Sports

85 રનમાં ઓલઆઉટ થયા બાદ ચેમ્પિયન બની આ ટીમ, T20માં રચાયો ઈતિહાસ

By GS Team
2 Aug 20262 mins read
TukuTouch Logo
ગ્લોબલ સુપર લીગ 2026ની ફાઇનલમાં ગુયાના એમેઝોન વોરિયર્સે ઇતિહાસ રચ્યો છે. પ્રોવિડન્સ સ્ટેડિયમમાં ગુયાના 85 રનમાં ઓલઆઉટ થયા બાદ પણ સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સને 79 રનમાં ઓલઆઉટ કરીને 6 રનથી જીત મેળવી. ઇમરાન તાહિર (11 રન, 2 વિકેટ) અને બોલરોના શાનદાર પ્રદર્શને ટીમને ટ્રોફી અપાવી. ક્રિકેટ ઇતિહાસનો આ સૌથી નાનો સફળ ડિફેન્ડ સ્કોર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

85 રનમાં ઓલઆઉટ થયા બાદ ચેમ્પિયન બની આ ટીમ, T20માં રચાયો ઈતિહાસ

Global Super League 2026 Final Result : ટી20 ક્રિકેટમાં 85 રનનો સ્કોર સામાન્ય રીતે હારની સો ટકા ગેરંટી માનવામાં આવે છે, પરંતુ ગ્લોબલ સુપર લીગ (GSL) 2026 ના ફાઇનલમાં ક્રિકેટ ઇતિહાસનો સૌથી મોટો ઉલટફેર જોવા મળ્યો. ગુયાના એમેઝોન વોરિયર્સે માત્ર 85 રનમાં ઓલઆઉટ થયા બાદ પણ સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સને 79 રનમાં સમેટાઈને ટ્રોફી પોતાના નામે કરી લીધી.

ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાયેલી આ રોમાંચક ફાઇનલ મેચમાં ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુયાના એમેઝોન વોરિયર્સની ટીમ માત્ર 85 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દરેકને લાગતું હતું કે સાન ફ્રાન્સિસ્કો આ મેચ સરળતાથી જીતી જશે, પરંતુ બોલરોએ ચમત્કારિક પ્રદર્શન કરીને ઇતિહાસ રચી દીધો. આ કોઈપણ સત્તાવાર ટી20 ફાઇનલમાં સફળતાપૂર્વક ડિફેન્ડ કરવામાં આવેલો સૌથી ઓછો સ્કોર છે.

29 રનમાં જ પડી ગઈ હતી 8 વિકેટ

ગુયાનાની બેટિંગ શરૂઆતથી જ વેરવિખેર થઈ ગઈ હતી. ટીમની હાલત એવી હતી કે 9 ઓવર પૂરી થતા પહેલા જ 29 રનના સ્કોર પર 8 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, નીચલા ક્રમના બેટરોએ સંઘર્ષ કરીને સ્કોર 85 સુધી પહોંચાડ્યો:
ડ્વેઈન પ્રિટોરિયસ (અણનમ 17 રન)
મેથ્યુ ફોર્ડ (28 રન)
ઇમરાન તાહિર (11 રન)

પીટર સિડલનું શાનદાર પ્રદર્શન અને યુનિકોર્ન્સની હાર

ઓસ્ટ્રેલિયાના અનુભવી ઝડપી બોલર પીટર સિડલે શાનદાર બોલિંગ કરતા 4 ઓવરમાં માત્ર 18 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તેમણે બેટિંગમાં પણ અણનમ 13 રન બનાવ્યા હતા, પરંતુ ટીમ જીત સુધી ન પહોંચી શકી. 86 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સની શરૂઆત પણ ખરાબ રહી. એક સમયે ટીમનો સ્કોર 58 રનમાં 8 વિકેટ થઈ ગયો હતો. યુવા બેટર ઓલિવર પીકે 31 રન બનાવીને સંઘર્ષ કર્યો, પરંતુ અંતિમ ક્ષણોમાં રન આઉટ થવાને કારણે ટીમ 79 રનમાં જ સમેટાઈ ગઈ અને ગુયાનાએ 6 રનથી રોમાંચક વિજય મેળવ્યો.

કેપ્ટન ઇમરાન તાહિરનો કમાલ

47 વર્ષીય લેગ સ્પિનર અને ગુયાનાના કેપ્ટન ઇમરાન તાહિરે ઉંમરને પાછળ છોડીને શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું. તેમણે 4 ઓવરમાં માત્ર 16 રન આપીને 2 મહત્વપૂર્ણ વિકેટ લીધી. આ અગાઉ બેટિંગમાં પણ તેમણે 11 રનનું યોગદાન આપ્યું હતું, જે અંતમાં જીત અને હાર વચ્ચેનો મોટો તફાવત સાબિત થયા.