Sports

જે કારનામું કોહલી-રોહિત કે અભિષેક ના કરી શક્યા તે ડેબ્યૂ મેચમાં વૈભવ સૂર્યવંશીએ કર્યું

By GS Team
5 Jul 20262 mins read
TukuTouch Logo
ભારતીય ક્રિકેટના 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ ઇંગ્લેન્ડ સામે મેન્ચેસ્ટરમાં T20I ડેબ્યૂ કર્યું. વાઇસ-કેપ્ટન તિલક વર્માએ તેને ડેબ્યૂ કેપ આપી. વૈભવ 14 રન જ બનાવી શક્યો, પણ 2 આક્રમક સિક્સર ફટકારી. જોફ્રા આર્ચર અને જોશ ટંગની ઓવરમાં સિક્સર ફટકારી તેણે રાહુલ દ્રવિડ જેવા દિગ્ગજોની યાદીમાં સ્થાન મેળવ્યું. જોકે, ભારતે આ મેચ 4 વિકેટે ગુમાવી.

Summarized by AI; it may make mistakes. Check important info

જે કારનામું કોહલી-રોહિત કે અભિષેક ના કરી શક્યા તે ડેબ્યૂ મેચમાં વૈભવ સૂર્યવંશીએ કર્યું

Vaibhav Suryavanshi T20I Debut Match India vs England 2026: ભારતીય ક્રિકેટના 15 વર્ષના ઉભરતા સ્ટાર ઓપનર વૈભવ સૂર્યવંશીના ઇન્ટરનેશનલ ડેબ્યૂની આતુરતાનો અંત આવી ગયો છે. ઇંગ્લેન્ડ સામે મેન્ચેસ્ટરમાં રમાયેલી બીજી ટી20 મેચમાં વાઇસ-કેપ્ટન તિલક વર્માએ વૈભવને ડેબ્યૂ કેપ સોંપી હતી. પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય ઇનિંગ્સમાં વૈભવ માત્ર 14 રન જ બનાવી શક્યો હતો, પરંતુ આ ટૂંકી ઇનિંગ્સ દરમિયાન તેણે 2 ગગનચુંબી સિક્સર ફટકારીને ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચ્યું હતું. આ સાથે જ તે ભારતના એક ખૂબ જ ખાસ અને પ્રખ્યાત રેકોર્ડ લિસ્ટમાં સામેલ થઈ ગયો છે.

જોફ્રા આર્ચરની ઓવરમાં ફટકારી શાનદાર સિક્સર
પોતાની આક્રમક શૈલીની ઝલક બતાવતા વૈભવ સૂર્યવંશીએ ઇનિંગ્સની પ્રથમ સિક્સર ઇંગ્લેન્ડના સૌથી ઝડપી બોલર જોફ્રા આર્ચરની ઓવરમાં ફાઇન લેગ તરફ ફટકારી હતી. ત્યારબાદ ચોથી ઓવરના પ્રથમ બોલે તેણે જોશ ટંગના સ્લોઅર બોલને મિડ વિકેટ તરફ બાઉન્ડ્રી લાઇનની બહાર મોકલી દીધો હતો. આ 2 સિક્સર સાથે વૈભવ સૂર્યવંશી ભારતનો એવો છઠ્ઠો બેટ્સમેન બની ગયો છે, જેણે પોતાની કારકિર્દીની ડેબ્યૂ ટી20 મેચમાં એક કરતાં વધુ સિક્સર ફટકારી હોય.

રાહુલ દ્રવિડ અને આશિષ નેહરા જેવા દિગ્ગજોના લિસ્ટમાં એન્ટ્રી
આ આંકડાકીય લિસ્ટમાં પૂર્વ દિગ્ગજ કેપ્ટન રાહુલ દ્રવિડનું નામ સૌથી વધુ આશ્ચર્યજનક છે. 'ધ વોલ' તરીકે જાણીતા દ્રવિડે પોતાની એકમાત્ર ટી20 મેચમાં ઇંગ્લેન્ડ સામે 21 બોલમાં 31 રન બનાવ્યા હતા. જેમાં 3 સિક્સર સામેલ હતી. વર્તમાન ટીમમાં ઇશાન કિશને 2021 માં 4 સિક્સર અને તિલક વર્માએ 2023 માં 3 સિક્સર સાથે આ સિદ્ધિ મેળવી હતી. રસપ્રદ વાત એ છે કે, રોહિત શર્મા, વિરાટ કોહલી અને પૂર્વ નંબર-1 ટી20 બેટ્સમેન અભિષેક શર્મા પણ પોતાના ડેબ્યૂ મેચમાં એકથી વધુ સિક્સર ફટકારી શક્યા નહોતા.

ટી20 ડેબ્યૂ પર એકથી વધુ સિક્સર ફટકારનારા ભારતીય ખેલાડીઓ:

  1. આશિષ નેહરા
  2. મુરલી વિજય
  3. રાહુલ દ્રવિડ
  4. ઇશાન કિશન
  5. તિલક વર્મા
  6. વૈભવ સૂર્યવંશી

બીજી ટી20 મેચમાં ભારતની હાર
જોકે, વૈભવના ડેબ્યૂ વાળા આ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા બોર્ડ પર 190 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો, પરંતુ ઇંગ્લેન્ડે 19મી ઓવરમાં 4 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ઇંગ્લેન્ડ તરફથી જેકબ બેથલે 76 રનની અણનમ ઇનિંગ રમીને પોતાની ટીમને જીત અપાવી હતી. જેના કારણે તેમને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરાયો હતો.