'અમે એક થઈને ફરી વાપસી કરીશું', દ.આફ્રિકા સામે ક્લીન સ્વીપ બાદ ગિલનું નિવેદન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shubman Gill Statement: ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ 0-2ની ટેસ્ટ સીરિઝ હાર્યા બાદ એકજુટતાનો મેસેજ આપ્યો છે. ગરદનની ઇજાના કારણે બહાર રહેનારા ગિલે કહ્યું કે, ટીમ આ મુશ્કેલ સમયથી શીખીને વધુ મજબૂત થઈને વાપસી કરશે.
દક્ષિણ આફ્રિકાએ કર્યું ક્લીન સ્વીપ
ગુવાહાટીમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતને 408 રનથી કારમી હાર મળી, જેની સાથે દક્ષિણ આફ્રિકાએ બે મેચોની સીરિઝમાં ક્લીન સ્વીપ કર્યું. આ ભારતમાં તેમને 25 વર્ષ બાદ પહેલી ટેસ્ટ સીરિઝ જીત છે. આ અગાઉ કોલકાતામાં રમાયેલી શરૂઆતની ટેસ્ટમાં યજમાન ટીમે ભારતને 30 રનોથી હરાવ્યું હતું. સતત બે હાર બાદ ટીમના પ્રદર્શન અને નેતૃત્વને લઈને ટીકા થઈ. કોચ ગૌતમ ગંભીરે પણ ગુવાહાટી ટેસ્ટ દરમિયાન દર્શકોની નારાજગીનો સામનો કરવો પડ્યો.
આ પણ વાંચો: 'હારની જવાબદારી બધાની પણ સૌથી પહેલા..', દ.આફ્રિકા સામે પરાજય બાદ ગંભીરનું નિવેદન
ગિલનો ટીમને મેસેજ
આ વચ્ચે શુભમન ગિલે X પર ટીમની એકજુટતાનો મેસેજ આપતા લખ્યું કે, 'શાંત સમુદ્ર ક્યારેય શીખવતા નથી કે સ્ટીયર કેવી રીતે કરવું છે, તોફાન જ તમાર પકડ મજબૂત બનાવે છે. આપણે એકબીજા પર વિશ્વાસ રાખતા રહીશું, એક-બીજા માટે લડીશું અને આગળ વધીશું.' અત્રે ઉલ્લેખનીય છે કે, કોલકાતા ટેસ્ટમાં પહેલી ઈનિંગ દરમિયાન ગરદનમાં ઈજા બાદ ગિલ માત્ર ચાર રન બનાવીને રિટાયર્ડ હર્ટ થઈ ગયો હતો. ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવાયા અને આખી મેચથી બહાર થવું પડ્યું. તે ગુવાહાટી પહોંચ્યા જરૂર હતા, પરંતુ ટેસ્ટના એક દિવસ પહેલા જ તેમને રિલીઝ કરી દેવાયા હતા.
ટીમ ઈન્ડિયાનો 408 રને શરમજનક પરાજય
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. આજે મેચનો છેલ્લો દિવસ હતો ત્યારે ભારત સામે 549 રનનું લક્ષ્ય હતું. જેને ચેઝ કરવામાં જ ટીમ ઈન્ડિયાનો ધબડકો થઇ ગયો હતો. 5મા દિવસની રમતની શરૂઆત થતાં જ ઉપરા છાપરી વિકેટો પડી જતાં ટીમ ઈન્ડિયા ધરાશાયી થઈ ગઇ હતી અને 140 રનમાં જ ઓલઆઉટ થઈ જતાં 408 રને હાર સાથે સીરિઝ પણ ગુમાવી દીધી હતી. ટીમ ઈન્ડિયાનો વ્હાઈટ વોશ કરવામાં દ.આફ્રિકા સફળ રહી હતી. આ સાથે ભારતે દ.આફ્રિકા સામે 2-0થી સીરિઝ ગુમાવી દીધી છે. પ્રથમ ટેસ્ટમાં પણ ભારત 30 રને હાર્યું હતું અને બીજી ટેસ્ટમાં પણ 408 રને કારમા પરાજયનો સ્વાદ ચાખ્યો હતો. ઘરઆંગણે આ ટીમ ઈન્ડિયાની સૌથી શરમજનક હાર છે.
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાનો 408 રને શરમજનક પરાજય, દ.આફ્રિકાએ 25 વર્ષ બાદ કર્યો વ્હાઈટ વૉશ









