiswal: ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી મેદાન પર પોતાના બિન્દાસ અને મનોરંજક અંદાજ માટે હંમેશાં જાણીતો છે. 3 ઓક્ટોબરના રોજ મુલ્લાંપુરમાં વેસ્ટ ઇન્ડિઝ સામે રમાયેલી ત્રીજી વનડે દરમિયાન કોહલીનો આવો જ એક ખુશમિજાજ અંદાજ જોવા મળ્યો હતો. બેટિંગમાં ભલે તે નિષ્ફળ રહ્યો, પરંતુ મેદાન પર યશસ્વી જયસ્વાલ સાથેના તેના ડાન્સ મૂવ્સે સાથી ખેલાડીઓ સહિત કરોડો ચાહકોના દિલ જીતી લીધા છે.
ડ્રિન્ક્સ બ્રેક દરમિયાન કોહલી-જયસ્વાલની મસ્તી
ભારત જ્યારે વેસ્ટ ઇન્ડિઝ સામે 352 રનનો ટાર્ગેટ બચાવી રહ્યું હતું, ત્યારે બાઉન્ડ્રી પાસે ખેલાડીઓ ડ્રિન્ક્સ બ્રેક માટે ભેગા થયા હતા. આ દરમિયાન વિરાટ કોહલીએ અચાનક ડાન્સ કરવાનું શરૂ કર્યું અને યશસ્વી જયસ્વાલને સ્ટેપ્સ શીખવવા લાગ્યો હતો. યશસ્વીએ પણ કોહલીના ડાન્સ સ્ટેપ્સની ખૂબ જ ફની અંદાજમાં નકલ કરી, જેના પછી બંને જોરજોરથી હસવા લાગ્યા હતા. નજીકમાં ઊભેલો રવીન્દ્ર જાડેજા પણ આ બંનેની રમૂજી હરકતો જોઈને પોતાનું હાસ્ય રોકી શક્યો નહોતો. કેમેરામાં કેદ થયેલો આ મનોરંજક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
લાંબા સમય પછી 'ગોલ્ડન ડક' પર આઉટ થયો વિરાટ કોહલી
- બેટિંગની દ્રષ્ટિએ આ મેચ વિરાટ કોહલી માટે નિરાશાજનક રહી હતી.
- ભારતીય ઇનિંગ્સની ત્રીજી ઓવરમાં વેસ્ટ ઇન્ડિઝના બોલર જેડન સીલ્સે તેને પહેલા જ બોલ પર બોલ્ડ કરી દીધો હતો.
- આ સાથે કોહલી પોતાના વનડે કરિયરમાં ચોથી વાર 'ગોલ્ડન ડક' (પ્રથમ બોલ પર શૂન્ય રને આઉટ)નો ભોગ બન્યો હતો.
- રસપ્રદ વાત એ છે કે ડિસેમ્બર 2019 પછી કોહલી પહેલીવાર ગોલ્ડન ડક થયો છે. સંયોગવશાત્ છેલ્લી વખતે પણ તે વેસ્ટ ઇન્ડિઝ સામે જ કિરોન પોલાર્ડના બોલ પર શૂન્ય રને પેવેલિયન ભેગા થયો હતો.
વર્લ્ડ કપ 2027 અંગે કેપ્ટન ગિલનું નિવેદન
મેચ બાદ ભારતીય કેપ્ટન શુભમન ગિલે વિરાટ કોહલી અને રોહિત શર્માના ક્રિકેટ વર્લ્ડ કપ 2027માં રમવા અંગે હકારાત્મક સંકેત આપ્યા છે. ગિલે જણાવ્યું કે બંને સિનિયર ખેલાડીઓની તાજેતરની ફોર્મ જોતાં સમગ્ર ટીમને તેમની ક્ષમતા અને અનુભવ પર સંપૂર્ણ ભરોસો છે.




