Sports

Vijay Hazare Trophy : વિદર્ભ ચેમ્પિયન, વિજય હજારે ટ્રોફીની ફાઈનલ મેચમાં સૌરાષ્ટ્રને હરાવ્યું, અર્થવની દમદાર સદી

By GS TEAM
18 Jan 20263 mins read
TukuTouch Logo
વિજય હઝારે ટ્રોફીની ફાઈનલ મેચમાં વિદર્ભે સૌરાષ્ટ્રને હરાવીને શાનદાર વિજય મેળવ્યો છે. આ રોમાંચક મેચમાં વિદર્ભની ટીમે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 8 વિકેટે 317 રનનો જંગી સ્કોર ઉભો કર્યો હતો, જેમાં અથર્વ તાઈડેએ શાનદાર સદી ફટકારી હતી. જવાબમાં સૌરાષ્ટ્રની ટીમ 48.5 ઓવરમાં 279 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. સૌરાષ્ટ્ર તરફથી પ્રેરક માંકડે લડાયક 88 રન બનાવ્યા હતા. બોલિંગમાં સૌરાષ્ટ્રના અંકુર પનવારે 4 વિકેટ ઝડપી હતી, જ્યારે વિદર્ભ તરફથી યશ ઠાકુરે સૌથી વધુ 4 વિકેટ લઈને જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

Vijay Hazare Trophy : વિદર્ભ ચેમ્પિયન, વિજય હજારે ટ્રોફીની ફાઈનલ મેચમાં સૌરાષ્ટ્રને હરાવ્યું, અર્થવની દમદાર સદી

Vijay Hazare Trophy Final Match, Vidarbha vs Saurashtra : વિજય હઝારે ટ્રોફીની ફાઈનલ મેચમાં વિદર્ભે સૌરાષ્ટ્રને હરાવીને શાનદાર વિજય મેળવ્યો છે. આ રોમાંચક મેચમાં વિદર્ભની ટીમે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 8 વિકેટે 317 રનનો જંગી સ્કોર ઉભો કર્યો હતો, જેમાં અથર્વ તાઈડેએ શાનદાર સદી ફટકારી હતી. જવાબમાં સૌરાષ્ટ્રની ટીમ 48.5 ઓવરમાં 279 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. સૌરાષ્ટ્ર તરફથી પ્રેરક માંકડે લડાયક 88 રન બનાવ્યા હતા. બોલિંગમાં સૌરાષ્ટ્રના અંકુર પનવારે 4 વિકેટ ઝડપી હતી, જ્યારે વિદર્ભ તરફથી યશ ઠાકુરે સૌથી વધુ 4 વિકેટ લઈને જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

અથર્વની સદી, યશ રાઠોડની પણ દમદાર બેટિંગ

વિદર્ભ તરફથી ઓપનિંગ બેટ્સમેન અથર્વ તાઈડેએ મેચની એકમાત્ર સદી નોંધાવી હતી. તેણે માત્ર 118 બોલનો સામનો કરતા 15 ચોગ્ગા અને 3 શાનદાર છગ્ગાની મદદથી 128 રનની આક્રમક ઈનિંગ રમી હતી. આ સિવાય અન્ય કોઈ બેટ્સમેન સદી ફટકારી શક્યા ન હતા, પરંતુ યશ રાઠોડે 61 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 54 રનની અડધી સદી નોંધાવી હતી.

