Sports

પીવી સિંધુના કમબેક પાછળ વિરાટ કોહલીનો હાથ! 2 વર્ષ બાદ ટાઈટલ જીતીને આપ્યો શ્રેય

By GS Team
21 Jul 20263 mins read
TukuTouch Logo
ઓલિમ્પિક મેડાલિસ્ટ પીવી સિંધુએ જાપાન ઓપન સુપર-750 જીત્યા બાદ પોતાની વાપસીનો શ્રેય ક્રિકેટર વિરાટ કોહલીને આપ્યો છે. 2 વર્ષ બાદ ખિતાબ જીતનાર સિંધુએ જણાવ્યું કે, મુશ્કેલ સમયમાં કોહલીની સલાહે તેમને રમતમાંથી ખુશી શોધવા પ્રેર્યા. ઇજા અને ખરાબ પ્રદર્શન વચ્ચે કોહલીની સલાહ બાદ સિંધુએ 3.5 કિલો વજન ઘટાડી, ફિટનેસ અને નેટ ગેમ સુધારી, જેનું પરિણામ જાપાન ઓપનની જીતમાં જોવા મળ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

પીવી સિંધુના કમબેક પાછળ વિરાટ કોહલીનો હાથ! 2 વર્ષ બાદ ટાઈટલ જીતીને આપ્યો શ્રેય

PV Sindhu Credits Virat Kohli : ઓલિમ્પિક મેડાલિસ્ટ પીવી સિંધુએ પોતાની દમદાર વાપસીનો શ્રેય ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીને આપ્યો છે. તેમણે 2 દિવસ પહેલાં શનિવારે જાપાન ઓપન સુપર-750નો ખિતાબ જીત્યો અને મેડલ પોતાના નામે કર્યો છે. પી.વી સિંધુએ જાપાન ઓપનની ફાઇનલમાં ત્રણ વારની વર્લ્ડ ચેમ્પિયન અકાને યામાગુચીને 21-17, 21-17 થી હરાવી હતી.જેમાં સિંધુએ લગભગ 2 વર્ષ પછી આ ખિતાબ પોતાના નામે કર્યો છે. 31 વર્ષની પીવી સિંધુએ એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાના કમબેકમાં કોહલીની ભૂમિકાનો મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, કરિયરના સૌથી મુશ્કેલ તબક્કામાં તેમણે વિરાટ પાસે સલાહ લીધી હતી, અને તેમની એક શિખામણે સમગ્ર વિચાર બલવી નાંખ્યો હતો.

સિંધુની 2 વાતો

સિંધુએ લખ્યું કે, 'મેં સતત ઇજાઓ, ખરાબ પ્રદર્શન અને માનસિક દબાણ વચ્ચે વિરાટ કોહલીનો સંપર્ક કર્યો. કોહલીએ થોડી જ મિનિટોમાં જવાબ આપ્યો અને પછીના દિવસે તેમની સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમના પતિ વેંકટ દત્તા સાઈ પણ હાજર હતા.'

સિંધુએ કહ્યું કે, 'ઇજા દરમિયાન ઘણી વાર આત્મવિશ્વાસ ડગમગ્યો, પરંતુ મેં મારી જાત પરનો ભરોસો ગુમાવ્યો નહીં. જાપાન ઓપનનો આ ખિતાબ માત્ર એક ટ્રોફી નથી, પરંતુ એ વાતની સાબિતી છે કે, મારી સફર હજુ પૂરી નથી થઈ.'

સિંધુની વાપસીમાં કોનો શું ફાળો?

  1. કોહલી: ટ્રોફી પાછળ ભાગવાને બદલે રમતમાંથી ખુશી શોધવાની સલાહ આપી
    સિંધુએ કહ્યું કે, તે મુલાકાતમાં થયેલી વાતચીત અંગત રહેશે, પરંતુ વિરાટની સૌથી મોટી શીખ એ હતી કે, ટ્રોફી પાછળ ભાગવાને બદલે રમતમાં ફરીથી ખુશી શોધવી જોઈએ. તેમણે કહ્યું કે, હવે તેઓ સવારે 5:30 વાગ્યે પ્રેક્ટિસ માટે ટ્રોફી જીતવા માટે નહીં, પરંતુ રમત પ્રત્યેના પોતાના જુસ્સાને કારણે ઊઠે છે.

આ માનસિક ફેરફારની સાથે સિંધુએ પોતાની રમતમાં ઘણા સુધારા કર્યા. તેમણે લગભગ 3.5 કિલો વજન ઘટાડ્યું, નેટ ગેમને મજબૂત બનાવી, ડેટા આધારિત ટ્રેનિંગ અપનાવી અને ઇન્ડોનેશિયન કોચ ઇરવાંશાહ તથા સ્ટ્રેન્થ ટ્રેનર વેન લોમ્બાર્ડ સાથે ફિટનેસ પર વિશેષ કામ કર્યું.

  1. પતિ વેંકટ દત્તા: વાપસી માટે મેન્ટલી તૈયાર કર્યા
    પગના લિગામેન્ટની ઇજા પછી ડોક્ટર દિનશો પરદીવાલાએ સિંધુને પૂરો આરામ કરવાની સલાહ આપી. આ પછી દત્તા સાઈ તેમને અમેરિકાના અટલાન્ટા લઈ ગયા. જ્યાં પરિવાર વચ્ચે રહીને માનસિક રીતે સિંધુએ પોતાની જાતને ફરીથી તૈયાર કરી.

પેરીસ ઓલિમ્પિક્સ પછી ડેટા એનાલિટિક્સની મદદથી સિંધુની રમતનું વિશ્લેષણ કરવામાં આવ્યું. સાત ટ્રેકિંગ ડિવાઇસ દ્વારા ફિટનેસ, હાર્ટ રેટ, ઊંઘ, રિકવરી અને ટ્રેનિંગ લોડ પર સતત નજર રાખવામાં આવી. લગભગ 3.5 કિલો વજન ઘટાડવામાં આવ્યું, જ્યારે મસલ્સ જાળવી રાખવામાં આવ્યા.

  1. કોચ ઇરવાંશાહ: ગેમના ઘણા પાસાઓમાં સુધારો કર્યો
    કોચ ઇરવાંશાહને તેમની નેટ ગેમ, ધીરજ અને અટેકિંગ પેટર્ન પર કામ કર્યું. ટીમે અનફોર્સ્ડ એરર ઘટાડવા અને લાંબા સમય સુધી ઉચ્ચ સ્તરે રમવાની ક્ષમતા વિકસાવવા પર ફોકસ કર્યું. આ ફેરફારોની અસર સિંધુની રમતમાં જોવા મળી. તેમણે યામાગુચીને માત્ર 50 મિનિટમાં સીધા સેટોમાં હરાવી દીધી. તેમણે સેમિફાઇનલમાં વર્લ્ડ નંબર-4 ચીની ખેલાડી ચેન યુફેઈને હરાવી હતી.

સિંધુની નજર વર્લ્ડ ચેમ્પિયનશિપ પર

હવે સિંધુની નજર ચાઇના ઓપન, વર્લ્ડ ચેમ્પિયનશિપ અને લોસ એન્જલસ ઓલિમ્પિક્સ 2028 પર છે. તેમના પતિ વેંકટ દત્તા સાઈનું કહેવું છે કે, ટીમનો અંતિમ લક્ષ્ય હજુ પણ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતવાનો છે.