Sports

વિરાટ કોહલીએ વન-ડેમાં 55મી આંતરરાષ્ટ્રીય કરિયરની 86મી સદી ફટકારી, ઘરઆંગણે શતકમાં સચિનના રેકોર્ડની બરાબરી કરી

By GS Team
27 Sep 20262 mins read
TukuTouch Logo
વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં વિરાટ કોહલીએ પોતાની 86મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી. આ સાથે તેણે 55 વનડે સદી પૂરી કરી. કોહલીએ ભારતમાં 42 સદી ફટકારી સચિનનો રેકોર્ડ તોડ્યો અને 15,000 વનડે રન પૂરા કરનાર બીજો ભારતીય બન્યો. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે 10મી વનડે સદી ફટકારી ઇતિહાસ રચ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

વિરાટ કોહલીએ વન-ડેમાં 55મી આંતરરાષ્ટ્રીય કરિયરની 86મી સદી ફટકારી, ઘરઆંગણે શતકમાં સચિનના રેકોર્ડની બરાબરી કરી

Virat Kohli 86th international century : વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડે મેચમાં વિરાટ કોહલીએ સદી ફટકારતાં અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. કોહલીની આંતરરાષ્ટ્રીય કરિયરની 86મી સદી છે. વનડેમાં તેની કુલ સદીઓની સંખ્યા 55 થઈ ગઈ છે. 30 સદી ટેસ્ટમાં ફટકારી છે અને 1 ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદીની ઈનિંગ રમી છે. વિરાટ કોહલીએ વનડે ક્રિકેટમાં 15,000 રન પૂરા કર્યા જે સાથે તે સચિન બાદ આ સિદ્ધિ હાંસલ કરનારો બીજો બેટર બની ગયો છે

ભારતમાં 42મી ઈન્ટરનેશનલ સદી સાથે સચિનની બરાબરી

વિરાટ કોહલીએ ભારતમાં રમતા પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની 42મી સદી પૂરી કરી લીધી. આ સાથે જ તેમણે ઘરઆંગણે સૌથી વધુ ઈન્ટરનેશનલ સદી ફટકારવાના મામલે સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી, જોકે કોહલીએ આ સિદ્ધિ માત્ર 260 ઈનિંગ્સમાં હાંસલ કરી જ્યારે સચિનને 313 ઈનિંગ્સ લાગી હતી.

કોઈ એક દેશમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન

વિરાટ કોહલીએ વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરીને સચિન તેંડુલકર (6976)ને પાછળ છોડી દીધા. કોહલી હવે કોઈ એક દેશમાં વનડેમાં સૌથી વધુ (6983) રન બનાવનાર બેટ્સમેન બની ગયા છે અને તેમણે આ સિદ્ધિ ભારતમાં હાંસલ કરી.

વિરાટની વેસ્ટ ઈન્ડિઝ સામે 10મી વનડે સદી

વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામે પોતાની 10મી વનડે સદી ફટકારીને ઈતિહાસ રચ્યો. તેઓ કોઈ એક ટીમ સામે સૌથી વધુ વનડે સદી ફટકારવાના મામલે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને પહોંચી ગયા છે. કોહલીના નામે હવે શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ, બંને સામે 10-10 વનડે સદી છે.

વિરાટના કરિયરની ત્રીજી સૌથી ઝડપી વનડે સદી

વિરાટ કોહલીએ માત્ર 74 બોલમાં સદી પૂરી કરી, જે તેમના વનડે કરિયરની ત્રીજી સૌથી ઝડપી સદી છે. આનાથી ઝડપી સદી તેમણે 2013માં ઓસ્ટ્રેલિયા સામે જયપુર (52 બોલ) અને નાગપુર (61 બોલ)માં ફટકારી હતી.

વનડે કારકિર્દીના 15,000 રન પૂરા

ભારતીય ક્રિકેટ ટીમના રન મશીન વિરાટ કોહલીએ વનડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વેસ્ટ ઇન્ડીઝ સામે રમાઈ રહેલી મેચમાં વિરાટ કોહલીએ પોતાની વનડે કારકિર્દીના 15,000 રન પૂરા કરીને ઘણા રેકોર્ડ ધ્વસ્ત કરવાનું કામ કર્યું છે. વનડે ક્રિકેટના ઇતિહાસમાં 15,000 રનના આંકડાને સ્પર્શનારા વિરાટ કોહલી વિશ્વના માત્ર બીજા બેટ્સમેન બની ગયા છે. તેમના પહેલાં આ મહાન રેકોર્ડ ફક્ત માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના નામે નોંધાયેલો હતો.

  • સચિન તેંડુલકર (ભારત): 18,426 રન
  • વિરાટ કોહલી (ભારત): 15,000+ રન
  • કુમાર સંગાકારા (શ્રીલંકા): 14,234 રન
  • રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા): 13,704 રન
  • સનાથ જયસૂર્યા (શ્રીલંકા): 13,430 રન