Sports

VIDEO : આવો ગોલ કદાજ જ જોયો હશે, કેબ્રલનો રોકેટ શોટ, મેસ્સીની ટીમ જોતી રહી ગઇ

By GS Team
4 Jul 20263 mins read
TukuTouch Logo
ફિફા વર્લ્ડ કપ 2026માં ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ 4 જુલાઈએ મિયામી સ્ટેડિયમમાં કેપ વર્ડે સામે 3-2થી રોમાંચક વિજય મેળવ્યો. લિઓનલ મેસ્સીની ટીમને 5 લાખની વસ્તીવાળા કેપ વર્ડેએ 120 મિનિટ સુધી જોરદાર ટક્કર આપી હતી. નિર્ણાયક ક્ષણે થયેલા 'ઓન ગોલ'થી આર્જેન્ટિના રાઉન્ડ ઓફ 32માં પહોંચ્યું, જ્યારે કેપ વર્ડેનું ઐતિહાસિક સપનું તૂટી ગયું. મેસ્સીએ ગોલ કરીને નવો રેકોર્ડ બનાવ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : આવો ગોલ કદાજ જ જોયો હશે, કેબ્રલનો રોકેટ શોટ, મેસ્સીની ટીમ જોતી રહી ગઇ

FIFA World Cup 2026: ફિફા વર્લ્ડ કપ 2026ના રાઉન્ડ ઓફ 32માં ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાને જીત તો મળી ગઈ, પરંતુ આ જીતે ટીમની નબળાઈઓ પણ છતી કરી દીધી. લિઓનલ મેસ્સીની કેપ્ટનશીપ વાળી આર્જેન્ટિનાને માત્ર 5 લાખની વસ્તી ધરાવતા નાનકડા દેશ કેપ વર્ડેએ 120 મિનિટ સુધી જોરદાર ટક્કર આપીને પરેશાન કરી મૂકી હતી. મુકાબલો એટલો રોમાંચક રહ્યો કે છેલ્લી મિનિટ સુધી એ નક્કી નહોતું કે ત્રણ વખતની વર્લ્ડ ચેમ્પિયન ટીમ આગલા રાઉન્ડમાં પહોંચી શકશે કે નહીં.

4 જુલાઈના રોજ યોજાયેલા આ રોમાંચક મુકાબલામાં લિઓનલ મેસ્સીની ટીમે ત્રણ વખત લીડ મેળવી હતી, પરંતુ કેપ વર્ડેએ બે વખત શાનદાર વાપસી કરીને સમગ્ર સ્ટેડિયમને ચોંકાવી મૂક્યુ હતું. અંતે એક 'ઓન ગોલ'એ આર્જેન્ટિનાને 3-2થી રોમાંચક જીત અપાવી અને આ સાથે જ કેપ વર્ડેનું ઐતિહાસિક સપનું તૂટી ગયું.

લગભગ 65 હજાર દર્શકોથી ખચાખચ ભરેલા મિયામી સ્ટેડિયમમાં લિઓનલ મેસ્સીના દરેક ટચ પર તાળીઓનો ગડગડાટ ગુંજી રહ્યો હતો. આર્જેન્ટિનાએ પણ શાનદાર શરૂઆત કરી હતી અને પ્રથમ હાફમાં મેસ્સીએ ગોલ ફટકારીને પોતાની ટીમને 1-0ની લીડ અપાવી દીધી હતી. પરંતુ કેપ વર્ડે દબાણમાં ન આવ્યું. બીજા હાફની 60મી મિનિટે ડેરૉય ડુઆર્ટેએ શાનદાર ગોલ કરીને સ્કોર 1-1ની બરાબરી પર લાવી દીધો હતો. નિર્ધારિત 90 મિનિટ સુધી બંને ટીમો બરાબરી પર રહેતા મુકાબલો એક્સ્ટ્રા ટાઈમમાં પહોંચી ગયો. એક્સ્ટ્રા ટાઈમ શરૂ થતાં જ લિસાન્દ્રો માર્ટિનેઝે આર્જેન્ટિનાને ફરી 2-1થી આગળ કરી દીધું હતું. એવું લાગી રહ્યું હતું કે મુકાબલો હવે અહીં જ પૂરો થઈ જશે, પરંતુ કેપ વર્ડેએ ફરીથી કમબેક કરવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો.

