Sports

T20 World Cup : ભારતની નામિબિયા સામે 93 રનથી જીત, કિશન-હાર્દિક-વરુણનું દમદાર પ્રદર્શન

By GS Team
12 Feb 20263 mins read
TukuTouch Logo
T20 વર્લ્ડકપમાં આજે ભારતની નામિબિયાને સામે 93 રનથી જીત થઈ છે. ભારતે નિર્ધારીત 20 ઓવરમાં 9 વિકેટે 209 રન નોંધાવ્યા હતા, જેની સામે નામિબિયાની ટીમ માત્ર 116 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. આજની મેચમાં ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાએ વિસ્ફોટ બેટિંગ કરી હતી, તો વરૂણ ચક્રવર્તીએ પણ દમદાર બોલિંગ કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

T20 World Cup : ભારતની નામિબિયા સામે 93 રનથી જીત, કિશન-હાર્દિક-વરુણનું દમદાર પ્રદર્શન

T20 World Cup, India vs Namibia : T20 વર્લ્ડકપમાં આજે ભારતની નામિબિયાને સામે 93 રનથી જીત થઈ છે. ભારતે નિર્ધારીત 20 ઓવરમાં 9 વિકેટે 209 રન નોંધાવ્યા હતા, જેની સામે નામિબિયાની ટીમ માત્ર 116 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. આજની મેચમાં ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાએ વિસ્ફોટ બેટિંગ કરી હતી, તો વરૂણ ચક્રવર્તીએ પણ દમદાર બોલિંગ કરી હતી.

ઈશાન અને હાર્દિક પંડ્યાની અડધી સદી

ભારત તરફથી ઈશાન કિશને 24 બોલમાં 6 ફોર અને 5 સિક્સ સાથે 61 રનની વિસ્ફોટ ઈનિંગ રમી છે, તો હાર્દિક પંડ્યાએ 28 બોલમાં 4 ફોર અને 4 સિક્સ સાથે 52 રન નોંધાવી દમદાર બેટિંગ કરી છે. આ ઉપરાંત સંજુ સેમસને 8 બોલમાં 1 ફોર અને 3 સિક્સ સાથે 22 રન, તિલક વર્માએ 21 બોલમાં 3 ફોર સાથે 25 રન, સુકાની સૂર્યકુમાર યાદવે 13 બોલમાં 1 સિક્સ સાથે 12 રન, શિવમ દુબેએ 16 બોલમાં 1 ફોર અને 1 સિક્સ સાથે 23 રન નોંધાવ્યા છે. જ્યારે રિંકુ સિંહ 1 રન, અક્ષર પટેલ 0, અર્શિદ સિંહ 2 રન અને વરુણ ચક્રવર્તીએ અણનમ 1 રન નોંધાવ્યો છે.

ગેરહાર્ડ ઈરાસ્મસની ચાર વિકેટ

નામિબિયા તરફથી ગેરહાર્ડ ઈરાસ્મસે 4 ઓવરમાં 20 રન આપીને 4 વિકેટ ઝડપી છે. જ્યારે બેન શિકોંગોએ 3 ઓવરમાં 41 રન આપીને 1 વિકેટ, જેજે સ્મિટે 4 ઓવરમાં 50 રન આપીને 1 વિકેટ અને બર્નાર્ડ શોલ્ટ્ઝે 4 ઓવરમાં 41 રન આપીને 1 વિકેટ મેળવી છે. જ્યારે રૂબેન ટ્રમ્પલમેને 4 ઓવરમાં 38 રન અને મેક્સ હેંગોએ 1 ઓવરમાં 18 રન આપ્યા હતા, પરંતુ આ બંને બોલરોને કોઈ સફળતા મળી નથી.

આ પણ વાંચો : વાનખેડે સ્ટેડિયમમાં બે ભાઈઓની તાબડતોબ બેટિંગ! ટી20 વર્લ્ડકપમાં ઈટાલીનો 10 વિકેટે પ્રથમ ઐતિહાસિક વિજય

નામિબિયાના બેટરોની કંગાળ પ્રદર્શન

નામિબિયા તરફથી લોરેન સ્ટેનકેમ્પે 20 બોલમાં 3 ફોર અને 1 સિક્સ સાથે 29 રન, જાન ફ્રાયલિંકે 15 બોલમાં 3 ફોર અને 1 સિક્સ સાથે 22 રન, ગેરહાર્ડ ઇરાસ્મસે 11 બોલમાં 2 સિક્સ સાથે 18 રન નોંધાવ્યા હતા. બાકીના અન્ય ખેલાડીઓએ પણ નબળી બેટિંગ કરી હતી.

વરૂણ ચક્રવર્તીની ચાર વિકેટ

ભારત તરફથી વરુણ ચક્રવર્તીએ શાનદાર સ્પેલ નાખતા માત્ર 2 ઓવરમાં 7 રન આપી 3 વિકેટ ઝડપી છે. હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 21 રન આપીને 2 વિકેટ અને અક્ષર પટેલે 3 ઓવરમાં 20 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત અર્શદીપ સિંહ, શિવમ દુબે અને જસપ્રિત બુમરાહે પણ 1-1 વિકેટ ઝડપીને ટીમને મદદ કરી છે.

આવતીકાલે કોની-કોની મેચ?

પ્રથમ મેચ : ગ્રુપ બીમાં ઓસ્ટ્રેલિયા અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાશે. આ મેચ કોલંબો (RPS) ના મેદાન પર સવારે 11 વાગ્યે શરૂ થશે.

બીજી મેચ : ગ્રુપ ડીની બે ટીમો કેનેડા અને યુનાઈટેડ આરબ અમીરાત (UAE) આમને-સામને હશે. આ ડે-નાઈટ મેચ દિલ્હીમાં રમાશે, જેનો પ્રારંભ 3.00 વાગ્યે થશે.

ત્રીજી મેચ : મેચ ગ્રુપ એમાં નેધરલેન્ડ્સ અને યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (USA) વચ્ચે યોજાશે. આ મેચ ચેન્નાઈના મેદાન પર સાંજે 7.00 વાગ્યે રમાશે.

આ પણ વાંચો : T20 World Cup : શ્રીલંકા સતત બીજી મેચ જીત્યું, દાસુન શનાકાએ રોહિત શર્માના રેકોર્ડની બરાબરી કરી