Sports

હવે મારા પર કોઈ પ્રેશર નથી...: ટીમ ઈન્ડિયામાં વાપસીની અટકળો પર ભુવનેશ્વર કુમારનો જવાબ

By GS Team
2 Aug 20264 mins read
TukuTouch Logo
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે RCB પોડકાસ્ટમાં ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, હવે રાષ્ટ્રીય ટીમમાં વાપસી તેમનું પ્રાથમિક લક્ષ્ય નથી. 36 વર્ષીય ભુવનેશ્વર 2022ના અંતમાં ભારત માટે છેલ્લી મેચ રમ્યા હતા. તેમણે ઉમેર્યું કે, તેઓ ભારતીય ટીમની બહાર શાંતિથી જીવી રહ્યા છે અને માત્ર રમત પ્રત્યેના પ્રેમને કારણે ક્રિકેટ રમી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હવે મારા પર કોઈ પ્રેશર નથી...: ટીમ ઈન્ડિયામાં વાપસીની અટકળો પર ભુવનેશ્વર કુમારનો જવાબ

Bhuvneshwar Kumar RCB Podcast: ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે એક ચોંકાવનારું નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ છે કે, રાષ્ટ્રીય ટીમમાં વાપસી કરવી હવે તેમના માટે પ્રાથમિક લક્ષ્ય નથી. તેમણે ઉમેર્યું કે, તે ભારતીય ટીમની બહાર પોતાની જિંદગી સાથે શાંતિથી જીવી રહ્યા છે, અને હવે તે માત્ર રમત પ્રત્યેના પ્રેમને કારણે ક્રિકેટ રમી રહ્યા છે. 36 વર્ષીય ભુવનેશ્વરે ભારત માટે તેમની છેલ્લી મેચ 2022ના અંતમાં રમી હતી. અત્યાર સુધીમાં તેમણે 21 ટેસ્ટ, 121 ODI અને 87 T20I મેચ રમી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) માટે રમી ચૂકેલા આ જમણેરી ફાસ્ટ બોલરે નોંધ્યું કે, દેશનું પ્રતિનિધિત્વ કરવાનું સપનું પૂરું થઈ ચૂક્યું હોવાથી તેમને હવે પોતાને સાબિત કરવાનું કોઈ દબાણ અનુભવાતું નથી.

પોડકાસ્ટમાં ખુલ્લા મને કરી વાતો

RCBના એક પોડકાસ્ટમાં ભુવનેશ્વર કુમારે કહ્યુ કે 'હું IPL અને સ્થાનિક ક્રિકેટ રમી રહ્યો છું, કારણ કે મને રમત પ્રત્યે પ્રેમ છે. જ્યારે તમે યુવાન હોવ અને ભારત માટે રમતા હોવ ત્યારે કહો છો કે, તમને રમત ગમે છે. પરંતુ પ્રામાણિકપણે કહું તો, જે તમારા હાથમાં છે, તેના પર ધ્યાન આપો, વધારે ન વિચારો, અથવા રમત પ્રત્યેના જુસ્સા માટે રમો, આ બધી બાબતો હું હવે ખરેખર અનુભવી શકું છું. હું ભારત માટે રમી ચૂક્યો છું. તે એવું કંઈ નથી જે મારે હવે હાંસલ કરવાનું બાકી છે. જો મને બીજી તક મળે તો તે ઉત્તમ છે, પણ હું ત્યાં પહોંચી ચૂક્યો છું. હવે હું જે પણ કરી રહ્યો છું, તે માત્ર રમત પ્રત્યેના પ્રેમને કારણે છે. મારે શિસ્તબદ્ધ રહેવું પડશે તે હું જાણું છું. હું ડોમેસ્ટિક ક્રિકેટ અને UP T20 લીગ રમું છું. હું પૂરતી ક્રિકેટ રમું છું, જેથી રમત સાથે જોડાયેલો રહું અને સાથે રિકવરી માટે પૂરતો બ્રેક પણ લઉં છું.'

