IND vs SA | ટીમ ઈન્ડિયાના ધબડકા બાદ સુદર્શન-જાડેજાની જોડી ક્રીઝ પર ટકી, સ્કોર 82/5

IND vs SA Test 2 Day 5 LIVE: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આજે મેચનો છેલ્લો દિવસ છે. ત્યારે ભારત સામે 549 રનનું લક્ષ્ય છે. જેને ચેઝ કરવામાં જ ટીમ ઈન્ડિયાનો ધબડકો થઇ ગયો છે. 5મા દિવસની રમતની શરૂઆત થતાં જ ઉપરા છાપરી બે વિકેટો પડી ગઇ. કુલદીપ બાદ જુરેલ પણ સસ્તામાં આઉટ થઈ જતાં ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં મૂકાઈ છે અને તેની સામે વ્હાઈટવોશ થવાનું જોખમ તોળાઈ રહ્યું છે.
IND vs SA Test 2 Day 5 LIVE UPDATES :
જાડેજા અને સુદર્શન ટક્યા
સુદર્શન હાલમાં 126 બોલનો સામનો કરી 14 રને રમતમાં છે ત્યારે બીજા છેડે 28 બોલમાં 14 રન કરીને જાડેજા ટીમ ઈન્ડિયાને હારથી બચાવવા પ્રયાસ કરી રહ્યા છે. હાલમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 82/5.
ટીમ ઈન્ડિયા સામે વ્હાઈટ વોશનું સંકટ
2000ની વાત કરીએ હેન્સી ક્રોનિએના નેતૃત્વમાં સાઉથ આફ્રિકાએ ભારતને 2-0થી ઘરેલુ ટેસ્ટ શ્રેણીમાં વ્હાઇટવોશ કર્યું હતું. ત્યારે પહેલી મેચ મુંબઈમાં રમાઈ હતી જે આફ્રિકન ટીમ 4 વિકેટે તો બીજી ટેસ્ટ બેંગ્લુરુમાં રમાઈ હતી ત્યારે એક ઈનિંગ અને 71 રને મેચ જીતી હતી. હવે ટેમ્બા બાવુમા પાસે હેન્સી ક્રોનિએના રેકોર્ડની બરાબરી કરવાની તક હશે.
ટીમ ઈન્ડિયાને 5મો ઝટકો, પંત ફરી નિષ્ફળ
ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં મૂકાઈ ગઇ છે. રિષભ પંત પણ 13 રન બનાવીને હાર્મરનો શિકાર થયો હતો. આ સાથે ટીમ ઈન્ડિયાનો સ્કોર 60/5 થઇ ગયો છે. એવું લાગે છે કે સાઉથ આફ્રિકા આસાનીથી ટીમ ઈન્ડિયાનો વ્હાઇટ વોશ કરી દેશે. હાલમાં જાડેજા અને સુદર્શન ક્રીઝ પર છે.
સુદર્શન ટકીને રમી રહ્યો છે...
રિષભ પંત અને સાંઈ સુદર્શન ક્રીઝ પર આફ્રિકન બોલર્સના પડકારો ઝીલી રહ્યા હતા. પરંતુ સુદર્શન ટક્યો પણ સામે છેડે કોઈ ટકી રહ્યું નથી. એક પછી એક ભારતીય બેટર ધડાધડ વિકેટો ફેંકી રહ્યા હોય તેવું લાગે છે.
ભારતીય ટીમની બીજી ઈનિંગ્સની હાઈલાઈટ...
ભારતની બીજી ઈનિંગ્સમાં પણ શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઓપનર યશસ્વી જાયસ્વાલ માત્ર 13 રન બનાવીને સસ્તામાં આઉટ થઈ ગયા હતા. માર્કો યાનસનના બોલ પર વિકેટકીપર કાઈલ વેરેને તેમનો કેચ પકડ્યો હતો. થોડા સમય બાદ, કેએલ રાહુલ પણ 6 રનના સ્કોર પર સાયમન હાર્મરના બોલ પર બોલ્ડ થઈ ગયા હતા. પાંચમા દિવસની રમત જ્યારે શરૂ થઈ ત્યારે ભારતનો સ્કોર 27/2 હતો. દિવસની શરૂઆત પણ ખરાબ રહી અને સ્કોરબોર્ડમાં માત્ર 13 રન જ ઉમેરાયા હતા ત્યાં કુલદીપ યાદવ 5 રન બનાવીને સાયમન હાર્મરના બોલ પર બોલ્ડ થઈ ગયા. એ જ ઓવરમાં (24મી ઓવર) ધ્રુવ જુરેલ પણ આઉટ થઈ ગયા હતા. ત્યારબાદ, કેપ્ટન ઋષભ પંતે થોડો આક્રમક મિજાજ બતાવ્યો અને એક ચોગ્ગો તથા એક છગ્ગો ફટકારીને ટીમનો સ્કોર 58 સુધી પહોંચાડ્યો. જોકે, તે પણ 13 રનના અંગત સ્કોર પર હાર્મરના બોલ પર મળેલા એક્સ્ટ્રા બાઉન્સના કારણે એડન માર્કરમને કેચ આપી બેઠા હતા.

