અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે પાકિસ્તાન-ઈંગ્લેન્ડની મેચ રદ, ખેલાડીએ UKના PM પાસે માંગી મદદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pakistan vs England Match Cancelled : અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભયાનક યુદ્ધની અસર હવે ક્રિકેટ પર પડી છે. મિડલ ઈસ્ટમાં સતત સ્થિતિ વણસતા પાકિસ્તાન શાહીન્સ અને ઈંગ્લેન્ડ લોયન્સ વચ્ચે રમાનારી બીજી 50 ઓવરની મેચ રદ કરવી પડી છે. આ મેચ અબુ ધાબીના ઓવલ સ્ટેડિયમમાં રમાવાની હતી, પરંતુ સુરક્ષાના કારણોસર તેને પડતી મૂકવામાં આવી છે.
પ્રેક્ટિસ સેશન રદ, ખેલાડીઓને ઈન્ડોર રહેવા સલાહ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા જારી કરાયેલી સત્તાવાર યાદી મુજબ, ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)ની સલાહ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલની પરિસ્થિતિને જોતા ખેલાડીઓનું પ્રેક્ટિસ સેશન પણ રદ કરવામાં આવ્યું છે અને તમામ ખેલાડીઓ તેમજ સપોર્ટ સ્ટાફને હોટેલની અંદર જ રહેવાની સૂચના આપવામાં આવી છે. PCBએ જણાવ્યું છે કે ખેલાડીઓની સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને તેઓ સતત ટીમ મેનેજમેન્ટના સંપર્કમાં છે. મિડલ ઈસ્ટનું એરસ્પેસ ખુલતાની સાથે જ ટીમને પાકિસ્તાન પરત લાવવી કે શ્રેણી ચાલુ રાખવી તે અંગે નિર્ણય લેવાશે.
આ પણ વાંચો : ‘ભાનમાં આવો, તમારું યુદ્ધ પડોશીઓ સાથે નથી’, દુબઈ પર હુમલા બાદ ભડક્યું UAE
જોની બેરસ્ટોની બ્રિટિશ વડાપ્રધાનને અપીલ
આ સંકટ વચ્ચે આઈપીએલ રમી ચૂકેલા ઈંગ્લેન્ડના સ્ટાર ક્રિકેટર જોની બેરસ્ટોએ પણ સોશિયલ મીડિયા પર મદદ માંગી છે. બેરસ્ટો હાલમાં ઈંગ્લેન્ડ લોયન્સ ટીમ સાથે કોચ-મેન્ટર તરીકે અબુ ધાબીમાં છે. તેણે યુકેના વડાપ્રધાન કીર સ્ટાર્મરના એક વીડિયો પર કોમેન્ટ કરીને પૂછ્યું હતું કે, ‘શું તમે અમને સુરક્ષિત ઘરે પહોંચાડી શકો છો?’ બેરસ્ટોની આ કોમેન્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે અને ખેલાડીઓમાં ફેલાયેલા ડરને સ્પષ્ટપણે દર્શાવે છે.