'પરિવારનો શ્રેય, ઘરે ક્યારેય ક્રિકેટ વિશે વાત નહીં'

આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર પોતાની જિંદગી વિશે વાત કરતા આ ફાસ્ટ બોલરે પોતાના પરિવારને શ્રેય આપ્યો હતો, જેમણે તેને કોઈ પણ અફસોસ કે, કડવાશ વગર આગળ વધવામાં મદદ કરી. ભુવનેશ્વરે કહ્યું કે, 'હું સંપૂર્ણપણે શાંતિ અનુભવું છું, અને તેનો શ્રેય મારા પરિવારને આપું છું. ઘરે અમે ક્યારેય ક્રિકેટ વિશે વાત કરતા નથી. હું ભારતીય ટીમમાં પાછો આવીશ કે નહીં, મારી પસંદગી કેમ ન થઈ, અથવા શું ખોટું થયું તે અંગે અમે ક્યારેય ચર્ચા કરતા નથી.'

'બદલાવ રમતનો એક ભાગ'

ક્રિકેટ વિશે આગળ વાત કરતા ભુવનેશ્વરે કહ્યુ કે, 'જ્યારે તમે ટીમનો મુખ્ય ભાગ હોવ, ત્યારે દરેક કહે છે, ટીમ પહેલા આવે છે. પરંતુ જ્યારે તમે ટીમમાં નથી હોતા, ત્યારે સ્વાભાવિક રીતે તમને લાગે છે કે, કદાચ મારે હજુ પણ ત્યાં હોવું જોઈતું હતું. હું સમજું છું કે, બદલાવ એ રમતનો એક ભાગ છે. હું સમજું છું કે, પેઢીઓ બદલાય છે. હું આ અનુભવ કરનાર પહેલો ખેલાડી નથી, અને છેલ્લો પણ નહીં રહું. આ રમતનો એક ભાગ છે.' IPL 2026ની 16 મેચોમાં 28 વિકેટ લેનાર ભુવનેશ્વરે T20 લીગ અને પૂર્વ સુકાની વિરાટ કોહલી તેમજ પૂર્વ કોચ રવિ શાસ્ત્રીના દ્રષ્ટિકોણને દેશમાં ફાસ્ટ બોલિંગના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવ્યા હતા. ભુવનેશ્વરે આગળ કહ્યુ કે, 'IPLને ઘણો શ્રેય જાય છે, કારણ કે, તેણે ઘણા પ્રતિભાશાળી ફાસ્ટ બોલરોને ઉચ્ચ સ્તરનું ક્રિકેટ રમવાની તક આપી. પરંપરાગત રીતે ભારતીય પીચો સ્પિનરોને મદદ કરતી હતી, જ્યારે વિદેશી પરિસ્થિતિઓ ફાસ્ટ બોલિંગ માટે અનુકૂળ હતી. પરંતુ તે સમયગાળા દરમિયાન વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીને મોટો શ્રેય જાય છે. કારણ કે, તેમનું વિઝન સ્પષ્ટ હતું.'

મેરઠના દિવસોને કર્યા યાદ

મેરઠના પોતાના શરૂઆતના દિવસો યાદ કરતા ભુવનેશ્વરે પૂર્વ ભારતીય બોલર પ્રવીણ કુમારને શ્રદ્ધાંજલિ આપી હતી, જેમની બોલિંગ શૈલીએ તેના પોતાના વિકાસ પર ઊંડી અસર પાડી હતી. તેમણે કહ્યુ કે, 'અમે એક જ એકેડેમીમાંથી આવીએ છીએ. જ્યારે હું જોઈન્ટ થયો ત્યારે તે પહેલાથી જ સ્ટેટ ક્રિકેટ રમતા હતા. મારી બોલિંગ શૈલી કુદરતી રીતે તેમની સાથે ઘણી મળતી આવતી હતી. હું નાના કદનો હતો, ત્યારે તેમને પ્રશ્નો પૂછવામાં શરમાતો હતો, તેના બદલે હું ફક્ત તેમને જોતો હતો. મારા કોચ અને સિનિયર ખેલાડીઓની માર્ગદર્શિકાએ મારી બોલિંગનો પાયો મજબૂત કર્યો, જે આજે પણ ઉપયોગી છે.'