World

ઇરાનને 'શોલે'ના હાથ વગરના 'ઠાકુર' કેમ યાદ આવ્યા ? : યુએનની મજાક ઉડાડી

By GS Team
30 Sep 20261 min read
TukuTouch Logo
ભારત સ્થિત ઇરાની દૂતાવાસે સંયુક્ત રાષ્ટ્ર (UN) પર કટાક્ષ કરતું 'મીમ' શેર કર્યું છે. તેમાં UNને પાઠ્યપુસ્તકોમાં ડો. સ્ટ્રેન્જ જેવું શક્તિશાળી, પણ વાસ્તવમાં 'શોલે' ફિલ્મના હાથ વગરના ઠાકુર બલદેવ સિંહ જેવું દર્શાવાયું છે. UNની 81મી મહાસભાની બેઠક વચ્ચે આ મીમ વાયરલ થયું, જ્યારે UN અમેરિકા-ઈરાનને યુદ્ધ રોકવા કહી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇરાનને 'શોલે'ના હાથ વગરના 'ઠાકુર' કેમ યાદ આવ્યા ? : યુએનની મજાક ઉડાડી
  • ઇરાની દૂતાવાસે યુએન અંગે 'મીમ' શેર કર્યું : 'પુસ્તકોમાં યુએનને અનેક હાથોવાળા, ડૉ. સ્ટ્રેન્જ જેવું દર્શાવાયું છે હકીકતમાં તે હાથ વિનાનું છે.'

નવી દિલ્હી : ભારત સ્થિત ઇરાની દૂતાવાસે યુએન પર ભારે કટાક્ષ કરવા માટે બોલીવુડની ફિલ્મ શોલેમાં દર્શાવાયેલા ઠાકુર બલદેવ સિંહનું ઉદાહરણ ટાંક્યું હતું.
પાઠય-પુસ્તકોમાં યુએનની શક્તિ દર્શાવવા માટે તેને ડૉ. સ્ટ્રેન્જ સમક્ષ હજ્જારો હાથોવાળુ અને અતિ બળવાન દર્શાવવામાં આવ્યું છે. આ સામે ઇરાને યુએનને શોલેના ઠાકુર બલદેવસિંહ સમાન દર્શાવવામાં આવ્યું છે. પાઠયપુસ્તકોમાં યુએનને ડો. સ્ટ્રેન્જ સમાન અતિ બળવાન સુપર હીરો તરીકે દર્શાવવામાં આવ્યા છે.
આ સામે કટાક્ષ કરતાં મીમ પર ઇરાની દૂતાવાસે દર્શાવ્યું છે કે યુએન તે સુપર હીરો જેવું નથી, પરંતુ બોલીવૂડની ફિલ્મ શોલેના હાથ વિનાના ઠાકુર બલદેવ સિંહ જેવું છે. સાથે કેપ્શન મુકયું છે. હકીકતમાં યુએન દુતાવાસે આ કટાક્ષયુક્ત કેપ્શન અને ફોટોગ્રાફસ તેવે સમયે વાયરલ કર્યો છે કે જ્યારે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રોની ૮૧મી મહાસભાની બેઠક ચાલી રહી છે.
યુએન અમેરિકા- ઇરાન બંનેને યુધ્ધ બંધ કરવા અને શાંતિ સ્થાપવા કહી રહ્યું છે. પરંતુ યુએન ની તે સલાહ બંને દેશો અવગણી રહ્યા છે. અમેરિકા- ઇરાન યુધ્ધનો અંત આ તબક્કે તો દેખાતો નથી.