કેબ્રલનો શાનદાર ગોલ

થોડી જ મિનિટો બાદ સિડની લોપેસ કેબ્રલે બોક્સની બહારથી એવો શાનદાર રોકેટ શ લગાવ્યો કે બોલ સીધો ટોપ કોર્નરમાં જઈને સમાઈ ગયો. આ ગોલ એટલો શાનદાર હતો કે તેને અત્યારથી જ 'ગોલ ઓફ ધ ટૂર્નામેન્ટ'નો સૌથી મોટો દાવેદાર માનવામાં આવી રહ્યો છે. કેબ્રલનો આ ગોલ જોઈને ખુદ લિઓનલ મેસ્સી પણ હેરાન રહી ગયો હતો.

મેચ જ્યારે પેનલ્ટી શૂટઆઉટ તરફ વધતી દેખાઈ રહી હતી, ત્યારે જ આર્જેન્ટિનાને કોર્નર મળ્યો. મેસ્સીના શાનદાર ક્રોસ પર ક્રિસ્ટિયન રોમેરોએ હેડર લગાવ્યું, પરંતુ બોલ ડિફેન્ડર ડાઈની બોર્ગેસ સાથે અથડાઈને ગોલમાં જતો રહ્યો. આ આત્મઘાતી ગોલ (ઓન ગોલ) જ આ મુકાબલાની નિર્ણાયક ક્ષણ સાબિત થયો હતો. કેપ વર્ડેના ખેલાડીઓ મેદાન પર જ નિરાશ થઈને બેસી ગયા હતા, કારણ કે તેઓ ઈતિહાસ રચવાથી માત્ર થોડી જ મિનિટો દૂર હતા.

ઓન ગોલ પછી પણ કેપ વર્ડેએ હાર ન માની. ઈન્જરી ટાઈમમાં સિડની કેબ્રલે વધુ એક શાનદાર શૉટ લગાવ્યો, પરંતુ આર્જેન્ટિનાના ગોલકીપર એમિલિયાનો માર્ટિનેઝે અદભુત સેવ કરીને મેચને પેનલ્ટી શૂટઆઉટમાં જતાં બચાવી લીધી હતી.

મેસ્સીએ બનાવ્યો ખાસ રેકોર્ડ

આ મુકાબલામાં ગોલ કરવાની સાથે જ લિઓનલ મેસ્સીએ સતત આઠ વર્લ્ડ કપ મેચોમાં ગોલ કરવાનો પોતાનો રેકોર્ડ વધુ મજબૂત કરી લીધો છે. આ સાથે જ તેણે આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ કરનારા ખેલાડીઓની યાદીમાં કિલિયન એમ્બાપ્પે પર પોતાની લીડ પણ વધારી દીધી છે.

કેપ વર્ડેએ ચાહકોના દિલ જીત્યા

આ કેપ વર્ડેનો પ્રથમ ફિફા વર્લ્ડ કપ હતો, પરંતુ ટીમે પોતાના પ્રદર્શનથી સમગ્ર વિશ્વને પ્રભાવિત કર્યું છે. ગ્રુપ સ્ટેજમાં તેણે સ્પેન, ઉરુગ્વે અને સાઉદી અરેબિયા જેવી મજબૂત ટીમોને ડ્રો પર રોકીને નોકઆઉટમાં જગ્યા બનાવી હતી. હવે તેણે આર્જેન્ટિનાને પણ 120 મિનિટ સુધી કાંટાની ટક્કર આપીને સાબિત કરી દીધું કે ફૂટબોલમાં માત્ર મોટા નામ જ નહીં, મોટો જુસ્સો પણ મહત્વ રાખે છે.