Get The App

સેમિ ફાઈનલ મેચ પહેલા સૌરવ ગાંગુલીની સૂર્યા-ગંભીરને ચેતવણી, સંજૂ સેમસનના કર્યા ભરપૂર વખાણ

Updated: Mar 2nd, 2026

GS TEAM

Google News
Google News
સેમિ ફાઈનલ મેચ પહેલા સૌરવ ગાંગુલીની સૂર્યા-ગંભીરને ચેતવણી, સંજૂ સેમસનના કર્યા ભરપૂર વખાણ 1 - image

T20 World Cup 2026, Sourav Ganguly On Sanju Samson : T20 વર્લ્ડકપ-2026ના સુપર-8 મુકાબલામાં ભારતના વિસ્ફોટક બેટ્સમેન સંજૂ સેમસને દમદાર બેટિંગ કરીને ટીમ ઈન્ડિયાને સેમિ ફાઈનલમાં પહોંચાડ્યા બાદ તેની ચોતરફ પ્રશંસા થઈ રહી છે. સંજૂએ રવિવારે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 97 રન ફટકારીને ભારતને જીત અપાવી હતી. એક સમયે વેસ્ટ ઈન્ડિઝના પહાળ જેવા સ્કોર સામે ભારતીય ટીમના અન્ય બેટરો સસ્તામાં આઉટ થઈ ગયા હતા, ત્યારે સંજૂની સમજદારીપૂર્વકની બેટિંગના કારણે ટીમ ઈન્ડિયાનો વર્લ્ડકપ સફર આગળ વધી શક્યો છે. ભારતના પૂર્વ સુકાની સૌરવ ગાંગુલીએ પણ સંજૂના ભરપેટ વખાણ કર્યા છે. 

સેમસન જેવા શ્રેષ્ઠ ખેલાડીને સતત તક આપવી જોઈએ : સૌરવ ગાંગુલી

સૌરવ ગાંગુલીએ સેમસન જેવા શ્રેષ્ઠ ખેલાડીને સતત તક આપવી વાત કહીને ટીમ ઈન્ડિયાના સુકાની સૂર્યકુમાર યાદવ અને કોચ ગૌતમ ગંભીરને સ્પષ્ટ સંદેશો આપ્યો છે. સંજૂ એવો ખેલાડી છે, જેને ટીમ ઈન્ડિયામાં તક અપાઈ નથી. ટી20 વર્લ્ડકપ પહેલા શુભમન ગિલના કારણે સંજૂના બેટિંગ ક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો, જ્યારે ગિલ બહાર ગયો તો ઈશાન કિશન અને અભિષેક શર્માને ઓપનિંગમાં મોકલાયા. જોકે હવે સંજૂએ પોતાની કેરિયરની શ્રેષ્ઠ મેચ રમીને દિગ્ગજ ખેલાડીઓથી લઈને ચાહકોને પણ ખુશ કરી દીધા છે.

આ પણ વાંચો : અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે પાકિસ્તાન-ઈંગ્લેન્ડની મેચ રદ, ખેલાડીએ UKના PM પાસે માંગી મદદ

ગાંગુલીએ સેમસનના કર્યા વખાણ

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ મેચ પૂર્ણ થયા બાદ ગાંગુલીએ મીડિયા સમક્ષ કહ્યું કે, ‘સંજૂ સેમસને શાનદાર બેટિંગ કરી છે, તે ખૂબ સારો ખેલાડી છે, તેને સતત તક આપવી જોઈએ. સેમસન જ્યારે ક્રિઝ પર આવે છે, તો વિરોધી ટીમને ઘણું નુકસાન થાય છે. સંજૂએ સ્થિતિને ધ્યાને રાખીને રમત રમી અને ટીમને જીત અપાવી.’

ઉલ્લેખનીય છે કે, ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રવિવારે (1 માર્ચ) સુપર-8ની મેચ રમાઈ હતી. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે ચાર વિકેટે 195 રનનો પહાળ જેવો સ્કોર નોંધાવ્યા હતા. જ્યારે ટીમ ઈન્ડિયાની બેટિંગ શરૂ થઈ ત્યારે ઓપનિંગમાં આવેલ અભિષેશ શર્મા 10 રને, ઈશાન કિશન 10 રને, સૂર્યકુમાર યાદવ 18 રને, તિલક વર્મા 27 રને, હાર્દિક પંડ્યા 17 રને સસ્તામાં આઉટ થયા હતા. જોકે આ દરમિયાન ઓપનિંગમાં આવેલા સંજૂએ દમદાર બેટિંગ કરીને માત્ર 50 બોલમાં 12 ફોર અને ચાર સિક્સ ફટકારી 97 રન નોંધાવ્યા હતા, જેના કારણે ટીમ ઈન્ડિયાની ફાઈનલની ટિકિટ કન્ફર્મ થઈ શકી હતી. આ મેચમાં ભારતે પાંચ વિકેટે 199 રન નોંધાવી જીત હાંસલ કરી હતી.

ભારતની ઈંગ્લેન્ડ સામે સેમિ ફાઈનલ મેચ

હવે ભારત પાંચમી માર્ચના રોજ ઈંગ્લેન્ડ સામે બીજી સેમિ ફાઈનલ મેચ (India Vs England Semi Final Match) રમશે. જ્યારે સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ (South Africa Vs New Zealand Semi Final Match) વચ્ચે ચોથી માર્ચના રોજ પ્રથમ સેમિ ફાઈનલમાં રમાશે. આમાંથી જે ટીમ જીતશે તે 8મી માર્ચ રવિવારના રોજ ફાઈનલ મેચમાં સામ-સામે ટકરાશે.

આ પણ વાંચો : ઈરાન-અમેરિકા યુદ્ધના કારણે ભારતમાં ફસાઈ આ દેશની ક્રિકેટ ટીમ! ફ્લાઈટ રદ થતાં દિલ્હીમાં જ રોકાવું પડ્યું