વિદર્ભની ટીમનો સ્કોર

વિદર્ભના બેટ્સમેનોના પ્રદર્શનની વાત કરીએ તો, અથર્વ તાઈડેએ 118 બોલમાં 15 ફોર અને 3 સિક્સ સાથે 128 રન બનાવ્યા હતા. અમન મોખડેએ 45 બોલમાં 4 ફોર સાથે 33 રન, યશ રાઠોડે 61 બોલમાં 2 ફોર અને 2 સિક્સ સાથે 54 રન, રવિકુમાર સમર્થએ 21 બોલમાં 1 ફોર અને 1 સિક્સ સાથે 25 રન નોંધાવ્યા હતા. મોહમ્મદ ફેઝએ 15 બોલમાં 2 ફોર સાથે 19 રન, હર્ષ દુબેએ 15 બોલમાં 2 ફોર સાથે 17 રન, નાચિકેત ભૂતેએ 13 બોલમાં 8 રન અને રોહિત બિનકરે 3 બોલમાં 1 ફોર સાથે 5 રન કર્યા હતા. દર્શન નાલકાંડેએ 6 બોલમાં 1 ફોર અને 1 સિક્સ સાથે 14 રન તથા પાર્થ રેખડેએ 3 બોલમાં 1 રન બનાવી અણનમ રહ્યા હતા.

સૌરાષ્ટ્ર તરફથી અંકુર પનવારની ચાર વિકેટ

સૌરાષ્ટ્રના બોલરોમાં અંકુર પનવારે સૌથી સફળ બોલિંગ કરતા 10 ઓવરમાં 65 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. ચેતન સાકરિયાએ 10 ઓવરમાં 45 રન આપી 2 વિકેટ અને ચિરાગ જાનીએ 10 ઓવરમાં 65 રન આપી 2 વિકેટ મેળવી હતી. જ્યારે જયદેવ ઉનડકટ (10 ઓવરમાં 65 રન), પ્રેરક માંકડ (7 ઓવરમાં 43 રન) અને ધર્મેન્દ્રસિંહ જાડેજા (3 ઓવરમાં 27 રન) ને આ મેચમાં એક પણ વિકેટ મળી ન હતી.

આ પણ વાંચો : India vs New Zealand : ઈન્દોરમાં ટીમ ઈન્ડિયાની હાર, કોહલીની સદી બેકાર, ન્યૂઝીલેન્ડે સીરિઝ જીતી રચ્યો ઈતિહાસ

પ્રેરક માંકડ અને ચિરાગ જાનીની અડધી સદી

સૌરાષ્ટ્રના બેટ્સમેનોના દેખાવ પર નજર કરીએ તો, હાર્વિક દેસાઈએ 25 બોલમાં 3 ફોર અને 1 સિક્સ સાથે 20 રન કર્યા હતા. વિશ્વરાજ જાડેજાએ 11 બોલમાં 1 ફોર સાથે 9 રન, પ્રેરક માંકડે 92 બોલમાં 10 ફોર સાથે 88 રન, સમર ગજ્જરે 36 બોલમાં 3 ફોર સાથે 25 રન અને પાર્શ્વરાજ રાણાએ 20 બોલમાં 7 રન બનાવ્યા હતા. ચિરાગ જાનીએ 63 બોલમાં 3 ફોર અને 2 સિક્સ સાથે 64 રન, રુચિત આહિરે 23 બોલમાં 1 સિક્સ સાથે 21 રન, જયદેવ ઉનડકટે 5 બોલમાં 1 ફોર સાથે 6 રન, ધર્મેન્દ્રસિંહ જાડેજાએ 7 બોલમાં 1 ફોર સાથે 8 રન અને ચેતન સાકરિયાએ 12 બોલમાં 1 સિક્સ સાથે 11 રન નોંધાવ્યા હતા. અંકુર પનવાર શૂન્ય રને અણનમ રહ્યો હતો.

યશ ઠાકુરની ચાર વિકેટ

વિદર્ભના બોલરોમાં યશ ઠાકુરે 9.5 ઓવરમાં 50 રન આપીને 4 મહત્વની વિકેટો ઝડપી હતી. નાચિકેટ ભૂતેએ 9 ઓવરમાં 46 રન આપી 3 વિકેટ, દર્શન નાલકાંડેએ 10 ઓવરમાં 52 રન આપી 2 વિકેટ અને હર્ષ દુબેએ 10 ઓવરમાં 59 રન આપી 1 વિકેટ મેળવી હતી. જ્યારે પાર્થ રેખડેએ 10 ઓવર બોલિંગ કરી 69 રન આપ્યા હતા, પરંતુ તેને કોઈ સફળતા મળી ન હતી.