Sports

VIDEO : ટ્રમ્પની ભારે ફજેતી, FIFA વર્લ્ડ કપની ફાઈનલમાં હુટિંગ, ઉજવણીમાં સામેલ થવાની કોશિશ કરતાં સ્ટેજ પરથી હટાવ્યા

By GS Team
20 Jul 20262 mins read
TukuTouch Logo
ફિફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં સ્પેને આર્જેન્ટિનાને 1-0થી હરાવી બીજી વખત ખિતાબ જીત્યો. અમેરિકામાં રમાયેલી આ મેચમાં ફેરાન ટોરેસે ગોલ કર્યો. રોમાંચક મુકાબલામાં મેસીની આંખોમાં આંસુ હતા. સમારોહમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને 80 હજાર દર્શકોના હૂટિંગનો સામનો કરવો પડ્યો હતો, અને તેમને ફિફા પ્રમુખે પોડિયમ પરથી ખસેડ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : ટ્રમ્પની ભારે ફજેતી, FIFA વર્લ્ડ કપની ફાઈનલમાં હુટિંગ, ઉજવણીમાં સામેલ થવાની કોશિશ કરતાં સ્ટેજ પરથી હટાવ્યા

Hooting of Donald trump during FIFA world cup 2026 : ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ 2026 ની રોમાંચક ફાઇનલમાં સ્પેનની યુવા અને જોશથી ભરેલી ટીમે વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટિનાને 1-0 થી હરાવીને બીજી વખત વિશ્વ વિજેતા બનવાનો તાજ પોતાના નામે કરી લીધો છે. સ્પેનની આક્રમક રમત અને શાનદાર ડિફેન્સ આગળ પોતાના કરિયરનો છેલ્લો વર્લ્ડ કપ રમી રહેલા લિયોનેલ મેસી પાસે પણ કોઈ જવાબ નહોતો. મેચ પૂરી થતાં જ સ્પેનની ટીમે ટ્રોફી ઉઠાવીને જશ્ન મનાવ્યો હતો. જ્યારે મેસીની આંખોમાં આખરી વર્લ્ડ કપ હારવાના આસુ છલકાઈ આવ્યા હતા. સ્પેન માટે આખી ટૂર્નામેન્ટમાં પોતાનો પહેલો પણ કરિયરનો સૌથી યાદગાર ગોલ ફેરાન ટોરેસે એક્સ્ટ્રા ટાઇમમાં કર્યો હતો, જે નિર્ણાયક સાબિત થયો હતો.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે 80 હજાર દર્શકોનું હૂટિંગ

ફૂટબોલના આ મહાસંગ્રામ વચ્ચે મેજબાન દેશ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ વિવાદોના કારણે ચર્ચામાં રહ્યા હતા. મેચ શરૂ થવાના 45 મિનિટ પહેલાં જ ટ્રમ્પ ‘મરીન વન’ હેલિકોપ્ટરથી સ્ટેડિયમ પહોંચ્યા હતા. મેચ દરમિયાન તેઓ ફિફાના પ્રમુખ જિયાની ઇન્ફેન્ટિનો, સ્પેનના રાજા ફિલિપ VI, કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની અને મેક્સિકોના પ્રમુખ ક્લાઉડિયા શેઇનબૌમ સાથે વીઆઈપી ગ્લાસ બોક્સમાં બેઠા હતા.પરંતુ, જ્યારે મેચ બાદ પ્રેઝન્ટેશન સેરેમની માટે ડોનાલ્ડ ટ્રમ્પ અને ફિફા પ્રેસિડેન્ટ જિયાની ઇન્ફેન્ટિનો મેદાન પર આવ્યા, ત્યારે સ્ટેડિયમમાં હાજર 80 હજારથી વધુ ફેન્સે જોરદાર હૂટિંગ શરુ કરી દીધી હતી. વ્હાઇટ હાઉસના અહેવાલ મુજબ, ટ્રમ્પના પ્રવેશતાની સાથે જ સ્ટેડિયમનો અવાજ 78 ડેસિબલથી વધીને 84 ડેસિબલ સુધી પહોંચી ગયો હતો.

બિનબુલાયે મહેમાન બનવાનો પ્રયાસ પરંતુ ફિફા પ્રમુખે ટ્રમ્પને હટાવ્યા

સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં પોતાની હાજરીથી લાઇમલાઇટ મેળવવા માટે જાણીતા ટ્રમ્પે સ્પેનની જીતની ખુશીમાં વગર બોલાવે સેલિબ્રેશનનો ભાગ બનવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે સ્પેનની ટીમને ટ્રોફી સોંપ્યા બાદ પોડિયમના કિનારે ખેલાડીઓ સાથે ઉભા રહીને જશ્નમાં સામેલ થવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ફિફા પ્રમુખ જિયાની ઇન્ફેન્ટિનોએ તેમને ચૂપચાપ ત્યાંથી બાજુ પર ખસેડી દીધા હતા. આ અગાઉ ક્લબ વર્લ્ડ કપમાં પણ ચેલ્સીની જીત વખતે ટ્રમ્પે આવો જ પ્રયાસ કર્યો હતો. નોંધનીય છે કે, પ્રમુખ બન્યા બાદ ટ્રમ્પ સુપર બોલ, યુએસ ઓપન અને એનબીએ (NBA) ફાઇનલ્સ જેવી અનેક રમતગમતની મોટી સ્પર્ધાઓમાં હાજરી આપી ચૂક્યા છે, જ્યાં તેમને ફેન્સના આક્રોશ અને હૂટિંગનો સામનો કરવો પડ્યો છે.