ટીમ ઈન્ડિયામાં વૈભવ સૂર્યવંશીનું ડેબ્યૂ, 15 વર્ષની ઉંમરે રચ્યો ઈતિહાસ, સચિન અને શેફાલી વર્માનો રેકોર્ડ તૂટયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vaibhav Suryavanshi Youngest Indian Debut Record: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટી20 સીરિઝની બીજી મેચમાં વૈભવ સૂર્યવંશીને પણ તક મળી. શનિવારે (4 જુલાઈ) માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં યોજાયેલી મેચમાં વૈભવે મેદાન પર ઉતરતાની સાથે જ ઇતિહાસ રચી દીધો. 15 વર્ષના ડાબા હાથના બેટ્સમેન વૈભવ હવે ભારત તરફથી સૌથી નાની ઉંમરે ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરનાર ક્રિકેટર બની ગયા છે. વૈભવને ડેબ્યૂ કેપ ઉપ-કેપ્ટન તિલક વર્માએ સોંપી હતી. વૈભવ ભારત તરફથી ટી20 ઇન્ટરનેશનલ રમનાર 122મો ખેલાડી છે.
સચિન તેંડુલકરનો મહાન રેકોર્ડ તૂટ્યો
વૈભવ સૂર્યવંશીએ 15 વર્ષ અને 99 દિવસ(15 વર્ષ, 3 મહિના અને 8 દિવસ)ની ઉંમરે પોતાનું ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું છે. વૈભવે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પોતાનું આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ 15 નવેમ્બર 1989ના રોજ પાકિસ્તાન સામે કરાચીમાં ટેસ્ટ મેચ રમીને કર્યું હતું. ઇન્ટરનેશનલ ડેબ્યૂ સમયે સચિનની ઉંમર 16 વર્ષ અને 205 દિવસ હતી.
મેચ શરૂ થતા પહેલા હેડ કોચ ગૌતમ ગંભીરના એક પ્રેરણાદાયી સંબોધન બાદ, તિલક વર્માએ વૈભવને તેની પ્રથમ ભારતીય કેપ સોંપી હતી. આ ભાવુક અને ઐતિહાસિક ક્ષણ બાદ ટીમના તમામ સિનિયર ખેલાડીઓએ આ યુવા સેન્સેશનને ગળે લગાવીને આવકાર્યો હતો.
શેફાલી વર્માનો રેકોર્ડ પણ પાછળ છૂટ્યો
વૈભવ સૂર્યવંશીએ આ બાબતમાં માત્ર મેન્સ ક્રિકેટ જ નહીં, પરંતુ ભારતીય ક્રિકેટના ઓવરઓલ રેકોર્ડમાં પણ ટોચ પર પોતાનું સ્થાન બનાવી લીધું છે. ભારત માટે મહિલા ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે ડેબ્યૂ કરવાનો રેકોર્ડ શેફાલી વર્માના નામે છે. શેફાલીએ 15 વર્ષ અને 239 દિવસની ઉંમરે ભારતીય મહિલા ટીમ માટે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું. શેફાલીએ પોતાનું આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ 24 સપ્ટેમ્બર 2019ના રોજ સાઉથ આફ્રિકા સામે ટી20 ઇન્ટરનેશનલ મેચ રમીને કર્યું હતું. હવે વૈભવે તેમના કરતા પણ નાની ઉંમરે ભારત માટે રમવાનું ગૌરવ હાસિલ કરી લીધું છે.
ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે કોણે ડેબ્યૂ કર્યું?
વૈભવ સૂર્યવંશી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે ડેબ્યૂ કરનાર ભારતીય ખેલાડી ચોક્કસપણે છે પરંતુ વર્લ્ડ રેકોર્ડ હસન રઝાના નામે છે. પાકિસ્તાનના આ પૂર્વ ક્રિકેટરે માત્ર 14 વર્ષ, 227 દિવસની ઉંમરે ઝિમ્બાબ્વે સામે ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેઓ 14 વર્ષ, 233 દિવસની ઉંમરે પ્રથમ વનડે મેચ પણ રમ્યા હતા. જોકે, આ ખેલાડીની ઉંમર અંગે હંમેશા વિવાદ રહ્યો હતો. જો નોન-ફુલ મેમ્બર (બિન-સંપૂર્ણ સભ્ય) દેશોની વાત કરીએ તો, કુવૈતના મીત ભવસારે 14 વર્ષ, 211 દિવસની ઉંમરે પ્રથમ ઇન્ટરનેશનલ મેચ રમી હતી.
IPL 2026માં વૈભવનો ભવ્ય ધમાકો
વૈભવ સૂર્યવંશીનું નામ છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય ક્રિકેટમાં જોરશોરથી ગુંજી રહ્યું છે. આઈપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ) 2026માં રાજસ્થાન રોયલ્સ (RR) તરફથી રમતા તેમણે બેટથી એવો ધમાકો કર્યો કે આખી દુનિયા તેમનું નામ જાણવા લાગી. આ બેટ્સમેને આખી સીઝનમાં આક્રમક અંદાજમાં બેટિંગ કરતા 776 રન બનાવ્યા. વૈભવે આ દરમિયાન ઘણા રેકોર્ડ તોડ્યા અને મોટા-મોટા બોલરો સામે નીડરતાથી બેટિંગ કરી. આઈપીએલ 2026માં વૈભવનો બેટિંગ સ્ટ્રાઈક રેટ 237.30 રહ્યો, જે ટી20 ક્રિકેટમાં આ યુવા બેટ્સમેનના ઈરાદાને દર્શાવે છે.
લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી ઝડપી અર્ધસદી
આઈપીએલ પછી વૈભવ સૂર્યવંશીને ઈન્ડિયા-એ માટે તક મળી. શ્રીલંકામાં આયોજિત ત્રિપક્ષીય સીરીઝની ફાઇનલમાં તેમણે વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો. શ્રીલંકા-એ સામેના ખિતાબી મુકાબલામાં વૈભવે માત્ર 11 બોલમાં અર્ધસદી ફટકારી દીધી હતી. આ લિસ્ટ-એ ક્રિકેટના ઇતિહાસમાં કોઈપણ બેટ્સમેનની સૌથી ઝડપી અર્ધસદી હતી.
નેટ સેશનનો વીડિયો થયો હતો વાઈરલ
આયર્લેન્ડ પહોંચ્યા પછીથી જ વૈભવ સૂર્યવંશી સતત સુખિઓમાં બનેલા છે. BCCIએ તેમના પ્રથમ નેટ સેશનનો વીડિયો શેર કર્યો હતો, જે ઘણો વાઈરલ થયો હતો. ફેન્સ પણ આતુરતાથી એ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા, જ્યારે વૈભવ પહેલીવાર ભારતની સિનિયર ટીમ માટે મેદાન પર ઉતરશે.









