Sports

ટેમ્બા બાવુમાએ એવો તે કયો રેકોર્ડ બનાવ્યો, જે 148 વર્ષમાં કોઈ કેપ્ટન નથી બનાવી શક્યો?

By GS TEAM
27 Nov 20252 mins read
TukuTouch Logo
ટેમ્બા બાવુમાના નેતૃત્વ હેઠળ દક્ષિણ આફ્રિકાએ ગુવાહાટીમાં શ્રેણીની બીજી મેચમાં ભારતને 408 રનથી હરાવીને ઇતિહાસ રચ્યો. રનની દ્રષ્ટિએ આ ભારતનો સૌથી મોટો ટેસ્ટ પરાજય છે. ભારતીય ટીમે તેના ટેસ્ટ ઈતિહાસમાં ત્રીજી વખત ઘરઆંગણે ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો છે. દક્ષિણ આફ્રિકા છેલ્લા 25 વર્ષથી ભારતમાં સીરિઝ જીતની રાહ જોઈ રહ્યું હતું અને આફ્રિકન ટીમે તે રાહ પૂરી કરી છે. ગુવાહાટી ટેસ્ટમાં વિજય સાથે કેપ્ટન ટેમ્બા બાવુમાએ એક એવો રેકોર્ડ બનાવ્યો જે ટેસ્ટ ક્રિકેટના 148 વર્ષના ઇતિહાસમાં કોઈ હાંસલ કરી શક્યું ન હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

ટેમ્બા બાવુમાએ એવો તે કયો રેકોર્ડ બનાવ્યો, જે 148 વર્ષમાં કોઈ કેપ્ટન નથી બનાવી શક્યો?

Temba Bavuma World Record: ટેમ્બા બાવુમાના નેતૃત્વ હેઠળ દક્ષિણ આફ્રિકાએ ગુવાહાટીમાં શ્રેણીની બીજી મેચમાં ભારતને 408 રનથી હરાવીને ઇતિહાસ રચ્યો. રનની દ્રષ્ટિએ આ ભારતનો સૌથી મોટો ટેસ્ટ પરાજય છે. ભારતીય ટીમે તેના ટેસ્ટ ઈતિહાસમાં ત્રીજી વખત ઘરઆંગણે ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો છે. દક્ષિણ આફ્રિકા છેલ્લા 25 વર્ષથી ભારતમાં સીરિઝ જીતની રાહ જોઈ રહ્યું હતું અને આફ્રિકન ટીમે તે રાહ પૂરી કરી છે. ગુવાહાટી ટેસ્ટમાં વિજય સાથે કેપ્ટન ટેમ્બા બાવુમાએ એક એવો રેકોર્ડ બનાવ્યો જે ટેસ્ટ ક્રિકેટના 148 વર્ષના ઇતિહાસમાં કોઈ હાંસલ કરી શક્યું ન હતું.

દ.આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાનો વિશ્વ રેકોર્ડ

દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમા હવે પ્રથમ 12 ટેસ્ટ પછી સૌથી વધુ જીત મેળવનાર કેપ્ટન બની ગયા છે. તેણે 11 ટેસ્ટ જીતી છે, જ્યારે ફક્ત એક ટેસ્ટ ડ્રો રહી હતી. ટેસ્ટ ઈતિહાસમાં અન્ય કોઈ કેપ્ટને આ સિદ્ધિ હાંસલ કરી નથી. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ અને ઓસ્ટ્રેલિયન કેપ્ટન લિન્ડસે હેસેટ 12 ટેસ્ટ પછી સૌથી વધુ જીત મેળવવા માટે ટેસ્ટ ઈતિહાસમાં બીજા સ્થાને છે. બંનેએ 10-10 ટેસ્ટ જીતી છે.

ટેમ્બા બાવુમા ભારતમાં ટેસ્ટ સીરિઝ જીતવા માટે ટીમનું નેતૃત્વ કરનાર માત્ર બીજા આફ્રિકન કેપ્ટન છે. તેના પહેલા, હેન્સી ક્રોન્યે ફેબ્રુઆરી-માર્ચ 2000માં આફ્રિકન ટીમને 2-0 થી સીરિઝ જીત અપાવી હતી. નોંધનીય છે કે બાવુમાએ કેપ્ટન તરીકે ક્યારેય ટેસ્ટ હારનો સામનો કર્યો નથી.

આ પણ વાંચો: 'ઘૂંટણિયે પાડી દેવા માગતા હતા..' દ.આફ્રિકાના કોચના નિવેદનથી વિવાદ, ભારત વિરુદ્ધ જાતીય ટિપ્પણી!

ભારતનો કારમો પરાજય

મેચની વાત કરીએ તો, દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સેનુરન મુથુસામીના 109 અને માર્કો જાનસેનના 93 રનની મદદથી 489 રન બનાવ્યા હતા. ભારત તરફથી કુલદીપ યાદવે ચાર વિકેટ લીધી હતી, જ્યારે જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજે બે-બે વિકેટ લીધી હતી. ભારત પ્રથમ ઇનિંગમાં 201 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું, જે 288 રનથી પાછળ હતું. દક્ષિણ આફ્રિકા તરફથી માર્કો જાનસેન છ, સિમોન હાર્મરે ત્રણ અને કેશવ મહારાજે એક વિકેટ લીધી હતી.

દક્ષિણ આફ્રિકાએ પોતાનો બીજી ઈનિંગમાં 5 વિકેટે 260 રન પર ડિકલેર કર્યો અને પહેલી ઈનિંગમાં 288 રનની લીડના આધારે ભારતને 549 રનનો લક્ષ્યાંક આપ્યો. ભારતીય ટીમ 140 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં તેનો સૌથી મોટો હાર 408 રનના માર્જિનથી થયો. બીજી ઈનિંગમાં, દક્ષિણ આફ્રિકા તરફથી સિમોન હાર્મરે 37 રનમાં 6 વિકેટ લીધી. કેશવ મહારાજે 2 વિકેટ લીધી, જ્યારે માર્કો જેનસેન અને સેનુરન મુથુસામીએ 1-1 વિકેટ લીધી.