Get The App

આ બે ટીમો પહોંચશે T20 વર્લ્ડકપ-2026ની ફાઈનલમાં! દિગ્ગજ ખેલાડીઓએ કરી ભવિષ્યવાણી

Updated: Mar 3rd, 2026

GS TEAM

Google News
Google News
આ બે ટીમો પહોંચશે T20 વર્લ્ડકપ-2026ની ફાઈનલમાં! દિગ્ગજ ખેલાડીઓએ કરી ભવિષ્યવાણી 1 - image


Prediction for reaching the T20 World Cup 2026 Final : ટી20 વર્લ્ડકપ-2026માં ગ્રૂપ મેચો અને સુપર-8નો મુકાબલો સમાપ્ત થયા બાદ હવે સેમિ ફાઈનલની દમદાર તૈયારીઓ ચાલી રહી છે. સેમિ ફાઈનલ માટે ચાર ટીમોના નામ નક્કી થઈ ગયા છે. જોકે ફાઈનલમાં કંઈ બે ટીમ પહોંચશે, તેની ચર્ચાઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે.

આ બે ટીમો પહોંચશે T20 વર્લ્ડકપ-2026ની ફાઈનલમાં! દિગ્ગજ ખેલાડીઓએ કરી ભવિષ્યવાણી 2 - image

ફાઈનલમાં કોણ પહોંચશે ? પાકિસ્તાન-ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ કરી આગાહી

પાકિસ્તાનના પૂર્વ ખેલાડી મોહમ્મદ યુનુસે ફાઈનલ મેચને લઈને આગાહી કરી છે. તેણે કહ્યું છે કે, ‘ટી20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ફરી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મુકાબલો થશે.’ આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બોલર ગ્લેન મેકગ્રાએ પણ ફાઈનલમાં ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે મેચ યોજાવાની આગાહી કરી છે.

આ પણ વાંચો : ભારત વિ. ઈંગ્લેન્ડ : જો વરસાદના કારણે સેમિ ફાઈનલ મેચ રદ થાય તો શું થશે? જાણો ICCનો નિયમ

આવતીકાલથી શરૂ થશે સેમિ ફાઈનલ મુકાબલા

ઉલ્લેખનીય છે કે, આવતીકાલથી સેમિ ફાઈનલના મુકાબલાઓ શરૂ થવાના છે. આવતીકાલે ચોથી માર્ચે પ્રથમ સેમિ ફાઈનલમાં સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ સામે સામે ટકરાશે, જ્યારે પાંચમી માર્ચે બીજી સેમિ ફાઈનલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મુકાબલો થશે. ત્યારબાદ જે બે ટીમ જીતશે તે આઠમી માર્ચના રોજ ‘T20 વર્લ્ડકપ-2026 ચેમ્પિયન’ બનવા માટે ટકરાશે.

આ પણ વાંચો : સેમિ ફાઈનલ મેચ પહેલા સૌરવ ગાંગુલીની સૂર્યા-ગંભીરને ચેતવણી, સંજૂ સેમસનના કર્યા ભરપૂર વખાણ