Sports

VIDEO: હિટમેન રોહિત શર્મા બસમાંથી ઊતરતી વખતે લપસી પડ્યો, વિરાટ કોહલીનું રિએક્શન વાઈરલ

By GS Team
28 Sep 20262 mins read
TukuTouch Logo
વેસ્ટઈન્ડિઝ સામે પ્રથમ વનડે જીત્યા બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા બસમાંથી ઉતરતી વખતે લપસી પડ્યા હતા. સદભાગ્યે, તેમને કોઈ ઈજા થઈ ન હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં વિરાટ કોહલીની પ્રતિક્રિયા પણ જોવા મળી હતી. ભારતે 8 વિકેટે મેચ જીતી 1-0થી શ્રેણીમાં લીડ મેળવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO:  હિટમેન રોહિત શર્મા બસમાંથી ઊતરતી વખતે લપસી પડ્યો, વિરાટ કોહલીનું રિએક્શન વાઈરલ

Rohit Sharma Viral Video: ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા સાથે મોટી દુર્ઘટના થતાં થતાં ટળી. વેસ્ટઈન્ડિઝ સામે પ્રથમ વનડે જીત્યા બાદ જ્યારે હિટમેન ટીમ સાથે બસ દ્વારા હોટેલ પરત ફરી રહ્યા હતા, ત્યારે તેઓ બસમાંથી ઉતરતી વખતે પડી ગયા. સારી વાત એ રહી કે તેમને કોઈપણ પ્રકારની ઈજા થઈ નથી. બસમાંથી પહેલા જ ઉતરી ચૂકેલા વિરાટ કોહલીની પ્રતિક્રિયા વાઈરલ થઈ રહી છે. જણાવી દઈએ કે, શુભમન ગિલના નેતૃત્વ હેઠળની ટીમ ઈન્ડિયાએ પ્રથમ વનડેમાં વેસ્ટઈન્ડિઝને 8 વિકેટે હરાવીને 3 મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. આ દરમિયાન કોહલી અને શુભમન ગિલે સદી ફટકારી હતી, જ્યારે કુલદીપ યાદવ 4 વિકેટ લઈને પ્લેયર ઓફ ધ મેચ બન્યા હતા.

રોહિત શર્માનો બસમાંથી ઉતરતા લપસી પડવાનો વીડિયો વાઈરલ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રોહિત શર્માનો બસમાંથી પડવાનો વીડિયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે જ્યારે હિટમેન બસમાંથી ઉતરી રહ્યા હતા ત્યારે સીડી પર તેમનો પગ લપસી જાય છે અને તેઓ નીચે પડી જાય છે. ત્યાં હાજર કેટલાક સ્ટાફ સાથે એક પોલીસકર્મી તરત જ હરકતમાં આવ્યા અને રોહિત શર્માને ઊભા કર્યા. સારી વાત એ રહી કે રોહિતને કોઈ પણ પ્રકારની ઈજા થઈ નથી.

કેટલાક ખેલાડીઓ પહેલાથી જ બસમાંથી ઉતરી ચૂક્યા હતા અને હોટેલનો સ્ટાફ ભારતીય ટીમની જીતના સેલિબ્રેશન માટે બહાર ઊભો હતો. બધા લોકો તાલીઓ પાડી રહ્યા હતા, પરંતુ વિરાટ કોહલીનું ધ્યાન રોહિત શર્મા પર ગયું. તેઓ પાછળ ફરીને રોહિત તરફ જોતા નજરે પડ્યા. જુઓ વીડિયો

રોહિત શર્માએ 32 રન બનાવ્યા

વેસ્ટઈન્ડિઝે પહેલા બેટિંગ કરતા ભારત સામે 296 રનનો ટાર્ગેટ મૂક્યો હતો. આ સ્કોરનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાને રોહિત શર્મા અને શુભમન ગિલની ઓપનિંગ જોડીએ સારી શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 12 ઓવરમાં 74 રન જોડ્યા હતા. હિટમેનને આ મેચમાં સારી શરૂઆત મળી, તેમણે 2 ચોગ્ગા અને 3 ગગનચુંબી છગ્ગાની મદદથી 32 રન બનાવ્યા, પરંતુ તેઓ પોતાની આ શરૂઆતને મોટી ઈનિંગમાં બદલી શક્યા નહીં. તેમને અલઝારી જોસેફે આઉટ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. ત્યારબાદ બેટિંગ કરવા આવેલા વિરાટ કોહલીએ કેપ્ટન શુભમન ગિલ સાથે 151 રનની ભાગીદારી કરીને ટીમને જીતના માર્ગે પહોંચાડી. આ દરમિયાન બંને બેટ્સમેનોએ સદી ફટકારી. ગિલ 110 રન બનાવીને આઉટ થઈ ગયા, જ્યારે કોહલીએ 139 રનની અણનમ ઈનિંગ રમી. ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે બીજી વનડે બુધવાર, 30 સપ્ટેમ્બરે ગુવાહાટીમાં રમાવાની છે.