બોલિવૂડના જાણીતા સિંગરના પિતા કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- ભાજપમાં અપમાન થયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ramsharan Nautiyal joins Congress : લોકપ્રિય બોલિવૂડ પ્લેબેક સિંગર જુબીન નૌટિયાલના પિતા અને દિગ્ગજ નેતા રામશરણ નૌટિયાલે ભારતીય જનતા પાર્ટી (BJP) સાથેનો 12 વર્ષ જૂનો નાતો તોડીને સત્તાવાર રીતે કોંગ્રેસ પક્ષનો ખેસ ધારણ કરી લીધો છે. નવી દિલ્હી સ્થિત કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે ઉત્તરાખંડ કોંગ્રેસના પ્રભારી કુમારી સેલજા દ્વારા તેમને કોંગ્રેસનું સભ્યપદ અપાવવામાં આવ્યું હતું.
'કોઈપણ વ્યક્તિ માટે 12 વર્ષનો સંબંધ તોડવો સહેલો નથી'
ભાજપથી નારાજ ચાલી રહેલા રામશરણ નૌટિયાલે થોડા દિવસો અગાઉ જ પોતાનું રાજીનામું સ્ટેનોગ્રાફર દ્વારા મોકલાવીને પાર્ટી છોડી દીધી હતી. પાર્ટી છોડવા અંગે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, કોઈ પણ વ્યક્તિ માટે એ જગ્યા છોડવી ક્યારેય આસાન નથી હોતી જ્યાં તેણે 12 વર્ષ સુધી સખત મહેનત કરી હોય. પરંતુ માન-સન્માન સૌથી ઉપર છે અને જ્યાં કામ કરનારને યોગ્ય સન્માન ન મળે ત્યાંથી અંતર જાળવી લેવું જ યોગ્ય છે.
જાહેર મંચો પર અપમાન અને ભાજપ અધ્યક્ષ સામે સવાલ
ભાજપ છોડવાનું મુખ્ય કારણ જણાવતા તેમણે પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્ર ભટ્ટ તરફ ઇશારો કરતાં કહ્યું કે, જો પાર્ટી માત્ર બે-ત્રણ લોકોના જ ઇશારે ચાલતી હોય તો મુશ્કેલીઓ ઊભી થાય છે. તેમણે ગંભીર આક્ષેપ કર્યો હતો કે મને અનેક વખત સાર્વજનિક મંચો પર અપમાનનો સામનો કરવો પડ્યો છે. મેં ક્યારેય પોતાના અંગત સ્વાર્થ કે વ્યક્તિગત લાભ માટે સરકાર પાસે ક્યારેય કશું માંગ્યું નહોતું, હું હંમેશા પોતાના ક્ષેત્રના વિકાસ અને જનહિતના પ્રશ્નો ઉઠાવતો હતો. તેમ છતાં પોતાના જ લોકો દ્વારા દરેક બાબતનો વિરોધ કરવામાં આવતો હતો અને આવું વર્તણૂક સહન કરવી મારા માટે મુશ્કેલ બની હતી.




