36 વાર 5 વિકેટ ઝડપનારા દિગ્ગજ ક્રિકેટરની આજે પુ્ણ્યતિથિ, જેણે ન્યૂઝીલેન્ડ ક્રિકેટનું ભાગ્ય બદલી નાખ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sir Richard Hadlee: The Kiwis' ultimate legendry cricketer: ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં જ્યારે પણ મહાન ફાસ્ટ બોલરોની વાત થાય છે, ત્યારે સર રિચર્ડ હેડલીનું નામ ખૂબ જ આદર સાથે લેવામાં આવે છે. આજે તેમને યાદ કરવાનું કારણ એ કે, 3 જુલાઈ 1951ના રોજ ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં તેમનો જન્મ થયો હતો. હેડલીએ એવા સમયે ન્યૂઝીલેન્ડ ક્રિકેટને વિશ્વ સ્તરે નવી ઓળખ અપાવી હતી, જ્યારે તે ટીમને આંતરરાષ્ટ્રીય સ્તરે બિલકુલ ગંભીરતાથી લેવામાં નહોતી આવતી. આ ગાળામાં હેડલીએ 17 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં શાનદાર પ્રદર્શન કર્યું. એટલું જ નહીં, તેઓ ટેસ્ટ ક્રિકેટમાં 400 વિકેટ ઝડપનારા દુનિયાના પ્રથમ બોલર બન્યા હતા. બોલિંગ ઉપરાંત તેઓ નીચલા ક્રમે ઉપયોગી બેટિંગ કરવા માટે પણ જાણીતા હતા.
ઓસ્ટ્રેલિયા સામે બ્રિસ્બેન ટેસ્ટમાં મચાવ્યો તરખાટ
હેડલીની કારકિર્દીની સૌથી યાદગાર ક્ષણ 1985-86ની ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ સાથે જોડાયેલી છે. બ્રિસ્બેન ટેસ્ટમાં તેમણે એવી ઘાતક બોલિંગ કરી જે ક્રિકેટ ઈતિહાસના સર્વશ્રેષ્ઠ સ્પેલમાં ગણાય છે. તેમણે પહેલી ઈનિંગમાં માત્ર 52 રન આપીને 9 વિકેટ ઝડપી હતી, જ્યારે બીજી ઈનિંગમાં 6 વિકેટ મેળવી હતી. મેચમાં કુલ 15 વિકેટ ઝડપીને તેમણે ન્યૂઝીલેન્ડને ઓસ્ટ્રેલિયાની ધરતી પર પહેલીવાર ટેસ્ટ મેચ જીતાડી અને સિરીઝમાં 2-1થી ઐતિહાસિક વિજય અપાવ્યો. આ મેચમાં જો તેમણે સાથી ખેલાડી વોન બ્રાઉનનો કેચ ન પકડ્યો હોત, તો એક જ ઈનિંગમાં 10 વિકેટ લેવાનો રેકોર્ડ પણ તેમના નામે થઈ ગયો હોત.
માત્ર 79 ટેસ્ટ મેચમાં રચ્યો ઈતિહાસ
હેડલીએ કારકિર્દીની શરૂઆતમાં માત્ર સ્પીડ પર ભરોસો રાખ્યો, પરંતુ સમય જતાં બોલિંગની સ્ટાઈલ જ બદલી નાંખી. તેમણે સ્વિંગ, સીમ અને સચોટ લાઈન-લેન્થને પોતાનું સૌથી મોટું હથિયાર બનાવ્યું, જેના કારણે દુનિયાના દિગ્ગજ બેટર પણ તેમની સામે સંઘર્ષ કરતા જોવા મળતા. તેમણે માત્ર 79 ટેસ્ટ મેચમાં પોતાની 400 વિકેટ પૂરી કરીને ઈતિહાસ રચ્યો હતો. કપિલ દેવ, ઈયાન બોથમ, ઈમરાન ખાન અને રિચર્ડ હેડલી- આ ચારેય દિગ્ગજ ક્રિકેટર 1980ના દાયકાના સૌથી મહાન ઑલરાઉન્ડર હતા. વર્ષ 1990માં ઈંગ્લેન્ડ સામે છેલ્લી આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચમાં, તેમણે કારકિર્દીના અંતિમ બોલે વિકેટ ઝડપીને શાનદાર અંદાજમાં નિવૃત્તિ લીધી હતી.
હેડલીની કારકિર્દીના શાનદાર આંકડા
ટેસ્ટ ક્રિકેટ: 86 ટેસ્ટ મેચમાં 22.29ની એવરેજથી 431 વિકેટ ઝડપી, જેમાં 36 વખત એક ઈનિંગમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ સામેલ છે. આ સાથે જ તેમણે 27.16ની સરેરાશથી 3124 રન બનાવ્યા, જેમાં 2 સદી અને 15 અર્ધસદી સામેલ છે.
વન-ડે ક્રિકેટ (ODI): ન્યૂઝીલેન્ડ માટે 115 વન-ડે મેચ રમીને 21.56ની એવરેજથી 158 વિકેટ મેળવી અને 4 અર્ધસદીની મદદથી 1751 રન બનાવ્યા.
ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી પણ તેઓ કોમેન્ટેટર અને ન્યૂઝીલેન્ડ ક્રિકેટના ચીફ સિલેક્ટર તરીકે ક્રિકેટ સાથે જોડાયેલા રહ્યા. ક્રિકેટ ક્ષેત્રે તેમના આ અસાધારણ પ્રદાન બદલ તેમને બ્રિટિશ સામ્રાજ્ય દ્વારા 'નાઈટહૂડ' (સર)ની સર્વોચ્ચ ઉપાધિથી સન્માનિત કરાયા છે.









