...તો આ કારણે ભારત-ચીન સામે 100% ટેરિફ ન લગાવ્યો, ટ્રમ્પની પોલ ખુલી ગઇ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India China tariff and Donald Trump News : રશિયા પાસેથી ઓઈલ અને ગેસ ખરીદવા બદલ ભારત અને ચીન સામે પ્રતિબંધો લગાવવાની અમેરિકાની હિલચાલને લઈને એક મોટો ખુલાસો થયો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નાણા મંત્રી સ્કૉટ બેસેન્ટે સ્વીકાર્યું કે અમેરિકા ઈચ્છતું હતું કે યુરોપિયન દેશો ભારત અને ચીન પર 'સેકન્ડરી સેંક્શન્સ' (દ્વિતીય પ્રતિબંધો) લગાવે, પરંતુ યુરોપિયન સહયોગીઓએ આ પ્રસ્તાવ સ્પષ્ટપણે ફગાવી દીધો હતો.
"અકેલો અમેરિકા જ આ બોજ કેમ ઉઠાવે?"- નાણામંત્રી
અમેરિકન ટીવી ચેનલ પર વાતચીત દરમિયાન નાણામંત્રી સ્કૉટ બેસેન્ટે યુરોપિયન દેશોની બેવડી નીતિ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે સવાલ કર્યો હતો કે જો યુરોપ જ તૈયાર નથી, તો પછી એકલો અમેરિકા જ આ આર્થિક બોજ કેમ ઉઠાવે? બેસેન્ટે આક્ષેપ કર્યો હતો કે યુરોપિયન દેશો પોતે હજુ પણ મોટા પ્રમાણમાં રશિયન ઊર્જાનો ઉપયોગ કરી રહ્યા છે અને અસલમાં તેઓ જ રશિયાની યુદ્ધ મશીનને નાણાકીય બળ પૂરું પાડી રહ્યા છે. યુરોપ યુક્રેન કરતાંય વધુ નાણું રશિયા અને વ્લાદિમીર પુતિનને આપી રહ્યું છે.
60 દિવસની કામચલાઉ રોક
અમેરિકાએ તાજેતરમાં 100% ટેરિફ લાગુ ન કરીને જે રાહત આપી છે તે કાયમી નથી, પરંતુ 60 દિવસની એક અસ્થાયી રોક છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ સ્પષ્ટ કર્યું છે કે પ્રમુખ ટ્રમ્પ આ 60 દિવસના સમયગાળાનો ઉપયોગ વૈશ્વિક અને અમેરિકન અર્થતંત્ર પર આ ટેરિફ અને પ્રતિબંધોની શું અસર પડે છે તે તપાસવા માગે છે.
ભારત માટે રાહત કે અનિશ્ચિતતા?
અમેરિકાના આ ખુલાસાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે વોશિંગ્ટન ભારત અને ચીનને ઘેરવા માટે યુરોપનું સમર્થન ઈચ્છતું હતું, પરંતુ યુરોપના પીછેહઠ કરવાના નિર્ણય બાદ ટ્રમ્પ પ્રશાસનને પોતાના હાથે જ નમતું જોખવું પડ્યું છે. જોકે, અમેરિકામાં રિપબ્લિકન અને ડેમોક્રેટ બંને પક્ષના કેટલાક સાંસદો આ છૂટનો વિરોધ પણ કરી રહ્યા છે.




